- જિલ્લા પોલીસના વડા ઉષા રાડાનું માનવતા તરફ એક પગલું
- પોલીસ નિ:સહાય અને જરૂરતમંદને અનાજ સહીતના મદદ પહોંચાડશે
- પોલીસ વિભાગ દ્વારા 3,000 લોકોનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું
સુરત : ગ્રામ્ય પોલીસ દ્વારા અનોખી પહેલ કરી જિલ્લાના આશરે 3,000થી પણ વધુ નિ:સહાય અને જરૂરતમંદને અનાજ સહીત દવા અને અન્ય મદદ પહોંચાડી રહ્યા છે. આ ઉપરાંત, જિલ્લા અંતર્ગત આવનાર તમામ પોલીસ કર્મીઓ મહિનામાં એક દિવસ વૃદ્ધોના ઘરે જઈ તેમની સાથે એક કલાક પસાર કરશે. આ ખાસ અભિયાનની શરૂઆત જિલ્લા પોલીસ વડા ઉષા રાડાએ કરી છે. તેઓ સુરત જિલ્લાના આદિવાસી વિસ્તાર ગણાતા મહુવા તાલુકાના એક આદિવાસી વૃદ્ધાને મળવા પણ ગયા હતા.
આ પણ વાંચો: ગજેરા સ્કૂલ વિવાદમાં જિલ્લા શિક્ષણ વિભાગની ટીમ તપાસ કરશે
વૃદ્ધોની સહાય અને જરૂરિયાત મંદ વૃદ્ધો માટે ખાખીએ નવી પહેલ
સુરત જિલ્લામાં આદિવાસી વિસ્તાર પણ આવેલો છે, આ અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં રહેતા વૃદ્ધોની સહાય અને જરૂરિયાત મંદ વૃદ્ધો માટે ખાખીએ નવી પહેલ કરી છે. આ પહેલ મુજબ તેઓએ જિલ્લામાં રહેતા જરૂરીયાતમંદ વૃદ્ધોના નામના મેળવ્યા હતા, આ લિસ્ટ પ્રમાણે તેઓ તમામની મદદ કરવા માટે આગળ આવ્યા છે, NGOની મદદ વગર સુરત જિલ્લા પોલીસે અભિયાનની શરૂઆત કરી છે. માત્ર લો એન્ડ ઓર્ડર જ નહિ, પરંતુ તેની સાથે એક જવાબદારી રૂપે જિલ્લાના જરૂરિયાત મંદવૃદ્ધોની મદદ કરવા માટે સુરત જિલ્લા પોલીસ દ્વારા આ અનોખી પહેલની શરૂઆત કરાઈ છે.
સમસ્યાને જાણી દૂર કરવા માટે પોલીસ કટિબદ્ધ
સુરત જિલ્લા પોલીસ વડા ઉષા રાડા પણ આ અભિયાનથી જોડાયા છે, તેઓ દ્વારા અભિયાનની શરૂઆત કરાઈ છે, તેઓ મહુવા તાલુકાના એક ગામના વૃદ્ધને મળવા પણ ગયા છે, તેઓએ જણાવ્યું હતું કે, અમે પોલીસિંગની સાથો સાથ સિનિયર સિટિઝનની દેખરેખ પણ કરવા માંગીએ છીએ. અહીયા એવા લોકો પણ છે કે, જેમના બાળકો તેમની સાથે નથી રહેતા, વિધવા મહિલા હોય, આ ઉપરાંત આર્થિક રીતે ખૂબ જ પછાત છે. અમે તેમની મદદ કરવા માટે તત્પર છીએ, અમે 3,000 લોકોનું લિસ્ટ તૈયાર કર્યું છે. અમારા દરેક પોલીસ કર્મી આ લોકોને મહિનામાં એક વખત મળવા જશે અને તેમની સમસ્યા જાણશે, આ બાદ સમસ્યાને દૂર કરવા માટે પ્રયાસ કરશે.
આ પણ વાંચો: આ વ્યક્તિ જીવતા કરતા મરેલા લોકોને વધુ મળ્યો, જાણો કેવી રીતે...
તમામ નાની નાની બાબતો અંગે કાળજી લેવામાં આવશે
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આત્મસંતોષ માટે આ સેવા કરવાનો વિચાર આવતા જ આ અભિયાનની શરૂઆત કરાઈ છે. અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં રહેતા વૃદ્ધોની સહાયતા કરવી ખૂબ જ જરૂરી છે. એક વૃદ્ધને ખબર પણ નહોતી કે તેમની આંખમાં મોતિયો છે, અમે તેમની મદદ કરી અને સર્જરી માટે આગળ આવ્યા, એટલું જ નહીં ઘણા લોકોના ઘરમાં ઊંઘવા માટે ખાટલાની પણ સગવડ નહોતી અને કેટલીક જગ્યાએ તો વાસણ સહિતની જરૂરી વસ્તુઓ પણ ન હોવાનું સામે આવ્યું હતું. આ તમામ નાની નાની બાબતો અમે ધ્યાનમાં રાખી તેમની જરૂરિયાત પૂર્ણ કરવા માટે કટિબદ્ધ છીએ.