ETV Bharat / city

સંરક્ષણ મંત્રાલયે કાપડ સંબંધી જરૂરિયાતોની માહિતી સુરતના ચેમ્બર ઓફ કોમર્સને મોકલી - સુરત ટેક્સટાઈલ ન્યૂઝ

સંરક્ષણ ક્ષેત્રમાં પણ હવે સુરત ટેક્સટાઈલ ઉદ્યોગનો મોટો ફાળો રહેશે. સંરક્ષણ મંત્રાલયે કાપડ સંબંધી જરૂરિયાતોની માહિતી સુરતમાં ચેમ્બર ઓફ કોમર્સને મોકલી છે. જેથી કાપડ ઉદ્યોગ માટે વિશાળ તકોની ઘણી સંભાવનાઓ સર્જાઈ છે.

સંરક્ષણ ક્ષેત્રમાં સુરત ટેક્સટાઈલ ઉદ્યોગનો મોટો ફાળો

author img

By

Published : Mar 6, 2021, 12:33 PM IST

  • સંરક્ષણ ક્ષેત્રમાં સુરત ટેક્સટાઈલ ઉદ્યોગનો મોટો ફાળો
  • કાપડ ઉદ્યોગ માટે નવી તક
  • ટેક્સટાઈલ ઉદ્યોગ ડિફેન્સ ક્ષેત્ર માટે યુનિફોર્મ અને સેફ્ટી શુઝનું કરશે મેન્યુફેક્ચરિંગ

સુરત: સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીએ ભારત સરકારના ડિફેન્સ સેક્રેટરી ડો. અજય કુમારને સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગની માહિતી આપી દક્ષિણ ગુજરાતમાં સ્થપાયેલા લઘુ ઉદ્યોગો ડિફેન્સ સપ્લાય ચેનમાં ખુબ જ મહત્વનો ફાળો આપી શકે તેમ હોવાથી તે અંગેની માહિતી લઘુ ઉદ્યોગો સુધી પહોંચાડવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો તેમજ સાથે ટેક્સટાઈલ ઉદ્યોગ ડિફેન્સ ક્ષેત્ર માટે યુનિફોર્મ અને સેફ્ટી શુઝનું મેન્યુફેક્ચરિંગ કરશે તેવી શક્યતા રહેલી છે. હાલ પણ દક્ષિણ ગુજરાતથી કાપડ ઉદ્યોગ ડિફેન્સ ક્ષેત્રમાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. પેરાશૂટ અને જવાનોના બેગના કાપડ સુરતથી જાય છે.

ભારતીય સેના માટે અનેક વસ્તુઓની જરૂરિયાત

આ દરમિયાન ભારત સરકારનાં સંરક્ષણ મંત્રાલય તરફથી ભારતીય સેના માટે રહેલી જરૂરિયાત વિશે ચેમ્બરને માહિતી પાઠવવામાં આવી છે. જેમાં ભારતીય સેના માટે ટ્રાઉઝર, કોટ, ગ્લેશિયર મેટ્રેસ, સ્લિપિંગ બેગ સ્પેશિયલ, એક્સ્ટ્રીમ કલોથ એન્ડ સેક્સ વીડીયો રે વસ્તુઓની જરૂરિયાત રહે છે તેમ જણાવ્યું હતું.

આ પણ વાંચો: સંરક્ષણ મંત્રાલયે કાપડ સંબંધિત જરૂરિયાતોની માહિતી ચેમ્બરને મોકલી, કાપડ ઉદ્યોગ માટે વિશાળ તકની સંભાવના

ખૂબ જ વિશાળ તકો ઊભી થવાની શક્યતા

આ અંગે સુરજ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાતમાં આવેલા ટેકસટાઈલના એકમોમાં જો ભારતીય સેના માટે આ જરૂરિયાત પૂરી પાડી શકે તો ભવિષ્યમાં કાપડ ઉદ્યોગ માટે ખૂબ જ વિશાળ તકો ઊભી થવાની શક્યતા રહેલી છે. અત્યાર સુધી આ સામગ્રી વિદેશોથી ખરીદવામાં આવતી હતી. દક્ષિણ ગુજરાતમાંથી સંરક્ષણ મંત્રાલયને સમયસર અને તાત્કાલિક ધોરણે ટેક્સ્ટાઈલ સંબંધિત જરૂરીયાતો પુરી પાડવા માટે કમિટીની પણ રચના થઈ છે.

ટેક્સટાઈલના ઉદ્યોગપતિઓ સુધી માહિતી પહોંચાડવામાં આવશે

આ અંગે ચેમ્બર ઓફ કોમર્સ દક્ષિણ ગુજરાતમાં આવેલા ટેક્સટાઈલના ઉદ્યોગપતિઓ સુધી માહિતી પહોંચાડશે તેમજ સાથે કાપડ ઉદ્યોગ માટે ઊભી થયેલી નવી તક ને કેવી રીતે ઝડપી શકાય તે વિશે ઉદ્યોગપતિઓ અને વેપારીઓ સાથે ચર્ચા વિચારણા પણ કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.