- VNSGU માં ગુરુવારથી પ્રવેશ કાર્ય શરૂ
- UG ના પ્રથમ વર્ષમાં પ્રવેશ શરૂ કરાશે
- કાઉન્સિલની બેઠકમાં લેવાયો નિર્ણય
સુરત: વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં ગુરુવારથી યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએટ કોર્સ માટે ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. જેમાં બી.કોમ., બી.બી.એ, બી.સી.એ. બી.એસસી. સહિતના ગ્રેજ્યુએટ કોર્સ માટે ઓનલાઇન પ્રવેશ ગુરુવારથી શરૂ કરવામાં આવશે. આ નિર્ણય વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી(VNSGU) ના કાઉન્સિલની બેઠક (Council meeting) માં લેવામાં આવ્યો હતો. આ વખતે યુનિવર્સિટી દ્વારા પોતે જ મેરીટ લીસ્ટ બહાર પાડીને જાતે જ પ્રવેશ પ્રક્રિયા હાથ ધરશે.
ધોરણ 12 નું પરિણામ આવ્યું નથી તેવા વિદ્યાર્થીઓ આ ફોર્મ ભરી શકશે નહીં
વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) દ્વારા ગુરુવારથી ગ્રેજ્યુએટ સહિતના કોર્સ માટેની ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા (Online admission process) હાથ ધરવામાં આવશે. જેમાં બી.કોમ., બી.બી.એ., બી.સી.એ., બી.એસસી. સહિતના ગ્રેજ્યુએટ કોર્ષ છે. આ પ્રવેશ પ્રક્રિયામાં હજી સુધી ધોરણ 12નું પાક્કું પરિણામ આવ્યું નથી. તે વિદ્યાર્થીઓ આ UG સહિતના કોષોમાં પ્રવેશ લઇ શકશે નહીં. રિઝલ્ટ આવ્યા બાદ દસ દિવસના અંદર UGના પ્રથમ વર્ષમાં પ્રવેશ માટે ફોર્મ ભરવાનું રહેશે.
વિદ્યાર્થીઓ પોતાની ઈચ્છા અનુસાર ઘરથી નજીકની કોલેજમાં પ્રવેશ મેળવી શકે છે
વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી(VNSGU) દ્વારા ગુરુવારે કાઉન્સિલની બેઠક કર્યા બાદ આ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો કે ગુરુવારથી UGના બી.કોમ., બી.બી.એ., બી.સી.એ., બીએસસી સહિતના ગ્રેજ્યુએટ કોર્સના પ્રથમ વર્ષના ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. આ પ્રવેશ પ્રક્રિયામાં વિદ્યાર્થીઓ પોતાની ઈચ્છા પ્રમાણે પોતાના ઘર નજીક કોલેજમાં પ્રવેશ મેળવી શકશે. જોકે આ નિર્ણય તો વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) દ્વારા પહેલા જ લઈ લેવામાં આવ્યો હતો.
સુરત બહારથી આવતા વિદ્યાર્થીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે
વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં પહેલા જે નિયમ હતો કે, વિદ્યાર્થીઓને ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા દરમિયાન યુનિવર્સિટી તરફથી ચાર કોલેજનું ઓપ્શન આપવામાં આવતું હતું પણ હવે વિદ્યાર્થીઓ પોતાની ઈચ્છા અનુસાર પોતાના ઘર નજીક જે પણ કોલેજ આવી હશે તેની અંદર સરળતાથી પ્રવેશ મેળવી શકશે. આ પહેલાંની જે સિસ્ટમ હતી તેનાથી વિદ્યાર્થીઓ ખૂબ જ હેરાન પરેશાન થતા હતા. ખાસ કરીને સુરત બહારથી આવતા વિદ્યાર્થીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. નવસારી, ચીખલી, ધરમપુર, વ્યારા, ઉચ્છલ વલસાડ, વાપીથી આવતા વિદ્યાર્થીઓ હવેથી પોતાના ઘર નજીક આવેલી કોલેજમાં પ્રવેશ મેળવી શકશે. જે કોલેજ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સાથે સંલગ્ન સાથે જોડાઇ હોય તે કોલેજમાં પ્રવેશ મેળવી શકશે.