સુરત: મુંબઈની સરખામણીમાં સુરતમાં રફ હીરાની આયાતમાં ચાર ગણી વૃદ્ધિ નોંધાતા ડાયમંડ સિટીએ એક રેકોર્ડ બનાવ્યો છે. લોકડાઉન અને કોરોના કાળમાં જ્યાં એક તરફ મુંબઈમાં કસ્ટમ વિભાગ સંપૂર્ણ રીતે બંધ હતું તેના કારણે સુરતમાં રેકોર્ડ બ્રેક આયાત નોંધાયું છે.
આ પણ વાંચો: Price Rise of Rough Diamonds: 6 મહિનામાં રફના ડાયમંડના ભાવ 70 ટકા વધ્યા, સુરતના વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા
ડાયમંડ સિટી સુરતમાં રફ ડાયમંડ વિદેશથી વાયા મુંબઇ થઇને સુરત આવતા હતા. પરંતુ છેલ્લા બે વર્ષમાં ચેઇન બદલાઈ છે. કોરોના કાળમાં મુંબઈમાં કોરોના કેસ વધારે હોવાના કારણે કસ્ટમ વિભાગની ઓફિસ (Office of the Customs Department)બંધ હતી. બીજી બાજુ સુરતમાં મેન્યુફેક્ચરીંગ કંપની(Manufacturing company in Surat) ચાલુ હતી. આવી પરિસ્થિતિમાં મુંબઈ મંગાવવાની જગ્યાએ વેપારીઓએ સુરત પોર્ટ પર મંગાવાનું શરૂ કર્યું હતું. લોકડાઉન અને કોરોના કાળમાં મુંબઈમાં કસ્ટમ વિભાગની ઓફિસ બંધ હતી જ્યારે બીજી બાજુ કસ્ટમ વિભાગ(Custom Department) કાર્યરત હતું. જેનો સીધો લાભ સુરતને થયો છે.
છેલ્લા ત્રણ વર્ષમાં મુંબઇ અને સુરત પોર્ટ પર રફ ડાયમંડની આયાત ઉપર નજર કરીએ તો,
No. | Year | Mumbai(till Feb in Millions) | Surat(till Feb in Millions) |
1. | 2019-20 | 6099 | 6170 |
2. | 2020-21 | 2341 | 6971 |
3. | 2021-22 | 3706 | 13194 |
ટેકસેશનમાં પણ રાહત મળી રહી છે - GJEPCના વેસ્ટર્ન ઝોન ચેરમેન(Western Zone Chairman) દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, લોકડાઉન અને કોરોનાના કારણે જે મહારાષ્ટ્રમાં કસ્ટમ વિભાગ બંધ હતું ત્યારે સુરતમાં કસ્ટમ વિભાગ અને મેન્યુફેક્ચરિંગ કંપની બંને ચાલુ હતી. જેનો સીધો લાભ રફ ડાયમંડની આયાતમાં જોવા મળી રહ્યો છે. મુંબઈથી સુરત રફ ડાયમંડ મંગાવવામાં ટેક્સ લાગતો હતું. પરંતુ હવે ડાયરેક્ટ ડાયમંડ મંગાવવામાં ટેકસેશનમાં પણ આ રાહત મળી રહી છે. આશરે ત્રણથી ચાર ગણો આયાતમાં વધારો આ વખતે સુરતમાં નોંધાયો છે. નાના અને મધ્યમ કક્ષાની હીરાની કંપનીઓના માલિકોને સશક્ત બનાવવા GJEPC દ્વારા આ માટે જાગૃતિ ફેલાવવા અનેક કાર્યક્રમો ચલાવવામાં આવ્યા હતા. જેથી આ મુદ્દે વેપારીઓ સજાગ બનતા તેમણે વિદેશ માંથી રફ હીરાની આયાત કરવાનું શરૂ કર્યુ છે.