સુરત- રાજ્યના શિક્ષકો સાથે સુરત શિક્ષકો પણ જૂની પેન્શન યોજનાની માગ સાથે આજે કાળી પટ્ટી અથવા કાળા કપડાં પહેરી (Teachers protest in Surat )રહ્યા છે. કારણ કે રાજ્ય સરકાર દ્વારા 1 એપ્રિલ 2005ના રોજ નવી પેન્શન યોજના અમલીકરણ શરૂ કરવામાં આવી અને જૂની પેન્શન યોજના નાબૂદ કરવામાં આવી છે. એને કારણે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના (Surat Nagar Prathmik Shikshan Samiti )તમામ શિક્ષકોને 4200 ગ્રેડ પે પણ આપવામાં આવતો નથી. તેમજ ચાલુ નોકરી દરમ્યાન જે શિક્ષકોનું અવસાન થાય એવા પરિવારોને 8 લાખ ઉચ્ચક સહાય સમગ્ર રાજ્યમાં આપવામાં આવે છે. પરંતુ સુરત મહાનગરપાલિકાના શિક્ષકોને આપવામાં આવતી નથી. આવા પ્રશ્નો લઈને આજરોજ રાજ્ય તથા સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો મળીને કાળી પટ્ટી અને કાળા કપડાં (Black Day by teachers in Surat) પહેરી બ્લેક ડે મનાવ્યો હતો.
4000 શિક્ષકો વિરોધ પ્રદર્શનમાં જોડાયા - ગુજરાત રાજ્ય શિક્ષણ સંઘ દ્વારા તમામ સંઘને જણાવવામાં આવ્યું છેે કે નવી પેન્શન યોજનાનો વિરોધ (Teachers protest in Surat )કરવામાં આવે અને જૂની પેન્શન યોજના ફરીથી ચાલુ કરવામાં માગ કરવામાં આવે. જેને લઈને આજે સુરત મહાનગર પ્રાથમિક શિક્ષણ સંઘ ( (Surat Nagar Prathmik Shikshan Samiti ))દ્વારા આજરોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 4000 જેટલા શિક્ષકોએ એમાં મુખ્ય-શિક્ષકો, શિક્ષક, એસ આઈ, યુઆરસી, સીઆરસી, તમામ કર્મચારીઓ વિરોધ વ્યક્ત (Teachers protest in Surat ) કરી રહ્યાં છે.
4200 ગ્રેડ પે પણ આપવામાં આવતો નથી - નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ( (Surat Nagar Prathmik Shikshan Samiti ))શિક્ષકોએ 4200 ગ્રેડ પે પણ આપવામાં આવતો નથી. આવા વિવિધ પ્રશ્નોને લઈને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો વિરોધ પ્રદર્શનમાં (Teachers protest in Surat )જોડાયા છે. સરકારને ખાસ આગ્રહ કરાયો છે કે પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવે તે સાથે જ જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવામાં આવે.
આ પણ વાંચોઃ Sanskrit teachers in Bhavnagar: સંસ્કૃતના શિક્ષકોની ઘટ વચ્ચે ભાષાના શિક્ષકો શીખવશે ભગવતગીતા