- સુરતમાં આજીવન કેદનો આરોપી ફરી ઝડપાયો
- સુરતમાં પત્નીની હત્યામાં સજા કાપી રહ્યો હતો
- પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખી કરી હતી હત્યા
- ડીસીબી પોલીસે બાતમીના આધારે ઝડપ્યો
સુરત: ડીસીબી પોલીસે બાતમીના આધારે આરોપી દિલીપ રમણભાઈ ઘોડિયાને ઝડપી પાડ્યો હતો. આરોપી વાપી ખાતે આવેલા ચલાગામ ખાતે રહેતો હતો અને વર્ષ 2005માં પોતાની જ પત્ની પર ચારિત્ર્ય પર શંકા રાખી તેની હત્યા કરી દીધી હતી. આ મામલે તેને વલસાડથી 14 માર્ચ 2013માં આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. ત્યારબાદ આરોપીને સુરતની લાજપોર જેલમાં મોકલવામાં આવ્યો હતો. 21 દિવસ પૂરા થયા હોવા છતાં આરોપી જેલમાં હાજર થયો ન હતો.
જોકે, આરોપીને 5 જૂન 2020માં 21 દિવસના પેરોલ રજા પર મુક્ત કરવામાં આવ્યો હતો, પરંતુ 21 દિવસ પૂરા થયા હોવા છતાં આરોપી જેલમાં હાજર થયો ન હતો અને પેરોલ જમ્પ કરી ફરાર થઈ ગયો હતો. જોકે, સુરતની ડીસીબી પોલીસે ફરી એક વખત તેને બાતમીના વેડરોડ પાસેથી ઝડપી પાડી તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.