- ભારત બંધ વચ્ચે પણ સુરત APMC માર્કેટ ચાલુ
- માર્કેટ ની બહાર ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
સુરત : ભારત બંધના એલાન વચ્ચે દક્ષિણ ગુજરાતનું સૌથી મોટું APMC માર્કેટ આજે પણ ચાલુ છે. સુરત APMC માર્કેટના સત્તાધીશો દ્વારા જાહેરાત કરાઈ હતી કે તે ભારત બંધમાં જોડાશે નહીં. સુરતમાં ભારત બંધની અસર નહિવત છે ત્યારે APMC માર્કેટ ની બહાર ચાંપતો પોલીસ બંદોબસ્ત જોવા મળ્યો હતો. કોઈપણ ખેડૂત સંગઠન અથવા તો રાજકીય પક્ષો દ્વારા બળજબરીથી માર્કેટ બંધ ન કરાવવામાં આવે તેની ખાસ તકેદારી પોલીસ દ્વારા લેવામાં આવી હતી. જોઇન્ટ પોલીસ કમિશનર APMC ની મુલાકાતે આવ્યા હતા..
બળજબરી દુકાન બંધ કરાવે તો કરો 100 નંબર પર કોલ
જોઈન્ટ પોલીસ કમિશનર પ્રવીણ માલે જણાવ્યું હતું કે શહેરમાં ભારત બંધની અસર નહિવત છે તેમ છતાં કોઈ પણ બળજબરીથી દુકાન બંધ કરાવવા માંગે તો લોકો 100 નંબર પર કોલ કરી પોલીસની મદદ મેળવી શકે છે.