- સુરતમાં પોલીસે વધારી તકેદારી
- દિવાળી પર્વને લઇને બજારોમાં વધી પ્રવૃત્તિઓ
- ચોર લૂટાંરાઓને કાબૂમાં રાખવા તકેદારી
- હીરાબજાર અને આંગડિયા વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ શરુ
સુરત: ઉલ્લેખનીય છે કે સુરતમાં હીરા બજાર અને આંગડિયા પેઢીઓ મોટા પ્રમાણમાં આર્થિક ગતિવિધિઓ ધરાવે છે. ત્યારે સુરતમાં દિવાળીના પર્વ પહેલા લૂંટ અને ચોરીની ઘટનાઓ વધતી જતી હોય છે. તેને ધ્યાનમાં રાખી સુરત પોલીસે લૂંટ, ચોરીની ઘટના ને ડામવા માટે ઘાસ પેટ્રોલિંગ શરૂ કર્યું છે દિવાળીના પર્વ પહેલા કોઈપણ અપરાધિક ઘટના ન બને તે માટે ટેક્સટાઇલ અને ડાયમંડ માર્કેટમાં પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. સુરત મહિધરપુરા પોલીસ દ્વારા હીરા બજાર અને આંગડિયા પેઢીના વિસ્તારમાં પેટ્રોલિંગ શરૂ કરવામાં આવી હતી.
- SRPની ટીમ સાથે ફૂટ પેટ્રોલિંગ
દિવાળીના તહેવારોને લઈ પોલીસે ફૂટ પેટ્રોલિંગ શરૂ કર્યું છે. સાથે SRPની ટીમ સાથે ફૂટ પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. હીરા બજારમાં મહિધરપુરા પોલીસ દ્વારા પેટ્રોલિંગ શરૂ કર્યું છે. અહીં હીરા બજાર અને આંગડિયા પેઢીઓ મોટા પ્રમાણમાં આવેલ છે. દિવાળી સમયે હીરા અને રૂપિયાની હેરાફેરી વધી જતી હોય છે.