- ડાયમંડ બુર્સમાં ભાઇએ ભાઇની કરી હત્યા
- ડાયમંડ બુર્સમાં કરતા હતા કલર કામ
- પત્ની સાથે ફોન પર વાત કરતો હોવાની શંકા
સુરત: શહેરના ખજોદ ગામે નિર્માણ પામી રહેલા ડાયમંડ બુર્સમાં રહેતા ઇમરાન અલી નૌશેઅલી પઠાણ પોતાના ભાણીયા 21 વર્ષીય વસીમ સબબનખાન પઠાણ અને સમીર સાથે રહેતા હતા, તથા ત્યાં કલરકામ કરતા હતા. ગત 22 તારીખના રોજ તેમના ભાણીયા વસીમનો મૃતદેહ મળી આવ્યો હતો. જેથી ચકચાર મચી હતી. આ હત્યાની તપાસમાં સામે આવ્યું કે, પિચરાઈભાઈએ જ હત્યા કરી છે. જેથી પોલીસે આરોપીની અટકાયત કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. મૃતક વસીમ અપરણિત છે અને હત્યા કરનારા સમીર પરણિત છે.
બિલ્ડીંગમાં મળ્યો મૃતદેહ
આ ઘટના અંગે તેના મામા ઇમરાન અલી નૌશેઅલી પઠાણએ જણાવ્યું હતું કે ડાયમંડ બુર્સમાં કલર કામ કરીએ છીએ. ત્યાં બંન્ને ભાણીયા વસીમ અને સમીર કામ કરતા હતા. હું ઉપરના માળે કામ કરી રહ્યો હતો. 12.30 કલાકે સમીરનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે વસીમ પાણી પીવા માટે ગયો છે. ત્યારબાદ પરત આવ્યો નથી. જે મેં તેને કહ્યું કે ત્યાં જ હશે તું જો, તારી સાથે તો કામ કરતો હતો. ત્યારબાદ તે શોધવા પણ ગયો હતો, પરંતુ ત્યારબાદ 1 કલાકે અમે ઘરે જમવા ગયા હતા. ત્યારે સમીર પણ ઘરે આવી ગયો. ત્યારબાદ ફરી એક વખત મેં સમીરને વસીમ અંગે પૂછ્યું હતું, તો તેણે જણાવ્યું હતું કે વસીમ મને મળ્યો જ નથી અને પાછા 2 કલાકે અમે જમીને બિલ્ડીંગમાં કામ માટે ચાલ્યા ગયા હતા. ત્યાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો.
હત્યા કરી મૃતગેહ છુપાવ્યો
સમીરે વસીમની હત્યા કરી મૃતદેહને બેસમેન્ટના કલર સ્ટોર રૂમમાં છુપાવી દીધી હોવાની જાણ કરી હતી. જેથી લોકો ત્યાં પહોંચ્યા હતા અને જોયું તો વસીમના ગળાના ભાગે ફંદો લગાવેલો હતો. આ સાથે જ આંખના ઉપરના ભાગે સેન્ટીંગ જેકનો લોખંડનો રાડ મારેલો હતો. આ ઉપરાંત તેના મૃતદેહને સ્ટોરમાં છુપાવી દીધો હતો અને મૃતદેહ ઉપર 30 કિલોના વજનવાળા કટ્ટા મૂકી દીધા હતા. આ મામલે પોલીસે તેના મામા ઇમરાન અલી નૌશેઅલી પઠાણની ફરિયાદના આધારે આરોપી સમીરને અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.