ETV Bharat / city

Tapi Riverfront Project: વર્લ્ડ બેન્કની ટીમ સુરતની મુલાકાતે, લોન આપતાં પહેલાં પ્રોજેક્ટનું આ રીતે કરશે નિરીક્ષણ - તાપી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ માટે વર્લ્ડ બેન્કની લોન

વર્લ્ડ બેન્કની ટીમ આજથી 6 દિવસ સુધી સુરતની મુલાકાતે (World Bank Surat Visit) છે. અહીં સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ તાપી નદીના બંને કિનારે બનવા જઈ રહેલા રિવરફ્રન્ટ (Tapi Riverfront Project) અંગે વર્લ્ડ બેન્કના અધિકારીઓને માહિતી પૂરી પાડશે.

Tapi Riverfront Project: વર્લ્ડ બેન્કની ટીમ સુરતની મુલાકાતે, લોન આપતાં પહેલાં પ્રોજેક્ટનું આ રીતે કરશે નિરીક્ષણ

author img

By

Published : May 9, 2022, 1:22 PM IST

સુરતઃ શહેરમાં તાપી નદીના બંને કિનારે વર્લ્ડ ક્લાસ રિવરફ્રન્ટ તૈયાર થવાનો છે. ત્યારે ત્યારે વર્લ્ડ બેન્ક આ રિવરફ્રન્ટ (Tapi Riverfront Project) માટે સુરત મહાનગરપાલિકાને લોન (World Bank approves Loan for Tapi Riverfront Project) આપશે. તે સંદર્ભે વર્લ્ડ બેન્કની ટીમ આજથી 6 દિવસ સુધી સુરતની મુલાકાતે (World Bank Surat Visit) છે. આ 6 દિવસ દરમિયાન સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ આ રિવરફ્રન્ટ પ્રોજેક્ટ (Tapi Riverfront Project ) અંગે વર્લ્ડ બેન્કના અધિકારીઓ સમક્ષ પ્રેઝન્ટેશન રજૂ કરશે.

વર્લ્ડ બેન્ક આપશે પહેલા તબક્કાની લોન

વર્લ્ડ બેન્ક આપશે પહેલા તબક્કાની લોન - ઉલ્લેખનીય છે કે, સુરતમાં તાપી નદીના બંને કિનારે 4,000 કરોડ રૂપિયાની રિવરફ્રન્ટ યોજના (Tapi Riverfront Project) માટે ભંડોળ પૂરું પાડવા વર્લ્ડ બેન્કે સિદ્ધાંતિક મંજૂરી આપી છે. પહેલાં તબક્કાની 1,991 કરોડ રૂપિયાની યોજના માટે સોફ્ટ લોન આપતાં પહેલા વર્લ્ડ બેન્કની ટીમ સુરતની મુલાકાતે આવી છે. આ છ દિવસ દરમિયાન વર્લ્ડ બેન્કની ટીમ સુરતમાં ચાલી રહેલા તમામ કામોની સમીક્ષા કરશે. આ ટીમમાં કન્સ્ટ્રક્શન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્ર (Construction and infrastructure of the riverfront project) સાથે જોડાયેલા નિષ્ણાતો પણ સામેલ છે. તો કેટલાક સભ્યો ઓનલાઈન પણ જોડાશે.

વર્લ્ડ બેન્કના અધિકારીઓ પ્રોજેક્ટની સાઈટ વિઝિટ કરશે - તાપી નદીના બંને કિનારે કઠોળથી રોડ સુધી 33 કિલોમીટરની લંબાઈમાં રિવરફ્રન્ટ (Tapi Riverfront Project) વિકસાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યોજના સાકાર કરવા કેન્દ્ર અને રાજ્ય સરકાર મારફતે વર્લ્ડ બેન્કની લોન માટે અરજી કરવામાં આવી છે. વર્લ્ડ બેન્કની ટીમના 12 સભ્યો આજથી સુરતની મુલાકાતે (World Bank Surat Visit) આવી ગયા છે.

આ પણ વાંચો- World Bank loan to Ahmedabad: અમદાવાદ મહાનગરને વર્લ્ડ બેન્ક દ્વારા રૂપિયા 3,000 કરોડની લોન

SMCએ શુદ્ધિકરણથી લઈ પ્રદૂષણને દૂર કરવાની કવાયત હાથ ધરી - અઠવા ઝોનના ઝોનલ હેડ પી. કે. દુબેએ આ અંગે જણાવ્યું હતું કે, વર્લ્ડ બેન્કના નિષ્ણાતો સુરતની મુલાકાતે (World Bank Surat Visit) છે. તેઓ મહાનગરપાલિકા દ્વારા ચાલી રહેલા કામોની વિગતો મેળવશે અને પ્રોજેક્ટની સાઈટ વિઝિટ કરશે. રિવરફ્રન્ટ પ્રોજેક્ટ (Tapi Riverfront Project) હેઠળ તાપી નદીના શુદ્ધિકરણથી લઈ પ્રદૂષણને દૂર કરવાની કવાયત પાલિકા દ્વારા કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો- Tapi River Front Surat: સાબરમતી રિવર ફ્રન્ટને પણ ફિક્કો પાડશે તાપી રિવર ફ્રન્ટ, જાણો કેટલો થશે ખર્ચ

વર્લ્ડ બેન્ક 70 ટકા રકમ આપશે - તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, વર્લ્ડ બેન્કની ટીમમાં (World Bank Surat Visit) હાઈડ્રોલિક, સિટી પ્લાનિંગ, રિવરફ્રન્ટ (Tapi Riverfront Project) ફાઈનાન્સ સહિતના અલગઅલગ વિષયના નિષ્ણાતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. વર્લ્ડ બેન્કની ટીમ 4થી 5 વખત સુરતની મુલાકાત લઈ તમામ પાસાઓનો અભ્યાસ કરશે. જ્યારે વર્લ્ડ બેન્ક 70 ટકા રકમ આપશે. આ સાથે જ 15-15 ટકા ફાળો પાલિકા અને રાજ્ય સરકારનો રહેશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.