ETV Bharat / city

બારડોલીના રત્ન કલાકારે 53 દિવસની લાંબી લડત બાદ કોરોનાને હરાવ્યો

author img

By

Published : May 31, 2021, 2:11 PM IST

એક તરફ કેટલાક કોરોનાના દર્દીઓમાં હિંમતનો અભાવ જોવા મળે છે તો બીજી તરફ કેટલાક લોકો હિંમતપૂર્વક કોરોનાનો સામનો કરી તેને હરાવી ચૂક્યા છે. સુરતના બારડોલી તાલુકામાં ઉમરાખ ગામના 30 વર્ષીય યુવકે 53 દિવસની લાંબી લડત બાદ કોરોનાને હરાવ્યો હતો. આ યુવકને હૃદયમાં પાણી ભરાય જવા સાથે 70થી 75 ટકા ફેફસામાં ચેપ પ્રસરી ગયો હતો. સુરતની સ્મિમેર હોસ્પિટલમાં સઘન સારવાર બાદ તેઓ 53 દિવસે પોતાના ઘરે પહોંચ્યા હતા.

બારડોલીના રત્ન કલાકારે 53 દિવસની લાંબી લડત બાદ કોરોનાને હરાવ્યો
બારડોલીના રત્ન કલાકારે 53 દિવસની લાંબી લડત બાદ કોરોનાને હરાવ્યો
  • સુરતના રત્ન કલાકાર સામે કોરોના હાર્યો
  • યુવકના હૃદયમાં પાણી ભરાઈ ગયું હતું
  • ફેફસામાં 70થી 75 ટકા કોરોનાનું સંક્રમણ હતું

બારડોલી: સુરત સ્થાનિક તંત્રએ કોરોનાની બીજી લહેર સામે ટ્રેસિંગ, ટેસ્ટિંગ અને ટ્રિટમેન્ટના 3-ટીના મંત્ર સાથે કરેલી આરોગ્ય કામગીરીના કારણે કોરોના કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે. સાથોસાથ અનેક દર્દીઓ સારવાર લઈ કોરોનાને મ્હાત આપવામાં સફળ થઈ રહ્યા છે. આ જ રીતે સ્મિમર હોસ્પિટલમાં 53 દિવસની લાંબી સારવાર બાદ બારડોલીના ઉમરાખ ગામના અને કમ્પ્યૂટર પર ડાયમંડ વર્કનું કામ કરતાં 30 વર્ષીય આકાશ અશોકભાઈ પટેલ સંપૂર્ણ સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યા છે.

આ પણ વાંચો- 80 ટકાથી વધુ સંક્રમિત હોવા છતાં યુવાને કોરોનાને હરાવ્યો

ઓક્સિજન લેવલ 80થી 85 પર પહોંચી ગયું હતું

આકાશ પટેલે આ અંગે જણાવ્યું હતું કે, 6 એપ્રિલે ખાંસી, શરદી, તાવ અને શ્વાસ લેવામાં વધુ તકલીફ જણાતા પરિવારના સભ્યોએ સ્મિમેર હોસ્પિટલ ખાતે દાખલ કર્યો હતો. અહીં કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને ફેફસામાં 70થી 75 ટકા કોરોનાનું સંક્રમણ હતું. ડર હતો કે બચી શકીશ કે કેમ? કોરોના સંક્રમણને લીધે હૃદયમાં પાણી ભરાઈ ગયું હતું. ઓક્સિજન લેવલ 80થી 85 ટકા હતું, જેના કારણે 6 દિવસ સુધી બાયપેપ પર તથા 11મી એપ્રિલ પછી તબિયતમાં સુધારો જણાતા 15 લીટર ઓક્સિજન પર રાખવામાં આવ્યો હતો.

આ પણ વાંચો- પાટણના કોરોના ગ્રસ્ત યુવાને આયુર્વેદિક દવાથી કોરોનાને હરાવ્યો

28મીએ રિપોર્ટ નેગેટિવ આવતા રજા અપાઈ

ધીમે ધીમે તબિયત સુધરતા 26 મેએ મને નોર્મલ રૂમ એર પર રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ 28 મેએ કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા રજા આપવામાં આવી હતી. તેમના પરિવારમાં પત્ની અને 2 સંતાનો છે. 53 દિવસની સારવાર બાદ બાળકો અને પત્નીને પુન: મળી શક્યો છું અને મારો પરિવાર પણ હું સંપૂર્ણ સ્વસ્થ થયો એ માટે અનહદ આનંદિત છે. તેવું આકાશ પટેલે જણાવ્યું હતું. આ સાથે જ યુવકે નવા જીવનદાન બદલ તબીબો અને મેડિકલ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.