- કોરોનામાં હોટલ-રેસ્ટોરન્ટના ધંધાને મોટી ખોટ
- સુરતમાં 50 ટકા હોટલો બંધ
- સરકાર પાસે કરી વળતરની માગ
સુરત : આંશિક લોકડાઉનની વ્યાપક અસર સુરતના હોટલ અને રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રી પર જોવા મળી રહી છે. સાઉથ ગુજરાત હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન મુજબ સુરત (Surat)માં 50 ટકા જેટલી મોટી અને નામી રેસ્ટોરન્ટ અને હોટલ બંધ થઈ ગઈ છે.
આવક સામે ખર્ચ વધારે
એસોસિએશનના પ્રમુખ અરુણ જેટલીએ જણાવ્યું હતું કે હોટેલ બંધ કરવા પાછળનું કારણ નહિવત વેપાર અને ખર્ચમાં વૃદ્ધિ છે જો રેસ્ટોરન્ટ ચાલુ રાખવામાં આવે તો ગેસ બિલ અને વીજળી બિલ સહિત સ્ટાફનું પેમેન્ટ કરવાનું રહે છે જેની સામે ઓર્ડર અને ગ્રાહકો નહિવત છે બીજી બાજુ સમયમર્યાદા સરકાર દ્વારા લાદવામાં આવી છે જેથી વેપારનો સમય વેપારીઓને મળી રહ્યો નથી અને લોકો કોરોનાના ભયથી ઓર્ડર પણ આપી રહ્યા નથી.. રેસ્ટોરન્ટની સાથે બેન્ક્વેટ હોલ ધરાવતા તમામ હોટલો પણ હાલના દિવસોમાં બંધ થઈ ગયા છે લોકો પાર્સલ લેવા પણ આવતા નથી.
આ પણ વાંચો : તૌકતે વાવઝોડાને પગલે રાજ્ય સરકારે 500 કરોડનું વાવાઝોડા કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું
સરકાર અમે પેકેજ અથવા તો કોઈ લાભ આપે
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે અમે સરકારને પૂછવા માંગીશ છું કે જ્યારે અન્ય ઉદ્યોગો જેવા કે ડાયમન્ડ અને ટેકસટાઇલ ચાલુ છે. લારી ગલ્લાઓ ચાલુ છે દુકાનો ચાલુ છે તો માત્ર અમારી ઇન્ડસ્ટ્રીને કેમ બાકાત રાખવામાં આવ્યું છે ? અમે છેલ્લા દોઢ વર્ષથી નુકસાની ભોગવી રહ્યા છે આ ઇન્ડસ્ટ્રી દક્ષિણ ગુજરાતમાં પાંચ લાખ લોકોને રોજગાર આપે છે. દર મહિને 100થી લઇને 200 કરોડ રૂપિયા સુધીનો નુકસાની છે. સરકાર અમારી ઇન્ડસ્ટ્રી માટે વિચારી રહી નથી. આ ઉદ્યોગ અંતની તરફ છે. અમે ઈચ્છીએ છીએ કે સરકાર અમે પેકેજ અથવા તો કોઈ લાભ આપે..