ETV Bharat / city

સુરતના કુખ્યાત ખંડણીખોરોએ ચપ્પુની અણીએ વેપારી પાસેથી 55.75 લાખ પડાવ્યા - Surat

સુરત: મુંબઈની અંધારી આલમના માફિયાઓની જેમ સુરતમાં પણ હવે માથાભારે ટોળકીએ ખંડણી ઉઘરાવવાની શરૂઆત કરી છે. ગોડાદરાના કાપડ વેપારીનું 7 મહિનામાં 3 વખત અપહરણ કરી ચપ્પુની અણીએ આસીફ ટામેટા ગેંગે 55.75 લાખની રકમ પડાવી લીધી છે. વેપારીએ આખરે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી ગેંગના મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી છે.

સ્પોટ ફોટો
author img

By

Published : Jul 18, 2019, 9:09 AM IST

ગોડાદરાના કાપડ વેપારીએ સુરતની ટામેટા ગેંગ સામે ખંડણી અને અહરણ સહિતની ફરિયાદ નોંધાવી છે. માથાભારે ટોળકીએ વેપારી પાસેથી વારંવાર પૈસા માગતા વેપારીએ કંટા‌ળીને તેના મિત્રને આ ઘટનાની જાણ કરી હતી.

ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ કમિશ્નર સતીષ શર્માએ વેપારીની વાતને ગંભીરતાથી લઈ તાત્કાલિક ક્રાઇમબ્રાંચમાં ગુનો દાખલ કરાવીને ખંડણીખોરોને પકડવા માટેની તજવીજ શરૂ કરી હતી. જેમાં ક્રાઇમબ્રાંચના સ્ટાફે ઉમરવાડાથી એક ખંડણીખોર મુજફ્ફરઅલી ઉર્ફે આસીફ ટામેટા જાફરઅલી સૈયદને દબોચી લઈને ધરપકડની કાર્યવાહી કરી છે.

સુરતના ખુખ્યાત ઉસુફ ટામેટાની ચપ્પુની અણીએ ખંડણીના ગુનામાં ધરપકડ

ગોડાદરા ખાતે રહેતા કાપડના વેપારી જયશંકર દુબે પાસે માથાભારે છોટુ સિદ્દીકી, આશીફ ટામેટા, અજ્જુ ટામેટા, સંદીપ, યુસુફની ટોળકીએ અપહરણ કરીને શરૂઆતમાં 10 લાખની રકમ પડાવી હતી. ત્યારે વેપારી પોલીસ ફરિયાદ ન કરતા ટોળકીએ તેનું 3 વાર અપહરણ કરીને ચપ્પુની અણીએ 55.75 લાખની રકમ પડાવી હતી.

કસ્ટમ અધિકારી અને પોલીસ અધિકારીની ખોટી ઓળખ આપી વેપારીને બોગસ કંપનીઓ બનાવીને વેચાણ કરો છો એવી ધમકી આપી હતી. અને આસીફ ટામેટા ગેંગે 11 ડિસેમ્બર-18 નવસારી ખાતેથી અપહરણ કરી લાજપોર ખાતે લઈ ચપ્પુની અણીએ ધમકાવીને 10 લાખની રકમ પડાવી હતી. બાદમાં પછી ફેબ્રુઆરીમાં 20 લાખ, 22મી જુને 20 લાખ તેમજ વેપારીના મિત્ર રાજેશ અગ્રવાલ પાસેથી 1 લાખની રકમ સહિત મળીને 55.74 લાખની ખંડણી ઉઘરાણી કરી હતી.

આખરે વેપારી કંટાળીને પોલીસ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધાવતા ખડણી ગેંગના કેટલાક સાગરીતોને પોલીસે પકડી પાડ્યા હતા. આ આરોપી આસીફ ટામેટા ગેંગ પહેલા ડુપ્લીકેટ કિન્નરો બનીને ફરતા હતા. જેને લઈને અસલી કિન્નરોઓ સાથે દાપુ લેવાની બાબતે માથાકૂટ થતા એક કિન્નરની હત્યા પણ થઈ હતી.

જ્યારે વેપારીનું અપહરણ થયું તે વેપારી પણ બે નંબરનો વેપાર કરતો હતો. જેથી પોલીસ પાસે કોઈ ફરિયાદ નોંધાવતો ન હતો. જ્યારે પોલીસ તપાસ કરે તો પોતાની ચોરી બહાર ન આવે તેને લઈ વેપારીએ ખંડણી ખોરોને 55 લાખ સુધીની રકમ આપી દીધી હતી.

બીજી તરફ આ કેસમાં અન્ય આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર છે. પરંતુ જો કસ્ટમ વિભાગ આ વેપારીની પણ સઘન તપાસ કરે તો અનેક ખુલાસાઓ બહાર આવે તેવી શક્યતાઓ પણ હાલ સેવાઇ રહી છે. જે કસ્ટમ વિભાગ માટે પણ તપાસનો વિષય બની રહે છે.

Intro:સુરત : મુંબઈની અંધારી આલમના માફીયાઓની જેમ સુરતમાં પણ હવે માથાભારે ટોળકીએ ખંડણી ઉઘરાવવાની શરૂઆત કરી છે. ગોડાદરાના કાપડ વેપારીનું 7 મહિનામાં 3 વખત અપહરણ કરી ચપ્પુની અણીએ આસીફ ટામેટા ગેંગે 55.75 લાખની રકમ પડાવી લીધી છે.વેપારીએ આખરે ક્રાઇમ બ્રાન્ચમાં   ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી ગેંગના મુખ્ય સૂત્રધાર ની ધરપકડ કરી છે.આરોપીઓએ કસ્ટમ ના અધિકારી ની ખોટી ઓળખ આપી નવસારી થી વેપારીનું અપહરણ કર્યું હતું.જ્યાં બાદમાં લાખોની ખંડણી પડાવી વેપારીને છોડી મુક્યો હતો.

Body:ગોડાદરાના કાપડ વેપારીએ સુરત ની ટામેટા ગેંગ સામે ખંડણી અને અહરણ સહિતની ફરિયાદ નોંધાવી છે.વેપારીને ધમકી મળતી હતી કે,. ‘તેરી તીનો લડકીયા સ્કૂલ મે પઢતી હૈ, તુમ્હારી બીવી શામ કો ગોડાદરા માર્કેટ મે સબ્જી લેને જાતી હૈ, વો હમ અચ્છી તરહ જાનતે હૈ, અગર તુમને પુલીસ ફરીયાદ કરને કી યા કોઈ ચાલાકી કરને કી ભુલ કી તો બીવી ઔર બચ્ચીયા જીંદા નહિ દેખોંગે’. માથાભારે ટોળકીએ વધુ 10 લાખની માંગણી કરતા વેપારી કંટા‌ળી ગયો હતો. છેવટે એક મિત્રએ હિમ્મત આપીને પોલીસ કમિશનર પાસે મળવા લઈ ગયો હતો. પોલીસ કમિશનર સતીષ શર્માએ વેપારીની વાતને ગંભીરતાથી લઈને તાત્કાલિક ક્રાઇમબ્રાંચમાં ગુનો દાખલ કરાવીને ખંડણીખોરોને પકડવા માટેની તજવીજ શરૂ કરી હતી.જેમાં ક્રાઇમબ્રાંચના સ્ટાફે ઉમરવાડાથી એક ખંડણીખોર મુજફ્ફરઅલી ઉર્ફે આસીફ ટામેટા જાફરઅલી સૈયદને દબોચી લઈને ધરપકડની કાર્યવાહી કરી છે.

ગોડાદરા ખાતે રહેતા કાપડના વેપારી જયશંકર દુબે પાસે માથાભારે છોટુ સિદ્દીકી, આશીફ ટામેટા, અજ્જુ ટામેટા, સંદીપ, યુસુફની ટોળકીએ અપહરણ કરીને શરૂઆતમાં 10 લાખની રકમ પડાવી હતી. ત્યારે વેપારી પોલીસ ફરિયાદ ન કરતા ટોળકીએ તેનું 3 વાર અપહરણ કરીને ચપ્પુની અણીએ 55.75 લાખની રકમ પડાવી હતી. કસ્ટમ અધિકારી અને પોલીસ અધિકારીની ખોટી ઓળખ આપી વેપારીને બોગસ કંપનીઓ બનાવીને વેચાણ કરો છો એવી ધમકી આપી હતી. અને આસીફ ટામેટા ગેંગે 11 ડિસેમ્બર-18 નવસારી ખાતેથી અપહરણ કરી લાજપોર ખાતે લઈ ચપ્પુની અણીએ ધમકાવીને 10 લાખની રકમ પડાવી હતી.બાદમાં પછી ફેબુઆરીમાં 20 લાખ, 22મી જુને 20 લાખ તેમજ વેપારીના મિત્ર રાજેશ અગ્રવાલ પાસેથી 1 લાખની રકમ સહિત મળીને 55.74 લાખની ખંડણી ઉઘરાણી કરી હતી.આખરે વેપારી કંટાળીને પોલીસ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધાવતા ખડણી ગેંગના કેટલાક સાગરીતો ને પોલીસે પકડી પાડ્યા.આ આરોપી આસીફ ટામેટા ગેંગ પહેલા ડુપ્લીકેટ કિન્નરો બનીને ફરતા હતા. જેને લઈને અસલી કિન્નરોઓ સાથે દાપુ લેવાની બાબતે માથાકૂટ થતા એક કિન્નરની હત્યા પણ થઈ હતી.....

Conclusion:જયારે જે વેપારીનું અપહરણ થયું તે વેપારી પણ બે નંબરનો વેપાર કરતો હતો. જેથી પોલીસ પાસે કોઈ ફરિયાદ નોંધાવતો ન હતો.જ્યારે પોલીસ તપાસ કરેતો જે વેપારી અલગ અલગ ફર્મ બનાવી વેપારીઓને આપતો હતો અને વર્ષે કમિશન કમાતો હતો.. પોતાની ચોરી બહાર ના આવે તેને લઈ વેપારીએ ખંડણી ખોરો ને 55 લાખ સુધીની રકમ આપી દીધી.બીજી તરફ આ કેસમાં અન્ય આરોપીઓ હજી પોલીસ પકડથી દૂર છે.પરંતુ જો  કસ્ટમ વિભાગ આ વેપારીની પણ સઘન તપાસ કરે તો અનેક ખુલાસાઓ બહાર આવે તેવી શક્યતાઓ પણ હાલ સેવાઇ રહી છે.જે કસ્ટમ વિભાગ માટે પણ તપાસનો વિષય બની રહે છે.

બાઈટ :- આર આર સરવૈયા  ( એસીપી,સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસ,સુરત )

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.