ETV Bharat / city

સુરતમાં એક મહિલાનું શંકાસ્પદ મોત, મહિલાના પતિ સહિત ત્રણ ગંભીર - દારૂ

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના બગુમરા ગામમાં શંકાસ્પદ ઝેરી પ્રવાહી પી લેતા એક મહિલાનુ મોત થયું હતું. જ્યારે મહિલાના પતિ સહિત ત્રણની તબિયત લથડતા તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક દૃષ્ટિએ નહેર કિનારેથી મળી આવેલા દારૂ પીવાથી આ સમગ્ર ઘટનાક્રમ સર્જાયો હોવાની ચર્ચા થઈ રહી છે. જોકે, પોલીસ દારૂ પીવાથી આ ઘટના બનવાની વાતને નકારી રહી છે. હાલ પોલીસે સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે.

સુરતમાં એક મહિલાનું શંકાસ્પદ મોત, મહિલાના પતિ સહિત ત્રણ ગંભીર

author img

By

Published : Nov 27, 2020, 6:06 PM IST

  • નહેરમાંથી માછલી પકડતી વખતે મળી આવેલું પ્રવાહી પીધું હોવાની ચર્ચા
  • સુરત પોલીસે દારૂ પીવાથી મોત થયું હોવાની વાત નકારી કાઢી
  • હોસ્પિટલ પહોંચતા પહેલા મહિલાનું મોત, 3ની હાલત ગંભીર

બારડોલીઃ સુરત જિલ્લાના પલસાણા તાલુકાના બગુમરા ગામમાં આમલી ફળિયામાં રહેતા એક દંપતી તેમ જ 12 વર્ષીય બાળક અને એક યુવાન બુધવારે કેનાલ ઉપર માછલી પકડવા ગયા હતા. તે દરમિયાન કઈ શંકાસ્પદ ઝેરી પ્રવાહી પીધું હતું, જેને લઈ તમામની તબિયત લથડતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલ લઈ જતી વખતે રસ્તામાં જ મહિલાનું મોત નીપજ્યું હતું. જ્યારે એક કિશોર સહિત ત્રણની હાલત ગંભીર હોય હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

સુરતમાં એક મહિલાનું શંકાસ્પદ મોત, મહિલાના પતિ સહિત ત્રણ ગંભીર
સુરતમાં એક મહિલાનું શંકાસ્પદ મોત, મહિલાના પતિ સહિત ત્રણ ગંભીર

જાણો... શું છે સમગ્ર મામલો?

આ અંગે મળતી માહિતી અનુસાર, આમલી ફળિયામાં રહેતા સંજય ઉર્ફે બોડો સુખાભાઈ રાઠોડ (35) તેની પત્ની રાજુ ઉર્ફ ફૂગલી સંજય રાઠોડ (30) ઉપરાંત તેમને ત્યાં આવેલા સંબંધી હિતેશ દિનેશભાઈ રાઠોડ (25) (રહે.હળપતિવાસ ડાભા) ફળિયામાં જ રહેતો 12 વર્ષના શિવકુમાર રાઠોડ ગત બુધવારે માછલી પકડવા માટે બગુમરા ગામની કેનાલ પર ગયા હતા. જ્યાં કેનાલમાંથી શંકાસ્પદ ઝેરી પ્રવાહી મળી આવ્યું હતું, જે ચાર લોકોએ પીધું હોવાની ચર્ચા છે. પ્રવાહી પીધા બાદ જ તેમની તબિયત લથડતા સાંજે 6 વાગ્યાની આસપાસ સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવતા જતા. ત્યારે રસ્તામાં જ રાજુબેનનું મોત નીપજ્યું હતું. તે દરમિયાન અન્ય 3 જણા સ્વસ્થ હાલતમાં હતા. બાદમાં સંજય તેમ જ હિતેશ અને 12 બાળક શિવ કુમારની તબિયત પણ લથડતા તેમને સારવાર માટે ચલથાણની સંજીવની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલમાં સંજય અને હિતેશની બેભાન અવસ્થામાં હોવાનું જાણવા મળ્યું છે.

સંજયની હાલત હજી પણ નાજુક
સંજયની હાલત નાજુક છે. એક તરફ એવી પણ ચર્ચા છે કે, જૂનો વિદેશી દારૂ મળી આવ્યો હતો જે પીધા બાદ તમામની તબિયત લથડી છે. જો કે પોલીસ આ વાત નકારી રહી છે.

ઝેરી પ્રવાહીથી હાલત બગડી હોવાનું તબીબો માની રહ્યા છે

બીજી તરફ તબીબના જણાવ્યા અનુસાર, કોઈ ઝેરી પ્રવાહીના લીધે તેમની આ હાલત થઈ છે, પરંતુ ઝેરી પ્રવાહી શું હતું તે હજુ સુધી જાણી શકાયું નથી. બીજી તરફ રાજુબેનનું પીએમ કર્યા વિના જ અંતિમવિધિ કરી દેવામાં આવી છે. પીએમ કરવામાં આવ્યું ન હોવાથી મૃત્યુનું સાચું કારણ જાણી શકાયું નથી. તો પોલીસ લઠ્ઠા કાંડને નકારી રહી છે ત્યારે આ ઘટના બાદ સમગ્ર જિલ્લામાં ભારે ચકચાર મચી ગઈ છે. મૃતક મહિલાને દમની બીમારી હોવાનું જણાયું છે. જ્યારે આ ત્રણેયના શરીરમાં ઝેરની અસર હોવાનું તબીબો જણાવી રહ્યા છે. દારૂ પીધા હોવાના કારણે જ આ પ્રકારની ઘટના બની હોય તેવા કોઈ પૂરાવા નથી ભોગ બનનાર હાલમાં નિવેદન આપી શકે તેવી પરિસ્થિતિમાં નથી તેઓના ભાનમાં આવ્યા બાદ જ સાચી પરિસ્થિતિ જાણી શકાય તેમ છે એમ બારડોલીના ડીવાયએસપી રૂપલ સોલંકીએ જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.