સુરત એવું એક પણ ક્ષેત્ર બાકી નથી કે જ્યાં સુરતીલાલાઓએ સુરતનો ડંકો ન વગાડ્યો (Surat student won silver medal) હોય. તેવામાં ફરી એક વાર સુરતની વિદ્યાર્થિનીએ મેડલ જીતીને સમગ્ર દેશમાં સુરતનું નામ ગૂંજતું કર્યું છે.
છત્તીસગઢમાં નામ કર્યું રોશન શહેરની વિધી કદમે છત્તીસગઢના રાયપુર ખાતે યોજાયેલી 33મી પશ્ચિમ ઝોન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભાગ (West Zone Athletics Championship) લીધો હતો, જ્યાં તેણે અંડર 18 200 મીટર રનિંગમાં ભાગ લઈને બ્રોન્ઝ મેડલ (Surat student won bronze medal) મેળવ્યો છે.
આ ખેલાડી ત્રણ વખત રમી ચૂકી છે નેશનલ આ અંગે વિધી કદમે જણાવ્યું હતું કે, હું છેલ્લા પાંચ વર્ષથી એથ્લેટિક્સ સાથે જોડાઈ છું. આ પેહલા મેં ત્રણ વખત નેશનલ રમી ચૂકી છું. એમાં સફળતા મેળવી શકી નઈ હતી.પણ હાલ મને છત્તીસગઢના રાયપુર ખાતે યોજાયેલી 33મી પશ્ચિમ ઝોન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં (West Zone Athletics Championship) જે 9 થી 11 સપ્ટેમ્બર 2022 ના રોજ યોજાયો હતો.
4 વખત રાજ્યકક્ષાએ રમી ચૂકી છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મને સફળતા મળી છે. મેં અંડર 18 200 મીટર રનિંગમાં (running competition) ભાગ લઈને બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે અને આ પેહલા 4 વખત સ્ટેટ ચેમ્પિયનશિપમાં રમી ચૂકી છું. તેમ જ એમાં ત્રણ વખત સ્ટેટ ચેમ્પિયનશિપ રહી ચૂકી છું અને હવે આગળ હું ઇન્ડિયન વુમન રેકોર્ડ બ્રેક (200 meters running record) કરવા 100- 200 મીટરની તૈયારી કરી રહી છે.
સ્કૂલમાં રનિંગની જર્ની ચાલુ કરી હતી આ બાબતે વિધી કદમને ટ્રેનિંગ કરાવનારા કોચ મુકેશ તિવારીએ જણાવ્યું હતું કે, વિધિ મારી પાસે જ છેલ્લા 5 વર્ષથી ટ્રેનિંગ લઈ રહી છે. ખૂબ જ ઉત્સાહી અને ગંભીર છે. તેણે સ્કૂલમાં જ પોતાન રનિંગની જર્ની ચાલુ કરી હતી. જે આજ દિન સુધી સતત ચાલી રહી છે. મારાં અંડરમાં આજ દિન સુધી 6 બાળકો નેશનલ રમી ચૂકયા છે. તેઓ પણ મેડલ પ્રાપ્ત કરી ચૂકયા છે. તેની સાથે હજી દીપિકા પણ છે. તેમણે પણ આ છત્તીસગઢના રાયપુર ખાતે યોજાયેલી 33મી પશ્ચિમ ઝોન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં (West Zone Athletics Championship) ભાગ લીધો હતો તેઓ પણ રનિંગ (running competition) શોર્ટ પૂટમાં બીજા નંબરે આવ્યા છે. તેમણે આજદિન સુધી બે વખત સ્ટેટ રમી વિનર રહ્યા છે.