સુરત: કામરેજ તાલુકાના પાસોદરા ખાતે (Surat Pasodra Murder Case) થયેલી યુવતીની હત્યાની ઘટનામાં આજે યુવતીના ઘરેથી અંતિમ યાત્રા મિનિબજાર થઈ અશ્વિની બજાર જશે, આ યાત્રામાં બહોળી સંખ્યામાં લોકો જોડાવાની શક્યતાઓ સેવાઈ રહી છે, કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રહેશે ઉલ્લેખનીય છે કે, યુવતીની હત્યા શનિવારના સાંજે થઈ હતી પણ મૃતક યુવતીના પિતા આફ્રિકા હોવાથી 2 દિવસ મોડી અંતિમ યાત્રા નીકળી રહી છે.
આ પણ વાંચો: Surat Pasodra Murder Case : પાસોદરા યુવતીની હત્યાનો મામલો, ગૃહપ્રધાન પહોંચ્યા યુવતીના ઘરે
શુ હતી સમગ્ર ઘટના
સુરત જિલ્લાના કામરેજ તાલુકાના પાસોદરા પાટિયા પાસે આવેલી લક્ષ્મીધામ સોસાયટીમાં રહેતી ગ્રીસમાં નંદલાલ વૈકરીયા નામની 21 વર્ષીય યુવતી સુરત ખાતે કોલેજમાં અભ્યાસ કરી હતી. તેની જ કોલેજમાં ભણતો સુરત શહેર વિસ્તારમાં રહેતો ફેનીલ પંકજ ગોયાણી નામના યુવક ગ્રીષ્મા સાથે એક તરફી પ્રેમમાં પાગલ થઈ ગયો હતો. યુવતી ને હેરાન કરતો હતો. યુવતી દ્વારા યુવક હેરાનગતિ કરતો હોવાની જાણ પરિવારને કરતા યુવતીના મોટા પિતાએ યુવકને ઠપકો આપ્યો હતો. યુવકે ચપ્પુ લઈને યુવતીની સોસાયટીમાં પહોંચ્યો હતો અને હંગામો મચાવ્યો હતો.
આ પણ વાંચો: Surat Pasodra Murder Case: 'કપલ બોક્સ' બંધ કરવાની માંગ, શહેરના ઉદ્યોગપતિઓ દ્વારા શહેર પોલીસ કમિશનરને રજૂઆત
યુવતીને ગળાના ભાગે ચપ્પુ મારી મોતને ઘાટ ઉતારી
વિફરેલા યુવકે યુવતીના મોટા પિતા પર હુમલો કરતા તેઓને બચાવવા યુવતી પડી હતી, ત્યારે યુવકે યુવતીને ગળાના ભાગે ચપ્પુ રાખી યુવતીને બંધક બનાવી દીધી હતી. યુવતીને બચાવવા એનો ભાઈ આવતા યુવકે યુવતીના ભાઈ પર પણ હુમલો કરી દીધો હતો અને બાદમાં ગળા ભાગે ચપ્પુ મારી યુવતીને મોતને ઘાટ ઉતારી હતી. ઘટનાની જાણ કામરેજ પોલીસને થતા કામરેજ પોલીસના માણસો ગણતરીની મિનિટોમાં પહોંચી ગયા હતા. જોકે હત્યારા યુવકે પોલીસથી બચવા ઝેર ખાઈ લીધું અને પોતાના હાથની નસ કાપી નાખી હતી, પણ પોલીસ દ્વારા ઇજાગ્રસ્ત યુવતીના ભાઈ, મોટા પિતા અને હત્યારા યુવકને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.