સુરત શહેરમાં એવા અનેક જાગૃત નાગરિક છે, જે હંમેશા ખોટી પ્રવૃત્તિઓ સામે અવાજ ઉઠાવે છે કાં તો લડે છે. ત્યારે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે બારડોલીમાં. અહીં 2 શખ્સ 20,00,000 રૂપિયા ભરેલી બેગ ચોરી કરીને જઈ રહ્યા હતા. ત્યારે એક જાગૃત યુવકે ચોરનો પીછો કરી ચોરી (theft case in surat) થતા અટકાવી હતી. તો પોલીસે (Surat Police) પણ યુવકની હિંમતને સલામ કરી હતી.
20 લાખની ચોરી અટકાવી બારડોલીમાં 2 શખ્સ 20,00,000 રૂપિયા ભરેલી બેગ લઈ ફરાર થઈ રહ્યા હતા. તે સમયે 30 વર્ષીય જાગૃત યુવક આદિલ મેમણે એકલા હાથે આ બંને ચોરનો પીછો કરી લૂંટ (theft case in surat) થતા બચાવી હતી. ત્યારબાદ આદિલ મેમણે આ બેગ પોલીસને (Surat Police) સોંપી હતી. બેગ ચેક કરતા તેમાંથી 20,00,000 રૂપિયા મળી આવ્યા હતા. આ સાથે જ યુવકે મોટી લૂંટ થતા અટકાવી હતી.
યુવકે બનાવ્યો ચોરનો વીડિયો જોકે, ચોરનો (theft case in surat) પીછો કરતા સમયે યુવકે તેમનો વીડિયો પણ ઉતાર્યો હતો. તો યુવકની પ્રમાણિકતા, નિષ્ઠા અને બહાદૂરીથી પોલીસ (Surat Police) પણ પ્રભાવિત થઈ હતી. ને જિલ્લા પોલીસ વડા હિતેશકુમાર જોઈશર (Surat SP Hitesh kumar Joyshar) તથા ACPએ યુવકને સર્ટિફિકેટ અને 5,000 રૂપિયાનો ચેક આપી સન્માનિત (Surat Police honored brave young man) કર્યા હતા.
CCTV ફૂટેજના આધારે પણ તપાસ શરૂ SP હિતેશકુમાર જોઈશરે (Surat SP Hitesh kumar Joyshar) જણાવ્યું હતું કે, આ કેસના તપાસ દરમિયાન આ ગુનામાં સોડવાયેલા આરોપીની ઓળખ પણ કરી લેવામાં આવી છે. આરોપીઓને પકડવા માટે પોલીસની ટીમ અમદાવાદ રવાના પણ થઈ ગઈ છે. આ સાથે જ કેસમાં અન્ય એજન્સી અને સીસીટીવી ફૂટેજના આધારે પણ તપાસ ચાલી રહી છે.
આરોપીઓ ગાડીમાંથી બેગ લઈને ભાગી રહ્યા હતા આ અંગે જાગૃત યુવક આદિલ મેમણે જણાવ્યું હતું કે, હું 12 ઓક્ટોબરે કામ માટે ઘરેથી નીકળ્યો હતો. તે સમયે સ્ટેશન રોડ ઉપર પોલીસ સ્ટેશન (Surat Police) પાસે પહોંચતા જ મેં જોયું કે, 2 શખ્સ એક ગાડીનો કાચ તોડી એક બેગ લઈને ફરાર થઈ ગયા હતા. એટલે મેં ત્યાં ચોર ચોરની (theft case in surat) બૂમો પાડી હતી. ત્યારબાદ આ બંને શખ્સ ત્યાંથી ભાગી રહ્યા હતા. એટલે દોઢથી 2 કિલોમીટર સુધી મેં તેમનો પીછો કર્યો હતો. સાથે જ મેં તેમનો વીડિયો પણ રેકોર્ડ કર્યો હતો. ત્યારબાદ આ બંને શખ્સ 20,00,000 રૂપિયા ભરેલી બેગ ત્યાંને ત્યાં મૂકીને ભાગી ગયા હતા.
બેગ લઈને હું તરત પોલીસ સ્ટેશન ગયો આદિલ મેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ બેગ લઈ હું તાત્કાલિક પોલીસ સ્ટેશન (Surat Police) પહોંચ્યો હતો. અહીં મને ખબર પડી કે, આ બેગમાં 20,00,000 રૂપિયા હતા. ત્યારે પોલીસે મારું સન્માન કર્યું (Surat Police honored brave young man) તેનાથી મને ઘણો આનંદ થયો છે. જ્યારે હું ચોરનો (theft case in surat) પીછો કરી રહ્યો હતો. ત્યારે મને વિચાર આવ્યો કે, તેમની પાસે હથિયાર પણ હોઈ શકે છે. એટલે મને થોડો ડર લાગી રહ્યો હતો. મને જાણવા મળ્યું છે કે, પોલીસે આ બંને આરોપીઓને ઝડપી પણ પાડ્યા છે. ત્યારે હું અન્ય યુવાનોને કહેવા માગું છું કે, જ્યારે કોઈ આવી ઘટના બને ત્યારે ડરો નહીં તેનો સામનો કરો. આપણે કોઈનાથી ડરવાની જરૂર નથી. જો આપણે એકબીજાની મદદ કરીશું તો જ સમાજમાં બની રહી આવી ઘટનાઓ અટકશે.