ETV Bharat / city

સ્મશાનો 24 કલાક કાર્યરત રહેતા ભઠ્ઠીઓના લોખંડના રોડ પીગળી રહ્યા છે - કુરૂક્ષેત્ર સ્મશાન ગૃહ

સુરત શહેરના મુખ્ય ત્રણ સ્મશાસાન ભૂમિમાં દરરોજે રાઉન્ડ ધી ક્લોક મૃતદેહોનો અંતિમક્રિયા થઈ રહી છે. સતત 24 કલાક ગેસની ભઠ્ઠીઓનો ઉપયોગ અંતિમસંસ્કાર માટે કરવામાં આવે છે. જેના કારણે હવે ભઠ્ઠીઓની અંદર જે લોખંડના રોડ હતા તે તૂટી ગયા છે, એટલું જ નહીં જે ચીમની છે તે પણ લાલ થઈ ગઈ છે.

સ્મશાનો 24 કલાક કાર્યરત રહેતા ભઠ્ઠીઓના લોખંડના રોડ પીગળી રહ્યા છે

author img

By

Published : Apr 13, 2021, 5:18 PM IST

  • રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત
  • સુરતના મુખ્ય ત્રણ સ્મશાનો 24 કલાક કાર્યરત
  • સ્મશાનમાં 24 કલાક મૃતદેહોના અંતિમસંસ્કારની કામગીરી થઈ રહી છે

સુરતઃ શહેરના જહાંગીરપુરા ખાતે આવેલા કુરૂક્ષેત્ર સ્મશાનભૂમિમાં છ ગેસની ભઠ્ઠીઓ આવેલી છે. જેમાં કોવિડના મૃતદેહોના અંતિમસંસ્કાર કરવામાં આવે છે. છેલ્લા ચાર અઠવાડિયાથી સતત 24 કલાક અહીં મૃતદેહોના અંતિમસંસ્કાર થઈ રહ્યા છે. આવી પરિસ્થિતિના કારણે ભઠ્ઠીઓની હાલત દયનીય બની છે. અંતિમક્રિયાના કારણે ભઠ્ઠીઓ લાલ થઈ જતી હોય છે. તેમના લોખંડના એંગલ વધારે પડતા ગરમ થવાના કારણે પીગળી રહ્યા છે અથવા તો ખરાબ થઈ રહ્યા છે, બીજી બાજુ ગેસની જે ચીમની બહાર તરફ નીકળે છે તે પણ લાલ થઈ ગઈ છે,

સ્મશાનમાં 24 કલાક મૃતદેહોના અંતિમસંસ્કારની કામગીરી થઈ રહી છે

આ પણ વાંચોઃ સુરત શહેર બાદ હવે ગ્રામ્ય વિસ્તારમાં પણ સ્મશાન ગૃહના હૈયું હચમચાવી દેતા દ્રશ્યો

ગેસની ભઠ્ઠીઓ થઈ ક્ષતિગ્રસ્ત

ગેસની ભઠ્ઠીઓમાં જે દરવાજો મૂકવામાં આવે છે તે પણ ક્ષતિગ્રસ્ત થઈ ગયો છે. 24 કલાક અંતિમસંસ્કારની કામગીરી થતી હોવાથી કુરુક્ષેત્ર સ્મશાન ગૃહની ત્રણ ગેસની ભઠ્ઠીઓ હાલ ક્ષતિગ્રસ્ત થતાં તેને તત્કાલીક ધોરણે રિપેર કરવામાં આવી રહ્યા છે. કુરૂક્ષેત્ર સ્મશાનભૂમિ ટ્રસ્ટના કમિટી મેમ્બર પ્રકાશ પટેલે ETV Bharatને જણાવ્યું હતું કે, છેલ્લા દસ વર્ષથી તેઓ કમિટી મેમ્બર છે પરંતુ આ 10 વર્ષ દરમિયાન તેમણએ આવી ખરાબ પરિસ્થિતિ ક્યારે જોઈ ન હતી. ગેસની ભઠ્ઠીઓમાં સતત કોરોના પોઝિટિવ અથવા તો નેગેટિવ અને શંકાસ્પદ દર્દીઓના મૃતદેહોનો અંતિમસંસ્કાર કરવામાં આવે છે. 24 કલાક આ કામગીરી થતી હોય છે. જેના કારણે ભઠ્ઠીઓને નુકસાન થઈ રહ્યું છે. ભઠ્ઠીઓની અંદર લગાડવામાં આવેલા એંગલ તૂટી રહ્યા છે.

આ પણ વાંચોઃ ભરૂચમાં બનેલ રાજ્યના સૌ પ્રથમ કોવિડ સ્મશાનની દયનીય હાલત, જૂઓ,વીડિયો

600થી 650 ડિગ્રીનું તાપમાનમાં મૃતદેહના અંતિમસંસ્કાર કરાઇ છે

તેમણે વધુમાં જણાવ્યું હતું કે એક મૃતદેહને 600થી લઈ 650 ડિગ્રી તાપમાનમાં અંતિમસંસ્કાર કરવામાં આવે છે. જેના કારણે ભઠ્ઠીઓને નુકસાન થાય છે. આટલી ગરમીના કારણે બે ભઠ્ઠીઓ ખરાબ થઈ છે. તેમના મેન્ટેનન્સની કામગીરી હાલ ચાલી રહી છે. તેમને ત્યાં લાકડાના મૃતદેહ શયા છે. જોકે અહીં સામાન્ય મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે, સામાન્ય દિવસોમાં 20થી 25 મૃતદેહ અંતિમ સંસ્કાર માટે આવતા હતા પરંતુ કોરોના કાળમાં સંખ્યા 100થી 115 થઈ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.