ETV Bharat / city

બે વર્ષથી ઉપરના બાળકો માટેની વેક્સિન ટ્રાયલ ત્રીજા ફેઝમાં, કો-વેક્સિનને સપ્ટેમ્બરમાં મળી શકે છે WHOની માન્યતા: મનસુખ માંડવીયા

અંકલેશ્વરમાં ભારત બાયોટેકની કો-વેક્સિનનું પ્રોડક્શન શરૂ થઈ ગયું છે અને પ્રથમ બેચને કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવીયાના હસ્તે રિલીઝ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે તેઓએ નાના બાળકો માટે વેક્સિન અને કો-વેક્સિનની માન્યતા માટે અગત્યની જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, સપ્ટેમ્બર માસ સુધી WHO દ્વારા ભારત બાયોટેકની કો-વેક્સિન (COVAXIN) ને માન્યતા પણ મળી શકે છે.

Gujarat News
Gujarat News
author img

By

Published : Aug 29, 2021, 5:13 PM IST

  • અંકલેશ્વરમાં ભારત બાયોટેકની કો-વેક્સિનનું પ્રોડક્શન શરૂ
  • પ્રથમ બેચને કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવીયાના હસ્તે રિલીઝ કરવામાં આવ્યો
  • બે વર્ષથી ઉપરના બાળકો માટેની વેક્સિન ટૂંક જ સમયમાં દેશને મળી જશે: મનસુખ માંડવીયા

સુરત: અંકલેશ્વરમાં ભારત બાયોટેકની કો-વેક્સિન (COVAXIN) નું પ્રોડક્શન શરૂ થઈ ગયું છે અને પ્રથમ બેચને કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવીયાના હસ્તે રિલીઝ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે તેઓએ નાના બાળકો માટે વેક્સિન અને કો-વેક્સિનની માન્યતા માટે અગત્યની જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, બે વર્ષથી ઉપરના બાળકો માટેની વેક્સિન ટૂંક જ સમયમાં દેશને મળી જશે. નાના બાળકોની વેક્સિનની ટ્રાયલ ત્રીજા ફેઝમાં છે. એટલું જ નહીં તેઓએ જણાવ્યું હતું કે, સપ્ટેમ્બર માસ સુધી WHO દ્વારા ભારત બાયોટેકની કો-વેક્સિનને માન્યતા પણ મળી શકે છે.

અંકલેશ્વરમાં ભારત બાયોટેકની કો-વેક્સિનનું પ્રોડક્શન શરૂ

સપ્ટેમ્બર માસ સુધી WHO દ્વારા ભારત બાયોટેકની કો-વેક્સિનને પણ મળી શકે છે માન્યતા

કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે, વેક્સિનેશનનું અભિયાન વધારવા માટે અમે મેન્યુફેક્ચરિંગ વધારી રહ્યા છે. ભારત બાયોટેક કમ્પની દ્વારા ગુજરાતની ધરતી પર પ્રથમ વાર કો-વેક્સિન મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ શરૂ કર્યો છે. આવનારા દિવસોમાં અમદાવાદની હાસ્ટાર બાયોલોજીકલ કમ્પની પણ તૈયારી કરી રહી છે. એની સાથે એગ્રીમેન્ટ પણ થઇ ગયું છે અને કામ પણ શરૂ થઈ ગયું છે. અમને અપેક્ષા છે કે બે મહિનામાં તેનું કામ પણ શરૂ થઈ જશે. આગામી મહિને 23 કરોડ ડોઝ આપવામાં આવશે. ભારત માટે આ ગૌરવની વાત છે. આવતા મહિનાથી 1 દિવસમાં 1 કરોડ ડોઝ લગાવવાની ક્ષમતા ભારત દેશમાં થશે.

થર્ડ ટ્રાયલ માટે પણ પરમિશન આપવામાં આવી

નાના બાળકોની વેક્સિનને લઈ અગત્યની વાત દેશને માંડવીયાએ કરી છે. તેઓએ જણાવ્યું છે કે, હાલ ઝાયડસ કેડિલાની વેક્સિન આવી છે. ઈમરજન્સી યુઝ ઓથોરાઈઝેશન આપવામાં આવ્યું તે 12 વર્ષથી વધારે વયના બાળકોને આપવામાં આવશે. ભારત બાયોટેક કંપનીને રિસર્ચ માટે ની અનુમતિ આપવામાં આવી છે. રિસર્ચ એનાલિસિસ ચાલી રહ્યું છે. ટ્રાયલ પણ ચાલી રહી છે. બે વર્ષની ઉપરના બાળકોને આ વેક્સિન લાગશે આ માટે થર્ડ ટ્રાયલ માટે પણ પરમિશન આપવામાં આવી છે. અમે આશા રાખીએ છીએ કે બાળકોની વેક્સિન પણ ભારતમાં તૈયાર થાય અને તેનું મેન્યુફેક્ચરિંગ પણ ભારતમાં થાય.

સપ્ટેમ્બર માસમાં તેને પરમિશન મળી જશે

WHO માં કો-વેક્સિનને માન્યતા અંગે તેઓએ જણાવ્યું હતું કે, કો-વેક્સિને પોતાનો તમામ ડેટા WHO માં સબમીટ કરી દીધો છે. WHO ના ચીફ સાયન્ટીસ્ટ સોમ્યા સ્વામીનાથનની સાથે મારી વ્યક્તિગત મીટીંગ થઇ છે. અમે આશા રાખીએ છીએ કે, સપ્ટેમ્બર માસમાં તેને પરમિશન મળી જશે.

સંભવિત ત્રીજી લહેર માટે તમામ તૈયારીઓ કરાઈ છે

ત્રીજી લહેરને લઈ પણ માંડવીયાએ કહ્યું હતું કે, કોરોનાની ત્રીજી લહેર માટે અમે તમામ તૈયારીઓ કરી લીધી છે. સામુહિક પ્રયાસ કરીશું તો અમે સંક્રમણને નાથી શકીશું. જેને માટે આવશ્યક છે કે, અમે કોવિડ પ્રોટોકોલનું પાલન કરીએ, વેક્સિન અભિયાનને તેજીથી આગળ વધારીએ. આવનારા દિવસોમાં જો કોઈ રાજ્યમાં કોરોનાના કેસ વધશે તો તેની પૂર્વ તૈયારીમાં અમે અગાઉથી જ 23 હજાર કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું છે. સાથે અમે તમામ રાજ્યોને આપવાની શરૂઆત પણ કરી દીધી. આ રકમથી રાજ્ય સરકાર તકેદારીના ભાગરૂપે તમામ તૈયારીઓ કરવાની હોય છે. જો સંભવત: બાળકોને સંક્રમણ થાય તો તે માટે તૈયારીઓ કરવામાં આવશે.

હડકવાની રસીના ઉત્પાદનને અટકાવી કોરોના વેક્સિનનું ઉત્પાદન કરી રહી છે

અત્રે ઉલ્લેખનીય છે કે, અંકલેશ્વર સ્થિત સબ્સિડરી Chiron Behring Vaccines ની વાર્ષિક 20 કરોડ ડોઝ ઉત્પાદનની ક્ષમતા છે. યુનિટ તેના હડકવાની રસીના ઉત્પાદનને અટકાવી કોરોના વેક્સિનનું ઉત્પાદન કરી રહી છે. ભારત બાયોટેકે અત્યાર સુધી વેક્સિનના 5 અબજ ડોઝ વિશ્વને આપ્યા છે. કંપની 145 ગ્લોબલ પેટન્ટ ધરાવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.