ETV Bharat / city

કુખ્યાત આરોપીને પકડવા પોલીસે એવો રસ્તો કાઢ્યો કે આરોપી પણ ચોંકી ગયો - Surat Crime Branch Team

સુરત પોલીસે બિહારમાંથી કુખ્યાત આરોપી પ્રવિણ રાઉતની ધરપકડ (Surat Police arrested Pravin raut) કરી છે. આ વખતે પોલીસે આરોપીને પકડવા માટે નવો જ રસ્તો અપનાવ્યો હતો. તો પોલીસે આ આરોપીને કઈ રીતે ઝડપ્યો જોઈએ આ અહેવાલમાં.

કુખ્યાત આરોપીને પકડવા પોલીસે એવો રસ્તો કાઢ્યો કે આરોપી પણ ચોંકી ગયો

author img

By

Published : Jun 25, 2022, 11:20 AM IST

સુરતઃ શહેર પોલીસે બિહારમાં 8 દિવસ સુધી ફ્રૂટની લારી ફેરવી કુખ્યાત વોન્ટેડ આરોપી પ્રવિણ રાઉતની ધરપકડ કરી છે. પોલીસે 'ઓપરેશન ઘોસ્ટ' (Surat Police Operation Ghost) હેઠળ હત્યા, હત્યાનો પ્રયાસ, ધાડ, લૂંટ, ખંડણી જેવા ગુનામાં પકડાયેલા અને છેલ્લા 6 વર્ષથી નાસ્તો ફરતો કુખ્યાત આરોપી પ્રવિણ રાઉતને ઝડપી પાડ્યો છે. તેની સામે ભૂતકાળમાં 17 જેટલા ગુના નોંધાયેલા છે. આ ઉપરાંત પોલીસે તેના વતન બિહારમાં ફિલ્મીઢબે વોચ ગોઠવી ઝડપી પાડ્યો છે.

પોલીસનું ઓપરેશન ઘોસ્ટ સફળ

આ પણ વાંચો- મોરબી નજીક દુકાનમાં બંદુકની અણીએ લૂંટ ચલાવનાર બન્ને આરોપી ઝડપાયા

ક્રાઈમબ્રાન્ચને મળી હતી બાતમી - પોલીસે કુખ્યાત આરોપીને (Surat Police Operation Ghost) ઝડપી પાડવા માટે ઓપરેશન ઘોસ્ટ (Surat Police Operation Ghost) શરૂ કર્યું હતું. તે દરમિયાન સુરત ક્રાઈમબ્રાન્ચની ટીમને (Surat Crime Branch Team) બાતમી મળી હતી કે, કુખ્યાત આરોપી પ્રવિણ રાઉત (Surat Police arrested Pravin raut) બિહાર તેના વતન ગોરમા ગામ ખાતે છુપાયેલો છે. બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચની ટીમેં તેના વતનમાં ધામા નાખ્યા હતા. પોલીસે આરોપીની ઓળખ કરવા માટે ત્યાંનો પહેરવેશ પણ ધારણ કર્યો હતો.

પોલીસે ફ્રૂટની લારી ફેરવી માહિતી એકઠી કરી - એટલું જ નહી. ગામમાં ફરી ફ્રુટની લારીઓ ફેરવી તેની માહિતી એકઠી કરી હતી. પોલીસે (Surat Police Operation Ghost) એક સપ્તાહ સુધી આવી રીતે ફૂટની લારીઓ ચલાવી તેમ જ તેના ગામની રેકી કરી. તેના વિશે માહિતી એકઠી કરી હતી અને આઠમાં દિવસે આરોપી તાડી પીવા ગામની પાદરેથી પસાર થતો હતો. ત્યારે ક્રાઈમબ્રાન્ચની ટીમે સફળતાપૂર્વક આરોપી પ્રવિણ રાઉતને ઝડપી પાડ્યો હતો.

આ પણ વાંચો- Vadodara Crime : ચોરી કરેલા સોનાચાંદીના દાગીના વેચવા નીકળ્યા પણ...

હથિયાર સાથે લૂંટના ગુનામાં નાસતો ફરતો હતો- પોલીસે જણાવ્યું હતું કે, આરોપીનું પૂરું નામ પ્રવિણ ઉર્ફે દિપક દશરથ રાઉત (Surat Police arrested Pravin raut) છે. તે ફાયરિંગ કરી હત્યાના પ્રયાસ, રાયોટિંગ તથા ફાયરિંગ તેમ જ હથિયાર સાથે લૂંટના ગુનામાં નાસતોફરતો હતો અને આરોપી સામે ભૂતકાળમાં ધાડ, ખંડણી, લૂંટ, હત્યા સહિતના 17 જેટલા ગુનાઓ નોંધાયેલા છે.

હેરાન નહી કરવા માટે ખંડણી પેટે રકમની માંગણી - વધુમાં આરોપી બીજા રાજ્યના વ્યક્તિના નામના બોગસ સિમ કાર્ડ મેળવી સુરત ખાતેના તેના સાગરિતોનો સંર્પક કરી તેના મારફતે સુરતના વેપારી વર્ગની માહિતી મેળવી તેઓને ભયમાં મૂકી ધાકધમકી આપતો હતો. સાથે જ તેઓને શાંતિથી વેપાર ધંધો કરવા તેમ જ હેરાન નહીં કરવા માટે ખંડણી પેટે રકમની માંગણી કરી ગુનો આચરતો આવ્યો છે. આ ઉપરાંત જાહેરમાં મારામારી કરી હત્યા જેવા ગુનાને અંજામ આપ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.