- સુરતમાં કોરોનાની દયનીય સ્થિતિ
- વડાપ્રધાન અને મુખ્યપ્રધાન સહિત રાજ્યના અન્ય પ્રધાનોને લખ્યો પત્ર
- અતિ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખી લોકડાઉન કરવાની કરી માંગણી
સુરત: ગુજરાતના સુરત શહેરમાં કોરોનાની સ્થિતિ સ્ફોટક છે. અત્યાર સુધી 200થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે અને રોજે પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધી રહી છે. હાલ નવા લક્ષણો સાથે કોરોના વૈશ્વિક મહામારી ફરી વખત દેશમાં આવી ગંભીર વાતાવરણમાં માથું ઉચક્યું છે, પરંતુ કેન્દ્ર અને રાજ્ય સરકાર હાલના લોકડાઉનની જરૂરિયાત ન હોવાની વાત કરી છે. સુરતના વકીલ નયાલ મનસુખભાઈ પાંડવ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખી લોકડાઉન કરવા અંગેની માંગણી કરી છે.
આ પણ વાંચો: મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાના કેસ વધતા ધારાસભ્યએ આંશિક લોકડાઉનની કરી માગ
રાત્રી કરફ્યૂ નહીં પરંતુ લોકડાઉન
નયને જણાવ્યું છે કે, એક જાગૃત નાગરિક તરીકે આ પત્ર વડાપ્રધાન અને મુખ્યપ્રધાન સહિતના અન્ય પ્રધાનોને પત્ર લખ્યો છે. હાલ કોરોના વાઈરસનું સ્વરૂપ અતિ ગંભીર હોવાથી જેના કારણે લોકો ઝડપથી સંક્રમિત થઈ રહ્યા છે. હોસ્પિટલમાં યોગ્ય સારવારના અભાવે લોકો ખૂબ જ ઝડપથી મરણ પામે છે.
આ પણ વાંચો: બારડોલીમાં વહીવટી તંત્ર થયું સતર્ક, વિકેન્ડ લોકડાઉન કર્યૂ જાહેર
રાજ્યમાં લોકડાઉન કરવા અંગેની માંગણી કરાઈ
સ્મશાનમાં મૃતદેહને બાળવા માટે અંદાજીત 5થી 6 કલાક ઉપરનું વેટિંગ છે. જે સ્મશાનોમાં પડી રહેલા મૃતદેહને જોતા હાલના સમાજમાં ખૂબ જ દયામણું ચિત્ર ઉપસી આવેલું છે. જેથી સરકારને પત્ર લખી માત્ર રાત્રી કરફ્યૂ નહીં, પરંતુ લોકડાઉન લગાવવાની માંગ કરી છે. આવી વિકટ પરિસ્થિતિમાં હાઇકોર્ટ દ્વારા પણ લોકડાઉન અંગેના નિર્દેશ આપવામાં આવ્યા છે. જેથી રાજ્યમાં લોકડાઉન કરવા અંગેની માંગણી કરાઈ છે.