- ટ્રાવેલ એજન્સી ધરાવતા શખ્સને કરણી સેનાના લોકોએ માર માર્યો
- શખ્સે જાહેરમાં મહારાણા પ્રતાપ વિરુદ્ધ અભદ્ર કર્યો હતો ભાષાનો ઉપયોગ
- કરણી સેનાના લોકોએ શખ્સ પાસે લેખિતમાં માફી મંગાવી હતી
સુરત: જિલ્લામાં ફરી એક વખત કરણી સેનાની દાદાગીરી સામે આવી છે. સુરતના સહારા દરવાજા ખાતે ટ્રાવેલ એજન્સી ચલાવનારા કિશોરકુમારે અભદ્ર ભાષાનો ઉપયોગ કરતા કરણી સેનાના લોકોએ તેને લાફો માર્યો હતો. કિશોરકુમાર ઉપર આરોપ છે કે તે છેલ્લા કેટલાક દિવસથી પોતાની ઓફિસમાં બેસીને રાજસ્થાની સમાજ અને મહારાણા પ્રતાપ વિશે અશોભનીય ટિપ્પણી કરતો હતો. જેની જાણ થતા કરણી સેનાના લોકો તેની ઓફિસે પહોંચી ગયા હતા અને ઓફિસમાં બંધ કરી તેને માર માર્યો હતો, એટલું જ નહીં યુવક પાસેથી માફી પત્ર પણ લખાવ્યો અને પછી યુવકને છોડવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: કરણી સેના દ્વારા સુરતમાં સંજય રાઉત વિરુદ્ધ દેખાવો
ભૂલની જાણ કરાવવા માટે આ કૃત્ય કરવામાં આવ્યું
કરણી સેનાના સુરતના પ્રવક્તા પીન્ટુ બન્ના તલે જણાવ્યું હતું કે, અમને ત્યાંથી અનેકવાર ફરિયાદ મળી હતી કે, કિશોરકુમાર નામનો શખ્સ અવાર-નવાર રાજસ્થાની સમાજ અને મહારાણા પ્રતાપ વિરુદ્ધ ટિપ્પણી કરે છે. તેને તેની ભૂલની જાણ કરાવવા માટે આ કૃત્ય કરવામાં આવ્યું છે. કરણી સેનાના લોકો કિશોરકુમાર વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ પણ કરી શકતા હતા, પરંતુ તેઓએ પોલીસ ફરિયાદ કરવાની જગ્યાએ તેને માર માર્યો હતો અને માફી પત્ર લખાવ્યો હતો.
આ પણ વાંચો: રાજકોટમાં કરણી સેનાએ ચીનનો વિરોધ કર્યો, ચાઈનીઝ વસ્તુઓનો કર્યો બહિષ્કાર