ETV Bharat / city

ટેક્સટાઇલ વેપારીઓએ હોમ ક્વોરેન્ટાઇનના નિયમો હળવા કરવા માગ કરી

ઉદ્યોગો ફરી શરૂ થતાં વતન ગયેલા કામદારો અને વેપારીઓ પરત આવવા માગે છે પંરતુ ક્વોરન્ટાઈનના નિયમને કારણે તેઓ અસમંજસ અનુભવી રહ્યાં હોવાથી ફોસ્તાના મંડળ દ્વારા આ અંગે કમિશ્નરને રજૂઆત કરવામાં આવી હતી.

Surat market, Etv Bharat
Surat market
author img

By

Published : Jun 5, 2020, 12:58 PM IST

સુરત: રિંગ રોડ વિસ્તારમાં આવેલો ટેક્સટાઇલ ઉદ્યોગ સંપૂર્ણ રીતે શરૂ થઈ ચૂક્યો છે. પરંતુ માત્ર 30 ટકા જેટલી જ દુકાનો હાલ ખુલી છે. લોકડાઉન દરમિયાન વેપારીઓ અને લેબર પોતાના વતન ઘરવાપસી કરી ચુક્યા છે. જે હવે પરત સુરત આવવા માંગી રહ્યા છે. પરંતુ તંત્ર દ્વારા વતનથી આવતા લોકોને 14 દિવસ હોમ કવોરન્ટાઇન રહેવાની ફરજ પાડવામાં આવી રહી છે. જેને લઈ વેપારીઓમાં ચિંતા અને અસમંજસની સ્થિતિ ઉભી થઇ છે.

ટેક્સટાઇલ વેપારીઓએ હોમ ક્વોરન્ટાઇનના નિયમો હળવા કરવા માંગ કરી

જેથી આજે શુક્રવારે સુરત ફેડરેશન ઓફ ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિયેશન દ્વારા મનપા કમિશ્નરને આ અંગે રજૂઆત કરવામાં આવી છે. જો કે સરકારની ગાઈડલાઇન હોય અને કોરોનાના સંક્રમણને અટકાવવા આ સિવાય કોઈ છૂટકો ના હોવાથી વતનથી સુરત આવતા વેપારીઓએ ફરજીયાત તેનું પાલન કરવું પડશે તેવી વાત મનપા કમિશ્નરે જણાવી છે.

સુરતના રિંગ રોડ વિસ્તારમાં આવેલા 185 પૈકી મોટાભાગની ટેકસ્ટાઈલ્સ માર્કેટ શરૂ થઈ ચૂકી છે. જોકે લીંબાયત ઝોનના ક્લસ્ટર ઝોનમાં આવતી 13 જેટલા માર્કેટને શરૂ કરવા અંગેની પરવાનગી આપવામાં આવી નહોતી. જેથી ફોસ્તા દ્વારા આ અંગે મનપા કમિશ્નરને રજૂઓત કરાતા આજથી આ માર્કેટ ધારા ધોરણો મુજબ શરૂ થઈ ગયા છે. જેને લઈ વેપારીઓએ રાહતની લાગણી વ્યક્ત કરી છે. બીજી તરફ રિંગ રોડની મોટાભાગની ટેકસ્ટાઈલ્સ માર્કેટ શરૂ થઈ ગઈ હોવા છતાં માત્ર 30 ટકા જ દુકાનો ખુલી છે.

લોકડાઉન દરમિયાન વેપારીઓ અને લેબર વતન ચાલ્યા ગયા છે. જે હવે પરત સુરત આવવા ઇચ્છી રહ્યા છે. પરંતુ વતનથી સુરત આવતા વેપારીઓને અને લેબરને 14 દિવસ હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવી રહ્યા છે. જેથી વેપારીઓ અને લેબર સુરત આવવા માટે અસમંજસની સ્થિતિ અનુભવી રહ્યા છે. હોમ ક્વોરન્ટાઇનના નિયમો હળવા કરવામાં આવે તેવી રજૂવઆત લઈ આજે ફોસ્તાનું પ્રતિનિધી મંડળ સુરત મહાનગરપાલિકા અને મેયરને મળ્યા હતા. જોકે પાલિકા કમિશ્નર અને મેયરે પણ સ્પષ્ટ કર્યું છે કે કોરોનાના સંક્રમણને અટકાવવો હોય તો હોમ ક્વોરન્ટાઇન જરૂરી છે અને સરકારની ગાઈડલાઇનને અનુસરવી ફરજિયાત છે. જેથી ફોસ્તાએ પણ આ વાત માન્ય રાખી છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલ જ ટેકસ્ટાઈલ્સ ઉદ્યોગ ફરી ધમધમતો થયો છે અને ઉદ્યોગોને પૂર્વવ્રત થતા હજી બે માસ જેટલો સમય લાગી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.