ETV Bharat / city

આત્મહત્યા રોકવા સુરત ગ્રામ્ય પોલીસની પહેલ, શરૂ કર્યો એન્ટી સ્યુસાઇડ હેલ્પલાઇન નંબર - સુરત ન્યુઝ

સુરત ગ્રામ્ય પોલીસ જિલ્લામાં વધી રહેલી આત્મહત્યાની ઘટનાને લઈ ચિંતામાં છે. ત્યારે આત્મહત્યાને રોકવા માટે જિલ્લા પોલીસ વડા ઉષા રાડા મેદાનમાં આવ્યા છે. એમણે ખુદ પોતાના મોબાઈલ નંબર સહિત જિલ્લાના 6 ઉચ્ચ પોલીસ અધિકારીઓ નંબર એન્ટી સુસાઇડ હેલ્પલાઇન નંબર તરીકે જાહેર કર્યા છે. જેના પર આત્મહત્યાના વિચાર આવતા હોય એવા વ્યક્તિઓ કે માનસિક રીતે પરેશાન વ્યક્તિઓ કે વિદ્યાર્થીઓ સંપર્ક કરી જરૂરી માર્ગદર્શન મેળવી શકશે.

surat police
surat police
author img

By

Published : Oct 2, 2020, 10:13 PM IST

સુરત: હાલ દેશમાં કોરોના મહામારીને કારણે ધંધા, રોજગારી અને વેપારમાં મંદીનું વાતાવરણ સર્જાયું છે. જેના લીધે દેશભરમાં આત્મહત્યાના બનાવો વધી રહ્યા છે. ગ્રામ્ય જિલ્લામાં પણ આત્મહત્યાના બનાવો વધી રહ્યા હોય તેને અટકાવવા માત્ર સુરત જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ અને વિશ્વ અહિંસા દિવસ નિમિત્તે એન્ટી સ્યુસાઇડ હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યો છે.

જેમાં જિલ્લા પોલીસ વડા ઉષા રાડાથી લઈ ઉચ્ચ પોલીસ અધિકારીઓના નંબર જારી કરવામાં આવ્યા છે. સુરત ગ્રામ્ય જિલ્લામાં કોઈ પણ વ્યક્તિને આત્મહત્યાના વિચાર આવતા હોય કે જેઓ માનસિક કે શારીરિક બીમારીથી પીડાતા હોય અથવા સામાજિક અને પારિવારિક સમસ્યાઓ, આર્થિક સંકડામણ, એકલતા, વિદ્યાર્થીઓના ભણતર અને પરીક્ષાની ચિંતા જેવી કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ સદાય તેમની સેવામાં તત્પર રહેશે.

જિલ્લા પોલીસ દ્વારા એન્ટી સ્યુસાઇડ હેલ્પલાઇન માટે 6 નંબર જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ખુદ જિલ્લા પોલીસ વડા ઉષા રાડા - 9978405082, DySp સીએમ જાડેજા-9978443889, બારડોલી DySp આર.એન.સોલંકી-9978408075, એસ.સી.એસટી.સેલ DySp બીવી પંડ્યા -8469995707, હેડ ક્વાર્ટર DySp એમપી ચૌધરી - 9978408074, એલઆઈબી PI એપી બ્રહ્મભટ્ટ -9879160545 પર સંપર્ક કરી વ્યક્તિ તેની સમસ્યા જણાવી શકશે. પોલીસ દ્વારા તેનું તાત્કાલિક નિરાકરણ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે.

જિલ્લા પોલીસ વડા ઉષા રાડાએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસથી વધી રહેલી આત્મહત્યા અને આજે કામરેજમાં વધુ એક આત્મહત્યાની ઘટના બનતા આત્મહત્યા રોકવા માટે હેલ્પલાઇન શરૂ કરવાનો વિચાર આવ્યો હતો. અમે સ્યુસાઇડ પોઇન્ટ જેવા કે કેનાલ, નદીના પુલ વગેરે જગ્યાએ પોલીસ અધિકારીઓના નંબર સાથેના બોર્ડ મુકવાનું નક્કી કર્યું છે. જેને વાંચીને આત્મહત્યા કરવા જનારા વ્યક્તિ જો એક ફોન કરી દે તો તેની જિંદગી બચી શકે છે. આત્મહત્યા કરવા જતો વ્યક્તિને પાંચ મિનિટનો આવેશ હોય છે, જો તે આવેશ દૂર કરવામાં સફળતા મળે તો વ્યક્તિ આત્મહત્યા કરવાના વિચારો છોડી દેશે.

ઉચ્ચ અધિકારીઓના નંબર આપવા પાછળનું કારણ જણાવતા તેમણે કહ્યું કે, અધિકારી આવી ઘટનાને ગંભીરતાથી લેવાની સાથે પાવર હોવાને કારણે પોલીસ કર્મચારીઓને સ્થળ સુધી દોડાવી પણ શકે છે. જેથી વ્યક્તિને સમયસર બચાવી શકાય.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.