ETV Bharat / city

‘ઘોડા ભાગ્યા બાદ તબેલાને તાળા’, અમદાવાદની ઘટના બાદ સુરત ફાયર વિભાગ કોવિડ હોસ્પિટલમાં સેફ્ટી અંગેની તપાસ કરશે - મેર હોસ્પિટલમાં ફાયરસેફ્ટી

ઘોડા ભાગી ગયા બાદ, તબેલા ને તાળા મારવા નીકળ્યાની કહેવત સુરતના ફાયર વિભાગે સાચી પાડી છે. અમદાવાદ હોસ્પિટલના કોવિડ ICU વોર્ડમાં લાગેલી આગના કારણે 8 લોકોના મોત બાદ હવે સુરત ફાયર વિભાગ જાગ્યું છે. ફાયર વિભાગના અધિકારીઓ હવે શહેરની તમામ 44 કોવિડ હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીના સાધનો ચેક કરશે. એવું જ નહીં હવે ફાયર વિભાગ હવે એક જ દિવસમાં સમગ્ર 44 કોવિડ હોસ્પિટલની ઇલેક્ટ્રિક અને ફાયર સેફટી અંગેની ફિસિકલ રિપોર્ટ તજવીજ હાથ ધરી છે.

covid hospital
સુરતમાં ફાયર વિભાગ
author img

By

Published : Aug 6, 2020, 2:48 PM IST

  • ગુજરાતભરમાં સૌથી વધારે કોવિડ પોઝિટિવ દર્દીઓના કેસ સુરતમાં
  • અમદાવાદ કોવિડ ICU વોર્ડમાં લાગેલી આગના બાદ સુરત ફાયર વિભાગ જાગ્યું
  • પ્રાઇવેટ હોસ્પિટલમાં દરરોજ ચેકીંગ હાથ ધરાશે
  • ફાયર વિભાગે નાના વહીકલને જે તે ઝોનમાં તૈનાત કર્યા

સુરત : તક્ષશીલe અગ્નિકાંડની ઘટના બાદ હવે અમદાવાદની ગોજારી ઘટનાએ લોકોને હચમચાવી દીધા છે. શ્રેય હોસ્પિટલમાં કોરોનાની સારવાર મેળવી રહેલા 8 દર્દીઓ જીવતા સળગી ગયા હતા. આ સમગ્ર ઘટનાના પ્રાથમિક રિપોર્ટ પ્રમાણે આગળ શોર્ટ સર્કિટથી લાગી હોવાની જાણકારી મળી છે.

આ ઘટના બાદ હવે સુરત તંત્ર પણ જાગ્યું છે. સુરત મહાનગરપાલિકાએ શહેરની 44 પ્રાઇવેટ હોસ્પિટલ સાથે કરાર કરી તેને કોવિડ હોસ્પિટલ બનાવવાની પરવાનગી આપી છે. આ 44 હોસ્પિટલોમાં કોવિડ વોર્ડ પણ શરૂ કરી દેવામાં આવ્યા છે અને દર્દીઓને સારવાર પણ થઈ રહી છે.

ચોંકાવનારી બાબત એ છે કે, આ વોર્ડમાં અત્યાર સુધી ફાયર સેફ્ટી કે ઇલેક્ટ્રિક ફિઝિકલ તપાસ ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી જ નથી. અમદાવાદમાં બનેલી ગોઝારી ઘટના બાદ હવે સુરત ફાયર વિભાગ પણ જાગ્યું છે.

સુરતમાં ફાયર વિભાગ 44 કોવિડ હોસ્પિટલની ઇલેક્ટ્રિક અને ફાયર સેફટી અંગેની ફિસિકલ તપાસ કરશે

સુરતના ઇન્ચાર્જ ફાયર વિભાગના ચીફ વસંત ETVBharatને જણાવ્યું હતું કે, અત્યાર સુધી સ્મીમેર અને સિવિલ હોસ્પિટલ જેવી સરકારી હોસ્પિટલમાં જ હાથ ધરવામાં આવી હતી. હવે પ્રાઇવેટ હોસ્પિટલમાં દરરોજ એ ચેકીંગ હાથ ધરવામાં આવશે. તમામ હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી અને ઇલેક્ટ્રિક સેફ્ટીના સાધનોની તપાસ કરવામાં આવશે. જે જે વિસ્તારમાં હોસ્પિટલ આવી છે ત્યાં માટે નાના ફાયરને વહીકલ તૈનાત કરવામાં આવશે.

વસંત પરીખે વધુમાં જણાવ્યું હતું કે , જ્યાં પણ હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના સાધનો રહેશે નહીં. તેઓને તત્કાલ અસરથી નોટીસ મોકલવામાં આવશે અને ઉચ્ચ સ્તરે આ અંગે જાણકારી આપી જો જરૂરી લાગે તો હોસ્પિટલને બંધ કરવાનો નિર્ણય પણ આપી દેવામાં આવશે

ગુજરાતભરમાં સૌથી વધારે કોવિડ પોઝિટિવ દર્દીઓના કેસ સુરતમાં આવી રહ્યા છે. અત્યારસુધી કુલ 14,902 પોઝિટિવ કેસો નોંધાયા છે. કુલ પોઝિટિવ દર્દીના મોતની સંખ્યા 649 છે. કુલ ડિસ્ચાર્જ થયેલા 10671 લોકો છે. એટલે હાલ 4000થી વધુ કોરોના દર્દીઓ સારવાર મેળવી રહ્યા છે. સરકારી હોસ્પિટલ સિવાય 44 જેટલા પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ કોરોના દર્દીઓની સારવાર થઈ રહી છે.

સાથે 17 જેટલા કોમ્યુનિટી કોવિડ સેન્ટરમાં પણ સારવાર ચાલી રહ્યું છે. પ્રાઇવેટ હોસ્પિટલમાં મોટા ભાગે કોવિડનો વોર્ડ, હોસ્પીટલના પહેલા કે બીજા માળ પર બનાવવામાં આવ્યો છે.

સુરતમાં કુલ પ્રાઇવેટ હોસ્પિટલોમાં 754 કોવિડ બેડ છે અને કોમ્યુનિટી કેર સેન્ટરની વાત કરવામાં તો ત્યાં 1,100 બેડ કોરોનાના દર્દીઓ માટે ઉપલબ્ધ છે. સુરત તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું કે, સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં ફાયરસેફ્ટીના તમામ સાધનોનું ચેકિંગ કરવામાં આવ્યું છે. પરંતુ અત્યાર સુધી પ્રાઇવેટ હોસ્પિટલોમાં જે નવા બેડ અને ઓક્સિજન ઉપકરણોનો ઉમેરો કરવામાં આવ્યા હતા. તેને લઈને કોઈપણ ચેકીંગ અત્યાર સુધી કરવામાં આવી નથી.

સુરતના સેન્ટ્રલ ઝોન અને રાંદેર ઝોન વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે. જ્યાં પણ અનેક હોસ્પિટલો કોવિડ માટે એમ.ઓ.યુ કર્યા છે. જો આવી ઘટના સુરતની હોસ્પિટલમાં ને બને તેના માટે ફાયર વિભાગે નાના વહીકલને જે તે ઝોનમાં તેનાત કરી રાખ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.