સુરત: બોટાદના બરવાળા અને અમદાવાદના ધંધુકામાં (Chemical Incident in Dhandhuka) થયેલા કેમિકલ કાંડ બાદ હવે પોલીસ સફારી જાગીને જવાબદારો સામે કાર્યવાહી કરી રહી છે. સુરત પોલીસે છેલ્લા બે દિવસમાં ઈંગ્લીશ અને દેશી દારૂના કુલ 229 કેસ (Cases of Alcohol) કર્યા છે. એમાં 226 આરોપીઓની ધરપકડ કરી છે.
આ પણ વાંચો: લો બોલો, લઠ્ઠાકાંડ વચ્ચે પોલીસની દારૂ પાર્ટી...
સુરત પોલીસ પણ એકશન મોડમાં - દેશી દારૂના નામે કેમિકલ મિશ્રિત આલ્કોહોલ (Chemically Mixed Alcohol) પીવાથી કથિત લઠ્ઠાકાંડ સર્જાય છે. થોડા વર્ષો અગાઉ સુરતમાં પણ લઠ્ઠા કાંડ સર્જાઈ ચૂક્યો છે. બોટાદમાં બનેલી ઘટના બાદ સુરત પોલીસ પણ એલર્ટ મોડ(Surat Police Alert) પર આવી ગઈ છે. સુરત પોલીસ કમિશનર (Commissioner of Police Surat) અજય તોમરે આપેલી જાણકારી મુજબ બોટાદમાં બનેલી કેમિકલ કાંડની ઘટના બાદ સુરત પોલીસ પણ એકશનમાં છે. બે દિવસ દરમિયાન પોલીસ દ્વારા 209 દેશી દારૂના અને 20 ઇંગલિશ દારૂના કેસો કરવામાં આવેલા છે. જેમાં કુલ 226 આરોપીઓની ધરપકડ કરાઈ છે. 2588 લીટર દેશી દારૂનો જથ્થો કબજે કર્યો છે. 4804 ઇંગ્લિશ દારૂની બોટલ પણ કબજે કરી છે.
1215 દારૂ પીધેલા સુરતના વિવિધ વિસ્તારોમાંથી ઝડપાયા - અત્રે ઉલ્લેખનીય છે કે, વીતેલા 24 દિવસમાં આજે સુરત પોલીસે દેશી દારૂના 800થી વધુ કેસ કર્યા છે અને 25 દિવસમાં ઇંગલિશ દારૂના 91 કેસ થયા છે જ્યારે 1215 દારૂ પીધેલા સુરતના વિવિધ વિસ્તારોમાંથી ઝડપાયા છે.
આ પણ વાંચો: બોટાદ લઠ્ઠાકાંડ બાદ પોલીસ જાગી, દેશીદારૂના અડ્ડાઓ પર છાપે મારી શરૂ કરી
દારૂબંધી મુદ્દે સુરત પોલીસ સતત કાર્યશીલ - પોલીસ કમિશનર અજય તોમર એ જણાવ્યું હતું કે, આ ઘટના પહેલાથી જ સુરત શહેરમાં દારૂબંધીની નીતિ કડકાઇથી અમલમાં છે. અમે સતત આ મુદ્દે કાર્યશીલ છીએ. આ સાથે સુરતમાં કોઝવે વિસ્તારમાં(Causeway area in Surat) જે દારૂની ભઠ્ઠી અંગે મીડિયા પાસેથી માહિતી મળી હતી. તે બાબતે પણ તપાસના આદેશ કરવામાં આવેલા છે.