ETV Bharat / city

રો-પેક્સ ફેરીને સફળતા મળતા વડાપ્રધાન મોદી થયા પ્રભાવિત - Prime Minister Narendra Modi

સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટનું ઈ-ભૂમિપૂજન પ્રસંગે સુરતના હજીરાથી ભાવનગરના ઘોઘાને જોડતી રો-રો અને રો -પેક્સ ફેરી સર્વિસને મળી રહેલી સફળતા તેમજ ફેરી સર્વિસના કારણે સૌરાષ્ટ્રના વેપાર ઉદ્યોગમાં થતા વિકાસને લઈને વડાપ્રધાન મોદી પ્રભાવિત થયા હતા.

રો-પેક્સ ફેરીને સફળતા મળતા વડાપ્રધાન મોદી થયા પ્રભાવિત

author img

By

Published : Jan 18, 2021, 10:45 PM IST

  • સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટનું ઈ-ભૂમિપૂજન પ્રસંગે વડાપ્રધાન મોદીએ રો-પેક્સની સફળતા બિરદાવી
  • બે મહિનામાં જ રો-પેક્સ ફેરી સેવાનો 50 હજાર પ્રવાસીઓએ લાભ લીધો
  • 14 હજાર વાહનોની હેરફેર કરી ટ્રાન્સપોર્ટ સેવાનો લાભ લેવામાં આવ્યો

સુરતઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટના ઈ-ભૂમિપૂજન પ્રસંગે સુરતના હજીરાથી ભાવનગરના ઘોઘાને જોડતી રો-રો અને રો -પેક્સ ફેરી સર્વિસની સફળતાનો વિશેષ ઉલ્લેખ કરતા પ્રભાવિત થઈ જણાવ્યું હતું કે, સુરતથી સૌરાષ્ટ્ર જવા માટે 10 થી 12 કલાકની રોડમાર્ગનો પ્રવાસ કરવો પડતો હતો. જે રો-પેક્સ સેવા શરૂ થવાથી માત્ર 4 કલાકમાં જ આ પ્રવાસ કરી શકાય છે. ઘોઘા-હજીરા વચ્ચેનું માર્ગ અંતર લગભગ 370 કિમી છે, જે સમુદ્ર માર્ગે ઘટીને માત્ર 90 કિમી જેટલું થઈ ગયું છે. જેનો સીધો લાભ સૌરાષ્ટ્રના અને દક્ષીણ ગુજરાતના લોકોને થઇ રહ્યો છે. આ ઉપરાંત રો-પેક્સ સર્વિસના કારણે બાય રોડ વપરાશ થતા ઇંધણ અને કાર્બન ડાયોક્સાઈડ ઉત્સર્જનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

રો-પેક્સ ફેરી સર્વિસથી સૌથી વધુ ફાયદો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને

વડાપ્રધાન મોદીએ વધુમાં જણાવ્યું કે, છેલ્લાં બે મહિનામાં જ રો-પેક્સ ફેરી સેવાનો 50 હજાર પ્રવાસીઓએ લાભ લીધો છે, તેમજ 14 હજાર વાહનોની હેરફેર કરી ટ્રાન્સપોર્ટ સેવાનો લાભ લેવામાં આવ્યો છે. રો-પેક્સ ફેરી સર્વિસના કારણે સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના ઉદ્યોગોમાં વેગ જોવા મળી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.