ETV Bharat / city

દક્ષિણ ગુજરાતના ખેડૂત સમાજે વડાપ્રધાન મોદીના નિર્ણયને આવકાર્યો, એકબીજાને મીઠાઇ ખવડાવી - ખેડૂતોમાં ઉજવણીનો માહોલ

શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) ખેડૂતો માટે બનાવવામાં આવેલ ત્રણ કૃષિ કાયદાઓને પાછા ખેંચતા (Three agricultural laws were withdrawn) દક્ષિણ ગુજરાતના ખેડૂત સમાજ (farming community of South Gujarat) દ્વારા આ નિર્ણયને આવકારવામાં આવ્યો હતો, અને એકબીજાને મીઠાઇ ખવડાવી, ફટાકડા ફોડી ઉજવણી કરી હતી.

દક્ષિણ ગુજરાતના ખેડૂત સમાજે વડાપ્રધાન મોદીના નિર્ણયને આવકાર્યો, એકબીજાને મીઠાઇ ખવડાવી

author img

By

Published : Nov 20, 2021, 4:36 PM IST

  • દક્ષિણ ગુજરાતના ખેડૂત સમાજે નિર્ણયને આવકાર્યો
  • કૃષિ કાયદાને પરત ખેંચતા ખેડૂતોમાં ખુશીનો માહોલ
  • આંદોલન દરમિયાન ૭૦૦ જેટલા ખેડૂતોએ પોતાના જીવ ગુમાવ્યા
  • મૂડીવાદની સામે ગ્રામીણ ભારતીયોની જીત

સુરત: 14 મહિના પહેલા મોદી સરકારે કૃષિ કાયદાને લઈને ત્રણ મોટા વિવાદાસ્પદ નિર્ણય લીધા હતા, જેના કારણે આ કાયદાનો વિરોધ ચાલતો હતો. આ કાયદાને લઈને દેશભરના ખેડૂતોમાં અસંતોષ લાગણીની લહેરો જોવા મળી હતી. શુક્રવારે દેશના વડાપ્રધાને (PM Narendra Modi) રાષ્ટ્રને સંબોધન કરતાં કૃષિ કાયદા માટે બનાવેલા ત્રણ નિર્ણયો પરત ખેંચવાની જાહેરાત (Three agricultural laws were withdrawn) કરી હતી. લોકસભાના સત્રમાં વિધિવત રીતે ત્રણે કાયદાઓને પરત ખેંચવામાં આવશે. આ નિર્ણયને લોકોએ આવકાર્યો હતો, જેના કારણે ખેડૂતોમાં ઉજવણીનો માહોલ (celebration among the farmers) જોવા મળ્યો હતો. સુરતના જહાંગીરપુરા ખાતે આવેલ ખેડૂતો એકત્રિત થઈને આ નિર્ણયને આવકાર્યો હતો, તેમણે એકબીજાને મીઠાઇ ખવડાવી અને ફટાકડા ફોડી ઉજવણી કરી હતી.

આ નિર્ણયને કારણે ખેડૂતોને ખૂબ લાંબી લડાઈ લડવી પડી

જ્યારે આ કૃષિ કાયદો ઘડવામાં આવ્યો ત્યારે ખેડૂતો દ્વારા આ કાયદાનો(farmers protest against agricultural laws) વિરોધ કરવામાં આવ્યો હતો અને દેશની રાજધાની દિલ્હી, પંજાબથી લઇ દેશના ઘણા રાજ્યોના ગામડાઓમાં આ કાયદાનો ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. દિલ્હી અને પંજાબમાં સતત 14 મહિના સુધી આ વિરોધ ચાલતો જ રહ્યો હતો. આંદોલન દરમિયાન ૭૦૦ જેટલા ખેડૂતોએ પોતાના જીવ ગુમાવ્યા છે, ખેડૂતોને ટેકાના ભાવ મળી રહે તે માટે કેન્દ્ર સરકાર પાસે કાયદા પાછા ખેંચવા માટે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. મોદી સરકારના આ નિર્ણયને કારણે ખેડૂતોને ખૂબ જ લાંબી લડાઈ લડવી પડી હતી. પરંતુ અંતે સરકારે કૃષિ કાયદાને પરત ખેંચતા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૃષિ કાયદા પાછા ખેચ્યાં

તાનાશાહીના સામે લોકશાહીની જીત

ખેડૂત સમાજ આગેવાન જય પાલ જણાવે છે કે, મૂડીવાદની સામે ગ્રામીણ ભારતીયોની જીત થઈ છે. ગ્રામીણ ભારત દ્વારા આ કાયદાનો સતત વિરોધ કરવામાં આવી રહ્યો હતો. બીજુ એમ કહી શકાય કે "તાનાશાહી સામે લોકશાહીની જીત થઈ છે" દિલ્હીની બોર્ડર ઉપર સંયુક્ત કિસાન મોરચા દ્વારા જે આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે, તેમાં અમે લોકો મેં મહિનાથી જોડાયેલા છીએ. સરકાર દ્વારા આ જે નિર્ણય લેવામાં આવ્યો છે તેને અમે આવકારીએ છીએ, પરંતુ જ્યારે પાર્લામેન્ટમાં આ કાયદાને રદ કરવામાં આવશે ત્યારે અમારું આંદોલન પૂર્ણ થશે.

દક્ષિણ ગુજરાતના ખેડૂત સમાજે વડાપ્રધાન મોદીના નિર્ણયને આવકાર્યો, એકબીજાને મીઠાઇ ખવડાવી

કિસાનોને કારણે જ આ કાયદો પરત ખેંચવામાં આવ્યો છે

વડાપ્રધાન દ્વારા કાયદો પરત ખેંચવાની જે જાહેરાત કરવામાં આવી છે, તેને અમે આવકારીએ છીએ અને માનીએ છીએ. આ નિર્ણય પહેલા પણ લઈ શકાતો હતો, આ કાયદો ખોટી રીતે બનાવવામાં આવ્યો હતો. આ કાયદો પરત ખેંચવાનો નિર્ણય પહેલા જ કરી દીધો હોત તો અમારા 700 જેટલા કિસાનોને જીવ ગુમાવવો પડતો નહીં. કિસાનોને કારણે જ આ કાયદો પરત ખેંચવામાં આવ્યો છે તેવુ મને લાગી રહ્યું છે, અમે લોકો પહેલાથી જ કહેતા આવ્યા છે કે આ કિસાન વિરોધી કાયદો છે અને તે નિર્ણય લેવાઈ ચૂકાયો છે, એટલે જ તેમણે આ કાયદો રદ કર્યો છે.

આ પણ વાંચો: repeal farm law: કાયદાઓ ખેડૂતોના હિત માટે હતા પણ સમજાવવામાં અને સમજવામાં ક્યાંક ચૂંક થઈ છે: આરોગ્યપ્રધાન ઋષિકેષ પટેલ

દેશના ઘણા રાજ્યોના ખેડૂતોમાં ઉગ્ર આંદોલનો જોવા મળ્યા

તેમણે વધુમાં કહ્યું કે બની શકે છે આગામી ચૂંટણીના કારણે આ કાયદો પરત ખેંચવાનો નિર્ણય લીધો હોય, પરંતુ મને નથી લાગતુ કે 700 કિસાનોને માર્યા પછી આ કાયદો પાછો ખેંચવામાં આવે તો તેનાથી કોઈ ફરક પડી શકે. પરંતુ આ કૃષિ વિરોધી કાયદાને લઈને દેશના ઘણા રાજ્યોના ખેડૂતોમાં ઉગ્ર આંદોલનો જોવા મળ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.