સુરત: શહેરના 22મા કમિશનર તરીકે અજય તોમરે ચાર્જ સંભાળ્યો છે. અજય તોમર પહેલા પોતાના અધિકારી સાથે ઓળખાણ કરી હતી. ચાર્જ લીધા બાદ ડીસીપી, એસીપી અને પીઆઇ સાથે મીટીંગ કરી શહેરની ભૌગોલિક પરિસ્થિતિ બાબતે જાણકારી મેળવી હતી.
સુરતના પૂર્વ પોલીસ કમિશ્નર આર.બી બ્રહ્મભટ્ટ સાથેના વાર્તાલાભમાં શહેરના તમામ ભૌગોલિક પરિસ્થિતિ અંગે પણ જાણકારી મેળવી હતી. તેઓએ પત્રકારોને જણાવ્યું હતું કે, આર.બી બ્રહ્મભટ્ટ દ્વારા અત્યાર સુધી શહેરમાં લૉ એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ ખૂબ જ સારી રીતે સંભાળવામાં આવી છે. શહેરમાં લો એન્ડ ઓર્ડરની સ્થિતિ વધુ સઘન બનાવવા માટે અમે કટિબદ્ધ છે. પ્રજા માટે પોલીસિંગ વ્યવસ્થા વધુ સારી કરવામાં આવશે.
રક્ષાબંધનના પર્વ પર ચાર્જ લેનારા પોલીસ કમિશ્નર અજય તોમરે શહેરની તમામ બહેનોને જણાવ્યું હતું કે, તેઓ પોતાના સ્વપ્ન પૂરા કરવા માટે આગળ વધે પોલીસ તેમની સાથે છે અને હંમેશા તેમની સુરક્ષા માટે તત્પર રહેશે. સુરતમાં હાલ કોરોનાના કેસો વધી રહ્યાં છે અને આ વચ્ચે પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, અમદાવાદમાં પણ કોરોના કેસમાં મારો નિયંત્રણ કરવાનો અનુભવ હોવાથી સુરતમાં પણ તેજ સ્ટ્રેટેજી અપનાવી પોલીસ કાર્ય કરશે.