ETV Bharat / city

સુરતમાં મિનરલ વોટર પ્લાન્ટ પર આરોગ્ય વિભાગની તવાઇ, પાણીના સેમ્પલ લેવાયા - Sample of Water

સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા અનેક મિનરલ વોટર પ્લાન્ટમાં તપાસ કરવામાં આવી રહી છે. પ્લાન્ટમાંથી નમૂના લઈ તેને તપાસવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત બેદરકારી જણાતા સિલીંગ તેમજ દંડ ફટકારવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે.

સુરતમાં તમામ મિનરલ વોટર પ્લાન્ટ પર આરોગ્ય વિભાગે તપાસ શરૂ કરી

author img

By

Published : Feb 10, 2021, 9:27 AM IST

  • સુરતમાં મિનરલ વોટર પ્લાન્ટ પર આરોગ્ય વિભાગની તવાઈ
  • મિનરલ વોટર પ્લાન્ટમાંથી પાણીના સેમ્પલ લેવાયા
  • ગેરકાદયેસર ચાલતા મિનરલ વોટર પ્લાન્ટ સામે કાર્યવાહી થશે

સુરતઃ સુરતમાં અનેક જગ્યાએ મિનરલ વોટર પ્લાન્ટ ચાલી રહ્યા છે. જ્યાંથી લાખો લીટર પાણી લોકોના ઘર, ઓફિસ, દુકાને અને કારખાને પહોંચે છે. આથી આ મિનરલ વોટર પ્લાન્ટને લઈને આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. આરોગ્ય વિભાગ પોલીસની ટીમને સાથે રાખીને અલગ-અલગ વિસ્તારમાં તપાસ કરી રહ્યું છે. આરોગ્ય વિભાગની ટીમે તપાસ શરૂ કરી છે અને ગેરકાયદેસર ચાલતા મિનરલ વોટર પ્લાન્ટમાં પાણીના નમૂના લઈ તપાસ કરી કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી રહી છે.

શું છે નિયમ?

નિયમ મુજબ, ડ્રિન્કિંગ પ્લાન્ટ નાખનારે ફરજિયાત આઈએસઆઈ અને બીઆઈએસનું લાઇસન્સ લેવાનું હોય છે. પાલિકામાં એફિડેવિટ કરાવીને પરવાનગી લેવાની હોય છે. આ સાથે જ કાયદેસર ચાલતા પ્લાન્ટમાં લેબોરેટરી પણ ઊભી કરવાની હોય છે. સ્વચ્છતાનું પણ પૂરતું ધ્યાન રાખવું પડતું હોય છે. છાશવારે ઓડિટ અને ચેકિંગ આવતા હોય છે. આ બધા નિયમનોને ધ્યાને રાખીને આરોગ્ય વિભાગે તપાસ શરૂ કરી છે અને પાણીના સેમ્પલના નમૂના પણ લેવામાં આવી રહ્યા છે. જો બેદરકારી જણાય તો સિલિંગ તેમજ દંડ ફટકારવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે.

જીવાણું નષ્ટ કરવા ક્લોરિન વાયુ છોડવામાં આવે છે

ગેરકાયદે ચાલતા પ્લાન્ટમાં સ્વચ્છતાથી લઈને કોઈ જ બાબતની દરકાર લેવામાં આવતી નથી. નગરપાલિકા કે મહાનગરપાલિકાની વિતરણ વ્યવસ્થામાંથી મિનરલ વોટર બનાવવું કાયદેસર રીતે ગુનો બને છે. કાયદેસર રીતે ચાલતા પ્લાન્ટમાં પાણીને જંતુરહિત કરવા અલ્ટ્રાવાયોલિન કિરણોનો પણ ઉપયોગ કરવામાં આવે છે. બોટલમાં પાણી ચેક કરતા સમયે સૂક્ષ્મ જીવાણુઓને નષ્ટ કરવા એમાં ક્લોરિન વાયુ છોડવામાં આવે છે. ગેરકાયદે ચાલતા પ્લાન્ટના પાણી દૂષિત પણ હોય શકે છે. આથી આ દૂષિત પાણીથી પીવાથી બ્લડપ્રેશર, અસ્થમા, ડાયાબિટીસ અને હૃદયરોગ જેવા ગંભીર રોગ થઇ શકે છે. ખરાબ પાણી પીવાથી હાડકાં અને આંતરડાંના રોગ થઈ શકે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.