ETV Bharat / city

પતંગ ઉડશે અને કહેશે "જો બકા કોરોનાથી ડરવું નહીં" - કોરોનાની અસર

સુરત : "જો બકા કોરોના થી ડરવું નહીં "આ સંદેશ કોઈ સરકારી જાહેરાતમાં નથી, પરંતુ આ સંદેશ ખાસ હાલના દિવસોમાં પતંગો ઉપર જોવા મળી. સુરતના પતંગ બજારમાં જ્યાં જુઓ ત્યાં કોરોના સંદેશો સાથે પતંગની ડિમાન્ડ લોકોમાં ભારે જોવા મળી રહી છે. આમ તો કોરોના સંક્રમણને કારણે મંદીનો માહોલ છે. તેમ છતાં લોકો કોરોના અંગેના સંદેશો વાળા પતંગ ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

Surat kite festival
Surat kite festival
author img

By

Published : Jan 5, 2021, 4:38 PM IST

Updated : Jan 5, 2021, 5:06 PM IST

  • પતંગ પર પણ પડી કોરોનાની અસર
  • કોરોના જાગૃતિના સંદેશાવાળી પતંગો ડિમાન્ડમાં
  • કોરોના જાગૃતિના સંદેશાવાળા પતંગોને પસંદ કરી રહ્યા છે લોકો

સુરત : "જો બકા કોરોના થી ડરવું નહીં "આ સંદેશ કોઈ સરકારી જાહેરાતમાં નથી, પરંતુ આ સંદેશ ખાસ હાલના દિવસોમાં પતંગો પર જોવા મળી. સુરતના પતંગ બજારમાં જ્યાં જુઓ ત્યાં કોરોના અંગેના સંદેશાવાળા પતંગની ડિમાન્ડ લોકોમાં જોવા મળી રહી છે. આમ તો કોરોનાને કારણે મંદીનો માહોલ છે. તેમ છતાં લોકો કોરોના અંગેના સંદેશો વાળા પતંગ ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

પતંગ ઉડશે અને કહેશે "જો બકા કોરોનાથી ડરવું નહીં"

કોરોના જાગૃતિ અંગેના સંદેશાવાળા પતંગો બજારમાં આવ્યા

ઉત્તરાયણ એક એવો પર્વ છે, જેની રાહ આખા વર્ષ દરમિયાન ગુજરાતના લોકો કરે છે. અતિ પ્રિય કહી શકાય એ પર્વ માટે લોકો તડામાર તૈયારીઓ પણ કરે છે. પતંગના ઢગલાઓ ખરીદતા હોય છે, પરંતુ આ વર્ષે કોરોના કાળને કારણે લોકો સોશિયલ ડિસ્ટન્સ સાથે આ પર્વ ઉજવવા માટે તૈયાર છે. એવું જ નહીં બજારમાં જે પતંગો જોવા પણ મળી રહ્યા છે. તેમાં પણ કોરોનાથી સાવધાન રહેવા અંગેના સંદેશો લખવામાં આવ્યા છે. પતંગને ધ્યાનથી જોવા પર 'સોશિયલ ડિસ્ટન્સ રાખવુ, માસ્ક પહેરવું, 'જો બકા કોરોનાથી ડરવું નહીં, માસ્ક પહનના ઔર મજે કી લાઈફ જીના જેવા સ્લોગન નજરે પડે છે. પતંગ વિક્રેતાનું કહેવું છે કે, આ વર્ષે આવા પતંગની ડિમાન્ડ છે. જેના પર કોરોના જાગૃતિ અંગેના સંદેશા લખવામાં આવ્યા હોય.

Surat kite festival
પતંગ કપાશે અને આપશે કોરોના સંક્રમણ જાગૃતિ અંગેનો સંદેશ

પતંગ કપાયા બાદ પણ સંદેશ

બજારમાં આવા પતંગ મોટાભાગે જોવા મળી રહ્યા છે. ત્યારે બીજી બાજુ પતંગ રસિયાઓ પણ આવા પતંગ પસંદ કરી રહ્યા છે. પતંગ ખરીદવા માટે આવેલા યુવાને જણાવ્યું હતું કે, દર વર્ષે પતંગની ખરીદી કરે છે, પરંતુ આ વર્ષે આ કોરોના જાગૃતિ અંગેના સંદેશાવાળા પતંગની ખરીદી કરી રહ્યા છે. જેથી પતંગ કપાઈ જાય અને કોઈ જગ્યા જાય તો તેને વાંચીને પણ લોકો આ અંગે જાગૃત થઈ શકે.

Last Updated : Jan 5, 2021, 5:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.