- વરાછા વિસ્તાર ખાતે યુવકનો મૃતદેહ મળી આવ્યો
- યુવક હીરાના કારખાનામાં કરતો હતો કામ
- પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
સુરતઃ શહેરના વરાછા વિસ્તાર ખાતે આવેલા એક હીરાના કારખાનામાંથી યુવકનો મૃતદેહ મળી આવતા વરાછા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. યુવકના શરીર પર ઇજાઓ મળી આવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મૃતક યુવક 26 વર્ષીય નરેશભાઈ છે. તે મૂળ ભાવનગર જિલ્લાના ઉમરેઠ ગામનો વતની હતો. તે યુવક હીરાના કારખાનામાં કામ કરીને સુતા બાદ મૃત હાલતમાં મળી આવ્યો હતો. પોલીસ સમગ્ર ઘટના અંગે તપાસ કરી રહી છે. યુવાનનું મોત કોઈ અકસ્માત, હત્યા અથવા તો કોઈ બીમારીના કારણે થયું છે કે કેમ તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ કરાવી તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચોઃ જામનગર: પડાણા પાટીયા પાસેથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો
કારખાનામાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો
આ સમગ્ર ઘટના અંગે DCP રાજન સિંહ પરમારે જણાવ્યું હતું કે, મૃતક નરેશ છેલ્લા બે મહિનાથી કારખાનામાં કામ કરતો હતો. કારખાનામાંથી તેનો મૃતદેહ મળી આવ્યો છે. મૃતદેહના પેટ, ગળા અને શરીર પરથી ઇજાના નિશાન પણ મળી આવ્યાં છે. મૃતક નરેશના કહેવા પર કારખાનામાં બે-ચાર દિવસ પહેલા જ બે ઈસમો કામે લાગ્યાં હતા. આ બન્ને બીપીન અને દરબાર નામના ઈસમોની પણ પોલીસે પૂછપરછ હાથ ધરી છે.