- સુરતના એસીપી (ACP) પોતાના જ વિભાગના નિયમ ની એસીતેસી કરતા જોવા મળ્યા
- 23 ઓગસ્ટના રોજ એસીપી અશોક સિંહ ચૌહાણ નો જન્મદિવસ હતો
- તેઓએ જાહેર સ્થળ પર ચાર જેટલી કેકો કાપી જન્મદિનની ઉજવણી કરી હતી
સુરત: ટ્રાફિક નિયમ ભંગ કરનાર લોકો પાસેથી દંડ વસૂલવામાં નંબર વન ટ્રાફિક વિભાગના એસીપી અશોક સિંહ ચૌહાણે પોતે જ ટ્રાફિક નિયમ (Traffic Rules)ના ધજાગરા ઉડાવતા જોવા મળ્યા હતા. જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરનારા લોકો સામે કાર્યવાહી કરનારા અને તેમને દંડ કરનારા આ ACPએ પોતાના જ વિભાગના નિયમોના ધજાગરા ઉડાવ્યા છે. આ સાથે જ ACPએ પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરી જાહેર સ્થળ ફર 4 જેટલી કેક કાપી જન્મદિવસ ઉજવ્યો હતો.
આ પણ વાંચો- સોમનાથ મહાદેવ મંદિરમાં પ્રધાન પરસોત્તમ સોલંકીએ પરિવાર સાથે Corona guidelineનું કર્યું ઉલ્લંઘન
થોડા દિવસ અગાઉ રોન્ગ સાઈડમાં આવતા સાઈકલ ચાલકને દંડ કરાયો હતો
થોડાક દિવસ પહેલાં જે સુરતના એક સાઈકલ ચાલક પાસેથી ટ્રાફિક પોલીસે (Traffic Police) રોંગ સાઈડ આવવાના નામે 500 રૂપિયાનો દંડ વસૂલ્યો હતો. સુરતના આ જ ટ્રાફિક વિભાગના આસિસ્ટન્ટ પોલીસ કમિશનર અશોકસિંહ ચૌહાણ પોતાના જ વિભાગના નિયમોની ઐસીતૈસી કરતા જાહેર સ્થળે જોવા મળ્યા છે. 23 ઓગસ્ટે ACP અશોકસિંહ ચૌહાણનો જન્મદિવસ હતો. સુરતના દિલ્હી ગેટ વિસ્તાર કે, જે ટ્રાફિકવાળો વિસ્તાર ગણાય છે. આ જ સ્થળે ACP અશોક ચૌહાણને એક કે બે નહીં, પરંતુ 4 કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરી હતી. આમ, તો સુરતમાં પોલીસ કમિશનરના જાહેરનામાનો છે કે, જાહેરમાં જન્મદિનની ઉજવણી શકાશે નહીં, પરંતુ આ જાહેરનામાનો ભંગ પોતે સુરત પોલીસ વિભાગના ક્લાસ વન અધિકારી કરતા જોવા મળ્યા છે.
આ પણ વાંચો- ડીસાની DNP આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા
જાહેરમાં 4 કેક કાપીને જન્મદિવસની ઉજવણી
ACP અશોકસિંહ ચૌહાણ જ્યારે કેક કાપી રહ્યા હતા ત્યારે વીડિયો અને ફોટો સેશન પણ કરવામાં આવ્યું હતું, જે અત્યારે સોશિયલ મીડિયામાં પણ વાઈરલ થઈ રહ્યું છે. ક્લાસ વન અધિકારીના આ વલણ અંગે લોકો ટિકાઓ પણ કરી રહ્યા છે. કોરોના કાળને આર્થિક પરિસ્થિતિ લોકોની બગડી છે ત્યારે સુરત શહેરના દરેક વિસ્તારમાં પોલીસે ટોળામાં ઉભા રહી લોકો પાસે માસ્કને સોશ્યલ ડિસ્ટનસિંગના (Social Distance) ભંગ નામે મસમોટો દંડ વસૂલતી હોય છે. એટલું જ નહીં જ્યારે પણ શહેરમાં જાહેરમાં જન્મદિનની ઉજવણી થતી હોય ત્યારે સંબંધિત લોકોને દંડ ફટકારી કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવે છે. જ્યારે સુરતના એસીપી આ જાહેરનામાનો ભંગ કરે ત્યારે શું કાર્યવાહી થશે. તેની ઉપર લોકોની નજર ટકેલી છે. જન્મદિવસની ઉજવણી દરમિયાન અનેક લોકો માસ્ક વગર સાથોસાથ સોશિયલ ડિસ્ટન્સના (Social Distance) ધજાગરા ઉડાડતા નજરે ચડ્યા છે.