ETV Bharat / city

વર્લ્ડ એઇડ્સ ડે: દેશની HIV પોઝિટિવ મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની કવાયત સુરતથી શરૂ થઇ

દેશની HIV પોઝિટિવ મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની કવાયત સુરતથી શરૂ થઇ છે. ગુજરાત સ્ટેટ નેટવર્ક ઓફ પિપલ લિવિંગ વીથ HIV એઇડ્ઝ સંસ્થા દ્વારા સ્કોપ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યા છે. HIV પોઝિટિવ મહિલાઓ કે જેઓ આવડત અને કુશળતા ધરાવે છે તેને વધુ ટ્રેનિંગ આપી તેમને આવકનો સ્ત્રોત ઉભો કરી આપવામાં આવે છે. આ પ્રોગ્રામ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ શરૂ કરવામાં આવ્યા છે.

દેશની HIV પોઝિટિવ મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની કવાયત સુરતથી શરૂ થઇ
HIV પોઝિટિવ મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની કવાયત સુરતથી શરૂ થઇ
author img

By

Published : Dec 1, 2020, 11:01 PM IST

  • ગુજરાત સ્ટેટ નેટવર્ક ઓફ પિપલ લિવિંગ વીથ HIV એઇડ્ઝ સંસ્થાની પહેલ
  • સ્કોપ પ્રોગ્રામમાં મહિલાઓ આત્મનિર્ભર બની શકે તે હેતુ

સુરત : HIV પોઝિટિવ મહિલાઓ માટે જીવનનિર્વાહ કરવો ખૂબ જ અઘરો હોય છે તેમાં પણ જ્યારે પરિવારના સભ્યો પણ પોઝિટિવ હોય ત્યારે ઘર ચલાવવું મુશ્કેલ થઇ પડતું હોય છે. મહિલાઓ આત્મનિર્ભર બની શકે તે હેતુથી આ ખાસ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યા છે કારણ કે આ બીમારીમાં વ્યક્તિની માનસિક અને શારીરિક સ્થિતિ સામાન્ય વ્યક્તિઓ કરતાં સારી નથી હોતી અને ખાસ કરીને મહિલાઓ સમાજમાં પગભર બની રહે અને આવકનું સાધન મળી રહે આ હેતુથી ગુજરાત સ્ટેટ નેટવર્ક ઓફ પિપલ લિવિંગ એચ.આઇ.વી.એઇડ્ઝ સંસ્થા દ્વારા સ્કોપ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યા છે.

HIV પોઝિટિવ મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની કવાયત સુરતથી શરૂ થઇ
માસ્ક બનાવવા, સીવણ, અને અન્ય વસ્તુઓ બનાવવાની ટ્રેનિંગHIV પોઝિટિવ મહિલાઓ આ સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવેલા સ્કોપ કાર્યક્રમ હેઠળ માસ્ક બનાવવા, સીવણ, અને અન્ય વસ્તુઓ બનાવવાની ટ્રેનિંગ મેળવી રહી છે. સંસ્થા દ્વારા તેમને બજારમાં વેચવામાં પણ આવે છે. જેથી તેઓ તેમની આ કળા બદલ આવક મેળવી શકે. માત્ર ગુજરાત જ નહીં દેશની અન્ય રાજ્યોમાં પણ HIV પીડિત મહિલાઓ આત્મનિર્ભર બની શકે આ માટે સંસ્થા દ્વારા અન્ય 6 રાજ્યોમાં આ ટ્રેનિંગ શરૂ કરવામાં આવી છે. જેમાં દિલ્હી, રાજસ્થાન, મહારાષ્ટ્ર, તમિલનાડુનો પણ સમાવેશ થાય છે.ખરાબ તબિયતના હિસાબે નોકરી છોડી દીધીસંસ્થાની મહિલા સંચાલકે જણાવ્યું હતું કે, મારા ઘરમાં ચાર સભ્યો HIV પોઝિટિવ છે, થોડી ખરાબ તબિયતના હિસાબે નોકરી છોડી દીધી છે અને હાલ ઘરે જ સિલાઈ કામ કરું છું. અહીંથી મને ઓર્ડર આવ્યો હતો અને હું ઘરેથી જ માસ્ક બનાવીને આપું છું. મને આશા છે કે અહીંથી મને બીજો પણ ઓર્ડર મળશે. તબિયત ખરાબ હોવાના કારણે બહાર નીકળતી નથી. મારા બાળકો પણ પોઝિટિવ છે જેથી ઘરે રહીને હવે હું આત્મનિર્ભર બની છું અને બાળકોની પણ કાળજી લઈ શકું છું.

આવડતને ઉજાગર કરવા માટેના પ્રયત્નો

અમારી સંસ્થાએ સ્કોપ પ્રોગ્રામ શરૂ કર્યું છે. જેના અંતર્ગત અમે HIV પોઝિટિવ બહેનોને આત્મનિર્ભર બનાવવા માટે પ્રવૃત્તિઓ શરૂ કરી છે. ખાસ કરીને તેમની અંદર જે આવડત છે તે આવડતને ઉજાગર કરવા માટે અમે પ્રયત્નો કરી રહ્યા છે. બહેનો જે પણ વસ્તુઓ બનાવે તેને માર્કેટ સુધી પહોંચાડીને તેમને આવક થાય તે પ્રયત્ન કરી રહ્યા છે. રાજ્યમાં આવા છ ગ્રુપ બનાવવામાં આવ્યા છે અને અન્ય પાંચ રાજ્યોમાં આ ગ્રુપ બનાવવાની તજવીજ શરૂ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.