ETV Bharat / city

સુરતમાં 14 વર્ષના બ્રેઈનડેડ બાળકના બન્ને હાથોનું દાન કરાવવાની દેશની સૌપ્રથમ ઘટના - Kiran Hospital

ડોનેટ લાઈફ દ્વારા સુરતથી સૌથી નાની ઉમરના એટલે કે 14 વર્ષના બ્રેઈનડેડ બાળકના બંને હાથોનું દાન કરાવવાની દેશની સૌપ્રથમ ઘટના બની છે. દેશમાં સૌપ્રથમ વખત ડોનેટ લાઈફ (Donate Life) ના માધ્યમથી ડાયાલિસિસ કરાવતા બાળકના હૃદય, ફેફ્સાં, લિવર, ચક્ષુઓ સહીત બન્ને હાથોનું દાન સુરતની કિરણ હોસ્પિટલથી કરાવવામાં આવ્યું છે. 14 વર્ષીય ધાર્મિક અજયભાઈ કાકડિયાના પરિવારે પોતાના વ્હાલસોયા બાળકના હૃદય, ફેફ્સાં, લિવર, ચક્ષુઓ સહીત બન્ને હાથોનું દાન કરી છ વ્યક્તિઓને નવજીવન બક્ષી, માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે.

સુરતમાં 14 વર્ષના બ્રેઈનડેડ બાળકના બન્ને હાથોનું દાન કરાવવાની દેશની સૌપ્રથમ ઘટના

author img

By

Published : Oct 31, 2021, 12:43 PM IST

Updated : Nov 1, 2021, 7:32 AM IST

  • સુરતમાંથી હ્રદયના દાનની સાડત્રીસમી અને ફેફ્સાના દાનની અગિયારમી ઘટના
  • ડોનેટ લાઈફના માધ્યમથી ડાયાલિસિસ કરાવતા બાળકના હૃદય, ફેફ્સાં, લિવર, ચક્ષુઓ સહીત બન્ને હાથોનું દાન
  • દાન કરી છ વ્યક્તિઓને નવજીવન બક્ષી, માનવતાની મહેક ફેલાવી
  • સૌપ્રથમ વખત એક જ દિવસમાં ત્રણ ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા હતા

સુરત: દેશમાં સૌપ્રથમ વખત ડોનેટ લાઈફ (Donate Life) ના માધ્યમથી ડાયાલિસિસ કરાવતા બાળકના હૃદય, ફેફ્સાં, લિવર, ચક્ષુઓ સહીત બન્ને હાથોનું દાન સુરતની કિરણ હોસ્પિટલથી કરાવવામાં આવ્યું છે. 14 વર્ષીય ધાર્મિક અજયભાઈ કાકડિયાના પરિવારે પોતાના વ્હાલસોયા બાળકના હૃદય, ફેફ્સાં, લિવર, ચક્ષુઓ સહીત બન્ને હાથોનું દાન કરી છ વ્યક્તિઓને નવજીવન બક્ષી, માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે.

સુરતમાં 14 વર્ષના બ્રેઈનડેડ બાળકના બન્ને હાથોનું દાન કરાવવાની દેશની સૌપ્રથમ ઘટના

સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર સિટી તરીકે ખ્યાતી પામી રહ્યું છે

શહેર પોલીસના સહકારથી હાથ, હ્રદય અને ફેફ્સાં સમયસર મુંબઈ, ચેન્નાઈ અને અમદાવાદ પહોંચાડવા માટે સૌપ્રથમ વખત એક જ દિવસમાં ત્રણ ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા હતા. ટેક્સટાઇલ અને ડાયમંડ સિટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર સિટી તરીકે ખ્યાતી પામી રહ્યું છે. સુરતની હોસ્પિટલથી મુંબઈનું 292 કિમીનું અંતર 105 મિનિટમાં કાપીને બન્ને હાથનું ટ્રાન્સપ્લાન્ટ (Transplant) પુનાના રહેવાસી 32 વર્ષીય વ્યક્તિમાં મુંબઈની ગ્લોબલ હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે.

આંખોનું ટ્રાન્સપ્લાન્ટ સુરતની કિરણ હોસ્પિટલમાં કરવામાં આવ્યું

હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ ધોરણ 11 માં આભ્યાસ કરતા જૂનાગઢના રહેવાસી 15 વર્ષીય વિદ્યાર્થીમાં અમદાવાદની સીમ્સ હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે. ફેફ્સાનું ટ્રાન્સપ્લાન્ટ આંધ્રપ્રદેશના 44 વર્ષીય વ્યક્તિમાં ચેન્નાઈની MGM હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે. લિવરનું ટ્રાન્સપ્લાન્ટ પાટણના રહેવાસી 35 વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે. આંખોનું ટ્રાન્સપ્લાન્ટ સુરતની કિરણ હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે.

મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો

રામપાર્ક સોસાયટી, ડભોલી ચાર રસ્તા, કતારગામ મુકામે રહેતા 14 વર્ષીય ધાર્મિકને તા. 27-10-2021 ના રોજ ઉલટીઓ થતા તેમજ બ્લડ પ્રેસર વધી જવાને કારણે કિરણ હોસ્પિટલમાં ન્યુરોફીજીશિયન ડૉ. હીના ફળદુની સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યો હતો. નિદાન માટે સિટી સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજને કારણે મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું અને સોજો હોવાનું નિદાન થયું હતું. ન્યુરોસર્જન ડૉ. ભૌમિક ઠાકોરે ક્રેનીયોટોમી કરી મગજમાં જામેલો લોહીનો ગઠ્ઠો અને સોજો દુર કર્યો હતો. શુક્રવારે તા.29 ઓક્ટોબરના રોજ કિરણ હોસ્પિટલ (Kiran Hospital) ના ડોક્ટરોએ ધાર્મિકને બ્રેઈનડેડ જાહેર કરતા ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી ધાર્મિકના પરિવારજનોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી.

એક વર્ષથી અઠવાડિયામાં ત્રણ વખત તેને ડાયાલિસિસ કરાવવું પડતું હતું

ધાર્મિકના માતા- પિતા લલીતાબેન અને અજયભાઈએ જણાવ્યું કે, અમારા બાળકને છેલ્લા પાંચ વર્ષથી કિડનીની તકલીફ હતી અને છેલ્લા એક વર્ષથી અઠવાડિયામાં ત્રણ વખત તેને ડાયાલિસિસ કરાવવું પડતું હતું. ડાયાલિસિસની પીડા શું હોય તે અમે સારી રીતે જાણીએ છીએ. ધાર્મિકને કિડની ટ્રાન્સપ્લાન્ટ (Transplant) કરાવવા માટેની પ્રક્રિયા પણ ચાલતી હતી. આજે જ્યારે અમારો ધાર્મિક બ્રેઈનડેડ છે, ત્યારે તેના અંગોના દાન થકી તેના જેવા બીજા ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવું જીવન મળતું હોય તો અંગદાન માટે આપ આગળ વધો.

દેશનું 19 મું હાથનું ટ્રાન્સપ્લાન્ટ

દેશમાં સૌપ્રથમ વખત 2015 માં કોચીમાં અમૃતા હોસ્પિટલમાં હાથનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. સુરતથી ડોનેટ લાઈફના માધ્યમથી દાન કરવામાં આવેલા હાથનું ટ્રાન્સપ્લાન્ટ દેશનું 19 મું હાથનું ટ્રાન્સપ્લાન્ટ છે પરંતુ સૌથી નાની ઉમરના એટલે કે 14 વર્ષના બાળકના હાથોનું દાન કરવામાં આવ્યું હોય તેવી દેશની આ સૌપ્રથમ ઘટના છે. તદ્દ ઉપરાંત ફીસ્યુલાવાળા હાથનું ટ્રાન્સપ્લાન્ટ થયું હોય તેવી પણ દેશની સૌ પ્રથમ ઘટના છે.

દીકરાના હાથોનું દાન કરવાની મંજુરી

પરિવારજનો તરફથી લિવર, હૃદય, ફેફ્સાં અને આંતરડાના દાનની મંજુરી આપવામાં આવી હતી. જે બાદ નિલેશ માંડલેવાલાએ પરિવારજનોને સમજાવતા જણાવ્યું હતું કે, દેશમાં ઘણા બધા વ્યક્તિઓના હાથ અકસ્માતે કપાઈ જાય છે અને તેઓને સામાન્ય જીવન જીવવામાં ખુબ જ મુશ્કેલીઓ પડતી હોય છે. જો તમે તમારા વ્હાલસોયા દીકરાના હાથોનું દાન કરવાની મંજુરી આપો તો કોઈકને હાથ ટ્રાન્સપ્લાન્ટ દ્વારા નવું જીવન મળી શકે. પરિવારજનોએ એકી અવાજે પોતાના હૃદય ઉપર પત્થર મુકીને દિલના ટુકડા એવા પોતાના વ્હાલસોયા બાળકના હાથનું દાન કરવાની મંજુરી આપી જણાવ્યું કે, શરીર બળીને રાખ જ થઇ જવાનું છે. અમારા બાળકના જેટલા પણ અંગો જરૂરિયાતમંદ દર્દીઓને કામ લાગી શકે તે બધા જ અંગોનું દાન કરાવો.
આંતરડાનું દાન થઇ શક્યું નહોતું

ટ્રાન્સપ્લાન્ટ માટે કોઈ દર્દી ન હોવાથી આંતરડાનું દાન ન થયું

SOTTO દ્વારા લિવર અમદાવાદની ઝાયડસ હોસ્પિટલને, હૃદય અમદાવાદની સીમ્સ હોસ્પિટલને, ROTTO દ્વારા હાથ મુંબઈની ગ્લોબલ હોસ્પિટલને, NOTTO દ્વારા ફેફ્સાં ચેન્નાઈની MGM હોસ્પીટલને ફાળવવામાં આવ્યા. NOTTO દ્વારા આંતરડાના ટ્રાન્સપ્લાન્ટ માટે દેશભરમાં એલર્ટ મુકવામાં આવ્યું હતું પરંતુ દેશામાં B પોઝિટિવ બ્લડગ્રુપના ટ્રાન્સપ્લાન્ટ માટે કોઈ દર્દી ન હોવાથી આંતરડાનું દાન થઇ શક્યું નહોતું.

આ પણ વાંચો: 19 વર્ષીય 'બ્રેઈનડેડ' યુવાને ચાર વ્યક્તિઓને આપ્યું નવજીવન

વીજ કરંટ લગવાને કારણે વ્યક્તિના બન્ને હાથ અને પગ કપાઈ ગયા

સુરતની કિરણ હોસ્પિટલથી મુંબઈનું 292 કિમીનું અંતર 105 મિનિટમાં કાપીને ધાર્મિકના બન્ને હાથનું ટ્રાન્સપ્લાન્ટ પુનાના રહેવાસ વ્યક્તિમાં ડૉ.નિલેશ સતભાયા અને તેમની ટીમ દ્વારા મુંબઈની ગ્લોબલ હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે. આ વ્યક્તિને ત્રણ વર્ષ પહેલા વીજ કરંટ લગવાને કારણે તેના બન્ને હાથ અને પગ કપાઈ ગયા હતા તે પુનામાં એક કંપનીમાં ક્લેરીકલ વિભાગમાં ફરજ બજાવતો હતો. તેના પરિવારમાં પત્ની અને બે બાળકો છે. મુંબઈમાં હાથનું આ ચોથું ટ્રાન્સપ્લાન્ટ છે.

આ પણ વાંચો: સુરતના પરિવારને સલામ, અંગદાન કરી ત્રણ વ્યક્તિઓને નવજીવન આપ્યું

ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યો

હાથનું ટ્રાન્સપ્લાન્ટ છથી આઠ કલાકમાં કરવાનું હોય છે નહિ તો હાથ કામ કરતા બંધ થઇ જાય છે. તેથી બન્ને હાથને સમયસર મુંબઈ મોકલવા માટે સુરત શહેર પોલીસના સહકારથી ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યો હતો અને ચાર્ટર વિમાન મારફતે હાથને 105 મિનિટમાં મુંબઈની ગ્લોબલ હોસ્પિટલ પહોચાડવામાં આવ્યા હતા.

આંતરરાષ્ટ્રીય સ્તરે અંગદાનના ક્ષેત્રમાં મહત્વનું સ્થાન

ગુજરાતમાંથી હૃદયદાનની પચાસમી અને ફેફ્સાના દાનની તેરમી ઘટના છે. જેમાં સુરતમાંથી ડોનેટ લાઈફ દ્વારા સાડત્રીસ હૃદય દાન અને 11 જોડ ફેફ્સા દાન કરાવવામાં આવ્યા છે. સુરતે ડોનેટ લાઈફના માધ્યમથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અંગદાનના ક્ષેત્રમાં મહત્વનું સ્થાન મેળવ્યું છે. સુરતથી દાનમાં મેળવવામાં આવેલા હૃદય અને ફેફ્સાં દેશના જુદા જુદા શહેરો જેવા કે દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, બેંગ્લોર, કલકત્તા, હૈદરાબાદ, ઇન્દોર અને અમદાવાદ જેવા શહેરોમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. દેશમાં સૌપ્રથમ વખત ડોનેટ લાઈફ દ્વારા સૌથી નાની ઉમરના એટલે કે 14 વર્ષના બ્રેઈનડેડ બાળકના બંને હાથોનું દાન કરાવવામાં આવ્યું છે.

Last Updated : Nov 1, 2021, 7:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.