- બેદરકાર બાઇકર્સનો આતંક
- યુવાઓનો સ્પીડ ક્રેઝ અન્યના જીવને જોખમમાં મૂકે છે
- ઝડપી બાઇક ચલાવી યુવાનો લઇ રહ્યા છે વિકૃત આનંદ
સુરત: કતારગામ અને અડાજણને જોડતા જિલાની બ્રીજ પર બાઈકર્સનો આતંક વધી રહ્યો છે. બેદરકાર બાઈકર્સ બેફામ રીતે વાહનો હંકારી રહ્યા છે. આવી જ એક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે, ત્યારે લોકો આવા બાઈકર્સ સામે કાર્યવાહી કરવા માટેની માગ કરી રહ્યા છે.
- અસામાજિક તત્વો બેફામ બાઈક હંકારે છે
સુરતમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટના સામે આવી રહી છે. ખાસ કરીને બેફામ બાઈક હંકારતા અસામાજિક તત્વો બેફામ બાઈક હંકારી લોકોના જીવને જોખમમાં મુકતા હોય છે. ત્યારે આવી જ એક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા મારફતે સામે આવ્યો છે. સુરતના કતારગામ અને અડાજણને જોડતા જિલાની બ્રીજની પર છેલ્લા કેટલાય સમયથી આ પ્રકારના બાઈકર્સનો ત્રાસ વધી રહ્યો છે. આવા લોકો આ પ્રકારે વાહનો હંકારી જાણે અકસ્માતને આમંત્રણ પાઠવી રહ્યા છે. એક જાગૃત નાગરિકે આ વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો છે.
- બાઈકર્સ સામે કાર્યવાહી કરવા માંગ
પોલીસને આવા બાઈકર્સ સામે કાર્યવાહી કરવા માગ કરી છે. જિલાની બ્રીજ પર મોટી સંખ્યામાં લોકો બેસવા આવે છે. આવા સમયે અહીં બાઈકર્સ આ પ્રકારે વાહનો હંકારી અકસ્માતો સર્જી રહ્યા છે, ત્યારે પોલીસ પણ અહીં સતત પેટ્રોલિંગ કરી આવા બાઈકર્સ સામે કાર્યવાહી કરે તેવી લોક માગ ઉઠી છે.
સુરત શહેરમાં અકસ્માતોની અન્ય ઘટનાઓ
- 3 જાન્યુઆરી, 2020 - સુરતના કતારગામ વિસ્તારમાં બનેલી અકસ્માતની ઘટનામાં યુવકનું કરુણ મોત
સુરત : કતારગામ વિસ્તારમાં બેલગામ બનેલી સીટી બસના ચાલકે બાઇક પર સવાર પરિવારને અડફેટે લેતા ઘટનામાં યુવકનું કરુણ મોત નીપજયું હતું. જ્યારે પરિવારના અન્ય બે સભ્યોનો ચમત્કારીક બચાવ થયો હતો.
- 26 સપ્ટેમ્બર, 2019 - સુરતમાં બાઇક અને કન્ટેનર વચ્ચે ગમખ્વાર અકસ્માત, ઘટના CCTVમાં કેદ
સુરત: હજીરા રોડ પર એક કન્ટેનર ચાલકે બાઈક સવારને અડફેટે લેતા તેનું મોત નીપજ્યું હતું. આ અકસ્માતના પગલે આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને યુવકને ગંભીર હાલતમાં નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઇ હતી.
- 26 જુલાઇ 2019 - સુરતના ડીંડોલી ઓવરબ્રીજ પર બાઈકને ઓવર ટેક કરવા જતા, એક્ટિવા સ્પીલ થતા ગંભીર અકસ્માત સર્જાયો
સુરતઃ શહેરના ડીંડોલી ઓવર બ્રીજ પર અકસ્માતની ભરમાર જોવા મળી રહી છે. શુક્રવારે એક્ટિવા લઇ જતાં બે ભાઇઓએ બાઇકને ઓવર ટેક કરતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં બંને ભાઇઓને ગંભીર ઇજા પહોંચી છે. સ્થાનિકોએ ઇજાગ્રસ્ત ભાઇઓને તાત્કાલિક સારવાર અર્થે ઇમરજન્સી સેવા દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.