ETV Bharat / city

મૂળ ગુજરાતી અને અમેરિકામાં સ્થાયી થયેલા દંપતીએ વેક્સિનના ફેઝ-3ના ટ્રાયલમાં લીધો ભાગ - ભારત કોરોના

કોરોના વાઈરસને લીધે ફેલાયેલી મહામારી અટકાવવા માટે અમેરિકામાં સૌથી મોટા પ્રમાણમાં વેક્સિન ટ્રાયલ થઈ રહ્યુ છે. આ મહામારીથી લોકોનો જીવ બચી શકે એ માટે મૂળ ગુજરાતી અને વર્ષોથી અમેરિકામાં સ્થાયી થયેલા દંપતીએ વેક્સિનના ફેઝ 3ના ટ્રાયલમાં ભાગ લીધો છે. દંપતી સિનિયર સીટીઝન છે, તેમ છતાં લોકોને વહેલી તકે વેક્સિન મળી શકે તે માટે સામેથી રજિસ્ટ્રેશન કરાવી વેક્સિન ટ્રાયલમાં ભાગ લીધો હતો.

મૂળ ગુજરાતી, અમેરિકામાં સ્થાયી થયેલા દંપતીએ વેક્સિનના ફેઝ-3ના ટ્રાયલમાં લીધો ભાગ

author img

By

Published : Nov 25, 2020, 2:06 PM IST

Updated : Nov 25, 2020, 8:12 PM IST

  • 2 વર્ષની કેસ સ્ટડી હોવાથી કંપની રાખશે દંપતિનું ધ્યાન
  • કંપનીએ નવી ટેકનોલોજી દ્વારા બનાવી વેક્સિન
  • વેક્સિનથી દુનિયાને મળશે કોરોનાથી મુક્તિ

સુરત: કોરોના વાઈરસને લીધે ફેલાયેલી મહામારી અટકાવવા માટે અમેરિકામાં સૌથી મોટો પ્રમાણમાં વેક્સિન ટ્રાયલ થઈ રહ્યુ છે. આ મહામારીથી લોકોનો જીવ બચી શકે માટે મૂળ ગુજરાતી અને અમેરિકામાં સ્થાયી થયેલા દંપતીએ વેક્સિનના ફેઝ 3ના ટ્રાયલમાં ભાગ લીધો છે. દંપતી સિનિયર સીટીઝન છે, તેમ છતાં લોકોને વહેલી તકે વેક્સિન મળી શકે માટે સામેથી રજિસ્ટ્રેશન કરાવી વેક્સિન ટ્રાયલમાં ભાગ લીધો હતો. મનાવતા માટે ટ્રાયલ અમેરિકાના સેન ફ્રાન્સિસ્કો નજીક છેલ્લા 45 વર્ષથી રહેતા મૂળ ગુજરાતી શાહ દંપતીએ હાલ જ કોરોના વેક્સિનના ટ્રાયલમાં ભાગ લીધો છે.

મૂળ ગુજરાતી, અમેરિકામાં સ્થાયી થયેલા દંપતીએ વેક્સિનના ફેઝ-3ના ટ્રાયલમાં લીધો ભાગ
મૂળ ગુજરાતી, અમેરિકામાં સ્થાયી થયેલા દંપતીએ વેક્સિનના ફેઝ-3ના ટ્રાયલમાં લીધો ભાગ

સતીશ શાહ માઇક્રોસોફ્ટમાં એક્ઝિક્યુટિવ તરીકે ફરજ બજાવી ચુક્યા છે.

સતીશ શાહ 1973માં ન્યુયોર્ક યુનિવર્સિટીમાંથી કમ્પ્યુટર સાયન્સમાં માસ્ટર માટે યુ.એસ ગયા હતા. ત્યાર પછી ત્યાં જ સ્થાયી થઈ ગયા હતા. સતીશ શાહ માઇક્રોસોફ્ટમાં એક્ઝિક્યુટિવ તરીકે ફરજ બજાવી ચુક્યા છે. નિવૃત્ત થયા પછી તેમણે “યુનિટિફાઇડ કમ્યુનિકેશન્સ ફોર ડમીઝ” નામનું એક પુસ્તક લખ્યું હતું. તેઓ માઇક્રોસોફ્ટ ટેકનોલોજીમાં કન્સલ્ટિંગ અને ટ્રેનિંગ આપે છે. સતીષ અને તેની પત્ની લીલામ હવે શહેર પોલીસ વિભાગ, વરિષ્ઠ જૂથો અને સેવાભાવીઓ માટે સ્વયંસેવક છે. લીલમ શાહ પણ છેલ્લા 42 વર્ષથી અમેરિકામાં રહે છે. તેઓએ કેમિસ્ટ્રીમાં ડિગ્રી મેળવી છે, તેમજ બાયોટેક કંપનીમાં DNA નિષ્ણાંત તરીકે કામ કર્યું હતું. હવે નિવૃત્ત થઈ તે ચેરિટી અને વરિષ્ઠ જૂથો માટે સ્વયંસેવક તરીકે કાર્યરત છે.

વેક્સિનના કારણે બાળકો જઈ શકશે શાળાએ

સતીશ શાહે જણાવ્યું હતું કે, આ વેક્સિન ટ્રાયલમાં ભાગ લેવો એ અમે પોતાની ફરજ સમજી હતી. માનવતાના કારણે એક વ્યક્તિ જ બીજા વ્યક્તિના કામે આવી શકે. વેક્સિન સફળ રહેશે અને દુનિયાના લોકોને મળી રહેશે તો અમારું આ યોગદાન સફળ થઈ જશે. હાલ જ મોડર્ના કંપનીએ જણાવ્યું છે કે, 95 ટકા વેક્સિન સફળ છે જેને સાંભળી અમે ખૂબ જ ખુશ છીએ. કારણ કે, હવે આ વેક્સિનના કારણે બાળકો શાળાએ જઈ શકશે. લોકો ફરીથી સામાન્ય જીવન જીવી શકશે. વેક્સિનના પ્રથમ કેટલાક દિવસ કોઇપણ પ્રકારનું રિએક્શન મને અને મારા પત્નીને થયું નથી. જ્યારે બીજા શોર્ટમાં 28 દિવસ બાદ જ્યારે ફરીથી વેક્સિન લગાવી ત્યારબાદ મને 102 ડિગ્રી તાવ, માથા અને શરીરના દુખાવાનો અનુભવ થયો હતો, આથી ડોક્ટરની સલાહ લીધી જેમાં ડોક્ટરે દવા જણાવી હતી. જેને લીધા બાદ મારો તાવ ઉતરી ગયો હતો અને તકલીફો પણ દૂર થઇ હતી. કોઈપણ વ્યક્તિને વેક્સિન લીધા બાદ તેની અસર થાય છે. આ અસરથી જાણવા મળ્યું કે, અમારા શરીરમાં એન્ટીબોડી ડેવલપ થઈ રહી છે. જે રિએક્શન થયું તેને લઇ ડોક્ટરોએ જણાવ્યું હતું કે, તમને 90 ટકા જેટલો શોર્ટ મળી ગયો છે. તેને જાણીને અમે ખૂબ જ પ્રસન્ન થયા હતા.

આ કંપનીએ નવી ટેકનોલોજી દ્વારા બનાવી વેક્સિન

લીલમ શાહે જણાવ્યું હતું કે, કોરોના મહામારીના કારણે લોકોને તકલીફમાં જોઈને અમને વિચાર આવ્યો કે, અમે પણ લોકો માટે કંઈક કરી શકીએ છીએ. આ મહામારી માટે જે કંપની વેક્સિન બનાવી રહી હતી. તેમની સાથે અમે સંપર્ક કર્યો હતો. આ કંપનીએ નવી ટેકનોલોજી દ્વારા વેક્સિન બનાવી છે. આ વેક્સિન અગાઉ જે વ્યક્તિને આપવામાં આવી હતી. તેમાં વાઈરસ માનવ શરીરમાં મોકલવામાં આવતો હતો. પરંતુ આ નવી ટેકનોલોજી જુદી છે. આ વેક્સિન દ્વારા શરીરમાં સેલ મુકવામાં આવે છે. જે પ્રોટીન બનાવે છે.

મૂળ ગુજરાતી અને અમેરિકામાં સ્થાયી થયેલા દંપતીએ વેક્સિનના ફેઝ-3ના ટ્રાયલમાં લીધો ભાગ

ઈશ્વર તમામને આ મહામારીથી મુક્ત કરે

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ટ્રાયલ માટે તમામ દસ્તાવેજો અને ફોન ઉપર ઈન્ટરવ્યૂ પણ આપવામાં આવ્યા હતા. તેઓએ અમારી મેડિકલ હિસ્ટ્રી પણ મેળવી હતી. વેક્સિનના ટ્રાયલ બાદ સમયસર તમામ જાણકારીઓ કંપની દ્વારા મેળવવામાં આવી રહી હતી. ટ્રાયલમાં ભાગ લેવા પછી ખૂબ જ આનંદ થયો કે અમે દુનિયા માટે કોરોના વેક્સિનના ફેઝ 3ના ટ્રાયલમાં ભાગ લીધો છે. આ કેસ સ્ટડી કંપની માટે બે વર્ષની છે. બે વર્ષ સુધી કંપની દ્વારા અમારી કાળજી લેવામાં આવશે. કંપની જોશે કે, આ વેક્સિનના કારણે અમારા શરીરમાં શું પરિવર્તન આવે છે. અમને કશું સારું કરવાની તક મળી છે, અમે ઈશ્વરને પ્રાર્થના કરીશું કે, ઈશ્વર તમામને આ મહામારીથી મુક્ત કરે.

Last Updated : Nov 25, 2020, 8:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.