ETV Bharat / city

Unlock news : સુરત કાપડ માર્કેટો સવારે 9:30થી રાત્રે 8 વાગ્યા સુધી ખુલ્લી રહેશે - Gujarat News

સુરતમાં શનિવારથી કાપડ માર્કેટ (Textile market)ના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. માર્કેટ સવારે 9.30 વાગે ખોલવામાં આવશે અને રાતે 8 વાગ્યા સુધી માર્કેટનું કામકાજ ચાલુ રાખી શકાશે. ફેડરેશન ઓફ સુરત ટેક્ષટાઈલ્સ ટ્રેડર્સ એસોસિએશન (FOSTTA) દ્વારા નિર્ણય લેવાયો છે. માર્કેટમાં સમય વધારો થતા વેપારમાં કોઈ વધારો જોવા મળશે નહીં. હાલ ત્રીજી લહેરની સંભાવના સામે માર્કેટમાં સંપૂર્ણ તકેદારી સાથે જ વેપાર કરી શકાશે. હાલ કાપડ માર્કેટમાં વેક્સિનેશનની કામગીરી ઝડપી ચાલી રહી છે.

Surat Textile Market
Surat Textile Market
author img

By

Published : Jun 26, 2021, 5:37 PM IST

  • કાપડ માર્કેટો સવારે 9:30થી રાત્રે 8 વાગ્યા સુધી ખુલ્લી રહેશે
  • રાજ્યોમાં હાલ લોકડાઉન જેવી સ્થિતિ હોવાથી વેપારમાં કોઈ વધારો નહીં
  • મનપા દ્વારા માર્કેટના તમામ કર્મચારીઓ માટે વેક્સિન રજિસ્ટ્રેશન ફરજિયાત

સુરત : રાજ્યમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે તેથી સરકાર દ્વારા નિયમોમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા રાત્રી કરફ્યૂ (Night curfew)માં એક કલાકની છૂટ આપવામાં આવતા FOSTTA (Federation of Surat Textiles Traders Association)ના દ્વારા 26 જૂન શનિવારથી કાપડ માર્કેટો (Textile market)નો સમય સવારે 9:30થી રાત્રે 8 વાગ્યા સુધી ખૂલ્લી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન કાપડના જથ્થાથી અવરજવર ચાલુ રહેશે. મનપા દ્વારા માર્કેટના તમામ કર્મચારીઓ માટે વેક્સિન રજિસ્ટ્રેશન (Vaccine registration) ફરજિયાત બનાવવામાં આવ્યું છે. જ્યારે અન્ય રાજ્યોમાં હાલ લોકડાઉન હોવાથી વેપાર કોઈ વધારો થશે નહીં. તેવું કાપડ વેપારીઓ માની રહ્યા છે.

સુરત કાપડ માર્કેટો સવારે 9:30થી રાત્રે 8 વાગ્યા સુધી ખુલ્લી રહેશે

આ પણ વાંચો : સુરતમાં કાપડ માર્કેટ ખોલવાની મંજૂરી મેળવવાં માટે ટેક્સટાઈલ એસોસિએશને કલેક્ટરને પત્ર લખ્યો

માર્ચથી લઈને મે સુધી રમઝાન, લગ્ન-પ્રસંગ, સ્કૂલ યુનિફોર્મ મુખ્ય જે સિઝન હતી તે બધી સમાપ્ત થઈ ગઈ

FOSTTA ડાયરેક્ટર રંગનાથ સાડાએ જણાવ્યું હતું કે, માર્કેટમાં સમયમાં વધારો કરવામાં આવ્યો છે. જેમ સંક્રમણ ઘટી રહ્યું છે તેમ તંત્ર દ્વારા સમયમાં વધારો કરવામાં આવી રહ્યો છે. પહેલા ત્રણ વાગ્યા સુધી માર્કેટ ખુલ્લી રાખવાની છૂટ હતી, ત્યારબાદ સાત વાગ્યાનો સમય કરવામાં આવ્યો હતો. હવે રાત્રિ 8 સુધી માર્કેટ ખુલ્લી રાખી શકાશે. કારણ સમય મર્યાદા મુજબ બહાર ગામથી કોઈ વેપારી અહીં આવી શકતા ન હતા. સમય મર્યાદિત હોવાના કારણે વેપારી ખરીદી પણ કરી શકતો ન હતો અને કોરોનાનો ભય રહેતો હતો. જેના કારણે વેપારી આવી શકતા ન હતા. સમયમાં વધારો થતાં હવે વેપારી આવી શકશે પણ વેપારમાં ખાસ કોઈ ફાયદો નથી. કારણ કે માર્ચથી લઈને મે મહિના સુધી રમઝાન, લગ્ન-પ્રસંગ, સ્કૂલ યુનિફોર્મ મુખ્ય જે સિઝન હતી તે બધી સમાપ્ત થઈ ગઈ છે.

આ પણ વાંચો : સુરતમાં કાપડ માર્કેટો 20-21 માર્ચ સંપૂર્ણ બંધ રાખવા ફોસ્ટાનો નિર્ણય

મે મહિના સુધીમાં માર્કેટને 12,000 કરોડનું વેપારીઓને નુકસાન

હવે જે સાઉથની આડી સિઝન છે. આશરે 12,000 કરોડનું વેપાર થાય છે પણ સાઉથની માર્કેટ આજે પણ બંધ છે. કારણ તામિલનાડુમાં 28 તારીખથી ખુલશે. બાકી માર્કેટ ખુલ્લી છે પણ સમય અને શરતોના મુજબ ખુલ્લી છે. એટલે વેપાર વધુ નથી પણ જે લોકો પાસે વેપાર છે તે સમય વધવાના કારણે સારી રીતે કરી શકશે. કારણ કે સમય ઓછો હોવાના કારણે મનપાના અધિકારીઓ સમય પૂરો થયા પછી માર્કેટમાં આવી જતા હતા, વેપારીઓમાં ભય રહેતો હતો. જે વેપારીઓ પાસે કામ રહેતું હતું, તે સમય મર્યાદા બાદ કામ કરતા હતા. મનપા દ્વારા તેમને દંડ કરવામાં આવતો હતો. દુકાન સિલ કરવાનો ભય રહેતો હતો. સમય વધારો કરતા વેપારીઓને ફાયદો થયો છે. માર્કેટમાં વેક્સિનેશન પર ખાસ ધ્યાન રાખવામાં આવે છે.

વેપારી હવે દંડ ભરી શકે તેવી હાલતમાં નથી

માર્કેટમાં વેપારીઓ અને કર્મચારીઓ વધુમાં વધુ વેક્સિનેશન કરાવે. કર્મચારીઓને સૂચના આપવામાં આવી છે કે, જો કર્મચારી વેક્સિનેશન નહીં કરાવે તો તેમની નોકરી પર ખતરો આવી શકે છે. કારણ કે વેપારી હવે દંડ ભરી શકે તેવી હાલતમાં નથી. હાલ માર્ચ મહિનાથી લઈ મે મહિના સુધીમાં માર્કેટને 12,000 કરોડનું વેપારીઓને નુકસાન થયું છે. કારણ કે માર્ચ અને મે મહિનામાં આવતી બધી સિઝન પૂર્ણ થઈ ગઈ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.