સુરત : 17 જેટલા મુદ્દાઓની માંગણી લઈ ગુજરાત રાજ્યના કવોરી સંચાલકો હાલ હડતાલ (Quarry Operators Strike) પર ઉતર્યા છે. સુરત કામરેજ નજીક નેશનલ હાઇવે પરની એક હોટેલમાં દક્ષિણ ગુજરાતમાં કવોરી સંચાલકોની અગત્યની મીટીંગ મળી હતી. જેમાં આગળની રણનીતિ નક્કી કરવામાં આવી હતી. કવોરી વ્યવસાય સાથે સંકળાયેલા દોઢ લાખ જેટલા લોકો બેરોજગાર થઈ ચૂક્યા છે. 50,000 જેટલી ટ્રકોના પૈડા થંભી ચૂક્યા છે, રાજ્યની કુલ 3,000 કવોરી હાલ બંધ છે. જેને લઈને કવોરી સંચાલકોની 17 મુદ્દાની માંગ સાથેની હડતાલ પર ઉતર્યા છે.
આ પણ વાંચો : Doctors Strike In Gujarat: તબીબોની હડતાલ બાદ રાજ્ય સરકારે નમતું જોખ્યું, કરી મહત્વની જાહેરાત
ઉલ્લેખનીય છે કે, કવોરી સંચાલકોની હડતાળને લઈને સરકારને પણ મોટું (Quarry Operators Strike Government Hurt) નુકસાન થઈ રહ્યું છે. કવોરી સંચાલકો પાસેથી આવતી લગભગ રોજની (Surat Quarry Operators Strike) પચ્ચીસ કરોડ રૂપિયાની આવક બંધ છે. જ્યારે DMS GSTની 10 કરોડની આવક સરકાર ગુમાવી રહ્યું છે. આવી અનેક વસ્તુઓ છે જેનાથી સરકારને હાલ નુકસાન થઈ રહ્યું છે.
ક્વોરી સંચાલકોની મુખ્ય માંગો - કવોરી સંચાલકો પોતાની માંગને લઇને 2008થી સરકાર સામે લડત લડી રહ્યા છે, પરંતુ સરકાર દ્વારા દર વખતે સંચાલકોને લોલીપોપ આપવામાં આવે છે. માંગ પર (Quarry Operators Demand) નજર કરીએ તો, ખાડા માપણી બાબત, ખાનગી માલિકીની જમીનમાં ક્વોરી લીઝો હરાજી વગર આપવા બાબત, ક્વોરી ઝોન ડિક્લેર કરવા બાબત, ઈ. સી અને માઇનિંગ પ્લાન ગૌણ ખનીજમાં નહિ હોવા બાબત, ખાણ ખનીજ અને RTOનું જોડાણ અલગ કરવા બાબત, ખનીજ કિંમત રૂ.350 છે, તે ખોટું છે. ખરેખર રૂપિયા 50જ થાય છે તે ફેરફાર કરવા બાબત અને મશીન સેન્ડ ને સરકારી કામોમાં વાપરવા ફરજીયાત કરવા બાબતનું નિરાકરણની માંગ કરી રહ્યા છે.
આ પણ વાંચો : Doctors Strike In Surat: સરકારે ન પાળ્યો વાયદો, GMTAની પડતર માંગણીઓને લઈને સુરતના સરકારી ડોક્ટરો હડતાલ પર
હડતાલને લઈને સરકારના અસર - હડતાલને લઈને કવોરી સંચાલકો અને કામદારો તો બેરોજગાર થયા છે, પરંતુ સાથે સાથે સરકારને પણ મોટું નુકસાન થઈ રહ્યું છે. હાલ ગુજરાત રાજ્યમાં સરકારના બુલેટ ટ્રેન એક્સપ્રેસ હાઈવે વગેરે કામો જોરશોરથી ચાલી રહ્યા છે. આ તમામ કવોરીની વસ્તુઓની જરૂર પડે છે, પરંતુ હાલ ફરી સંચાલકોની હડતાળ લઈ તમામ કામો પર તેની અસર ટૂંક સમયમાં જ પડવાની શરૂ થશે. સાથે સાથે નગરપાલિકા મહાનગરપાલિકાના કામોમાં પણ કપચીની જરૂર પડે છે. જેથી આ તમામ કચેરીઓના કામો પણ ટૂંક સમયમાં જ બંધ થવાની તૈયારી છે. ત્યારે સમગ્ર ગુજરાતમાં (Quarry Managers Strike) આ લડતને પ્રચંડ પ્રતિસાદ મળી રહ્યો છે. તેમજ સંચાલકો પણ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો દિવાળી સુધી બંધ રાખવાની તૈયારી દર્શાવી રહ્યા છે.