ETV Bharat / city

હજીરાથી દીવ વચ્ચે ક્રુઝ સેવાની થશે શરૂઆત

હજીરાથી દીવ વચ્ચે ક્રુઝની સુવિધા શરુ કરવામાં આવશે. જેનું કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા 31 માર્ચ 2021ના રોજ ઇ-લોકાર્પણ કરશે. જેથી ગુજરાતને વધુ એક નવી ભેટ મળશે. હજીરા-ઘોઘા વચ્ચે ભારત સરકારે શરૂ કરેલા રો-પેક્સ ફેરીની ભવ્ય સફળતા બાદ વધુ એક સેવાની શરૂઆત થવા જઈ રહી છે.

હજીરાથી દીવ વચ્ચે ક્રુઝ સેવાની થશે શરૂઆત
હજીરાથી દીવ વચ્ચે ક્રુઝ સેવાની થશે શરૂઆત
author img

By

Published : Mar 29, 2021, 10:05 PM IST

  • હજીરાથી દીવ વચ્ચે ક્રુઝ સેવા થશે શરૂઆત
  • કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા કરશે ઈ-લોકાર્પણ
  • 31 માર્ચના રોજ કરશે ઈ-લોકાર્પણ

સુરતઃ હજીરા પોર્ટ (એસ્સાર પોર્ટ)થી દીવ વચ્ચે ‘ક્રુઝ’ સેવાની શરૂઆત કરવામાં આવશે. કેન્દ્રીય પોર્ટસ, શીપીંગ અને વોટરવેઝનું પ્રધાન મનસુખ માંડવિયાના હસ્તે 31 માર્ચ 2021ના રોજ સાંજે 4:30 કલાકે હજીરા ખાતેથી વર્ચ્યુઅલી ઇ-લોકાર્પણ કરવામાં આવશે. દર સોમવારે તથા બુધવારે સાંજે હજીરાથી ઉપડીને ક્રુઝ બીજા દિવસે સવારે દીવ આવશે તથા તે જ દિવસે સાંજે દીવથી ઉપડીને તેના પછીના દિવસે સવારે હજીરા પરત ફરશે. એક બાજુના પ્રવાસ માટે અંદાજે 13થી 14 કલાકનો સમય લાગશે.

આધુનિક સુવિધાઓથી સજ્જ

300 પેસેન્જરની કેપેસીટી ધરાવતા આ ક્રુઝમાં 16 જેટલી કેબીન પણ આવેલી છે. આ ક્રુઝ અઠવાડીયામાં દીવની બે રાઉન્ડ ટ્રીપ કરશે, તથા શુક્રવાર, શનિવાર અને રવિવારનાં દિવસે સુરત હાઇ-સીમાં પ્રવાસ કરાવશે. આ ક્રુઝ ગેમીંગ લાઉન્જ, વી.આઈ.પી. લાઉન્જ, એન્ટરટેઈનમેન્ટ ઓન ડેક વગેરે આધુનિક સુવિધાઓથી સજ્જ છે. ચાર માસ પૂર્વે જ વડાપ્રધાન મોદીના હસ્તે ‘હજીરા-ધોધા’ રો-પેક્સ સેવાની શરૂઆત ભારત સરકાર દ્વારા કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ ઓખા-બેટ દ્વારકા વચ્ચે રૂપિયા 900 કરોડના ખર્ચે બની રહ્યો છે સિગ્નેચર બ્રિજ

4 માસમાં 1 લાખથી વધુ પેસેન્જર્સ તથા હજારો વાહનો દ્વારા આ સેવાનો લાભ

રો-પેક્સમાં માત્ર 4 માસમાં 1 લાખથી વધુ પેસેન્જર્સ તથા હજારો વાહનો દ્વારા આ સેવાનો લાભ લેવામાં આવ્યો છે. આ સેવાની ભવ્ય સફળતા બાદ હજીરાથી દીવ માટેનાં ક્રુઝ સેવાની શરૂઆત કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાના હસ્તે 31 માર્ચ 2021નાં રોજ વર્ચ્યુઅલી કરવામાં આવશે.

આ પણ વાંચોઃ મુંબઈ-દીવ વચ્ચે ક્રુઝ સેવાની શરુઆત થઇ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.