ETV Bharat / city

હવે સુરતમાં કોરોના દર્દીઓના ઘરે જઈને ઓક્સિજન આપવામાં આવશે, જાણો કઈ રીતે... - UNITED WE BREATH- Humanitarian Aid

કોરોનાની ત્રીજી લહેર ( third wave of corona ) માટે સુરત મહાનગરપાલિકા દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેના ભાગરૂપે મ.ન.પા. દ્વારા ઓક્સિજનની અછત ન સર્જાય તે માટે ઓક્સિજન એક્સપ્રેસ બસનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. અમેરિકામાં વસતા ગુજરાતીઓએ 100 જેટલા ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ ( oxygen concentrators ) સુરત મહાનગરપાલિકાને આપવામાં આવ્યા હતા. જે ઓક્સિજન એક્સપ્રેસ ( oxygen express ) બસના માધ્ચમથી મળી રહેશે.

હવે સુરતમાં કોરોના દર્દીઓના ઘરે જઈને ઓક્સિજન આપવામાં આવશે, જાણો કઈ રીતે...

author img

By

Published : May 28, 2021, 5:22 PM IST

  • સુરત મ.ન.પા. દ્વારા oxygen express બસ સેવા કરાઈ શરૂ
  • કોરોના દર્દીઓને ઓક્સિજનની જરૂર પડતા ઘરે જઈને અપાશે ઓક્સિજન
  • દક્ષિણ ગુજરાતના NRI દ્વારા મ.ન.પા.ને 100 oxygen concentrators અપાયા

સુરત: કોરોનાની બીજી લહેર ( second wave of corona )માં ઓક્સિજનનની અછત સર્જાઈ હતી. સંભવિત ત્રીજી લહેર ( third wave )માં આ સમસ્યા ન સર્જાય તે માટે સુરત મહાનગરપાલિકા ( Surat Municipal Corporation )એલર્ટ મોડમાં છે. અમેરિકામાં રહેતા દક્ષિણ ગુજરાતના ગુજરાતી સમાજના લોકો દ્વારા 100 જેટલા ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ ( oxygen concentrators ) સુરત મ.ન.પા. ને આપવામાં આવ્યા હતા. જે જરૂરિયાતવાળા લોકોને મળી રહે તે માટે મ.ન.પા.એ ઓક્સિજન એક્સપ્રેસ ( oxygen express ) બસના માધ્યમથી પહોંચાડવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ બસનું આજે એટલે કે શુક્રવારના રોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

હવે સુરતમાં કોરોના દર્દીઓના ઘરે જઈને ઓક્સિજન આપવામાં આવશે, જાણો કઈ રીતે...

મ.ન.પા. એ હેલ્પલાઈન નંબર જાહેર કર્યો

સુરત મ.ન.પા.ના સ્થાયી સમિતિના ચેરમેન પરેશ પટેલે ETV Bharatને જણાવ્યું હતું કે, સંભવિત કોરોનાની ત્રીજી લહેર ( third wave of corona )ને ધ્યાનમાં રાખીને તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. જે જરૂરિયાતમંદ છે અથવા કોરોના સંક્રમિત હોય તો તેમના માટે હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે. લોકો આ હેલ્પલાઇન નંબર પર ફોન કરશે તો કોર્પોરેશનના આરોગ્ય વિભાગની ટીમ ત્યાં પહોંચી જશે. ત્યાર બાદ દર્દીને મેડિકલ તપાસ કર્યા બાદ જો તેને ઓક્સીજનની જરૂરિયાત હશે તો તેને ઓક્સિજન એક્સપ્રેસ બસ મારફતે ત્યાં ઘરે જ ઓક્સિજન આપવામાં આવશે. હાલ સુરત શહેરમાં 100 જેટલા ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ ( oxygen concentrators ) છે. જે રોટેશન મુજબ દર્દીને આપવામાં આવશે.

અમેરિકામાં રહેતા NRI ગુજરાતી સમાજ દ્વારા oxygen concentrators અપાયા

અમેરિકામાં રહેતા દક્ષિણ ગુજરાતીઓ દ્વારા 100 જેટલા oxygen concentrators સુરત મહાનગરપાલિકાને આપવામાં આવ્યા છે. આવનારા દિવસોમાં વધુ 200 જેટલા oxygen concentrators તેમના દ્વારા આપવામાં આવશે. આ તમામ કોન્સન્ટ્રેટર્સ UNITED WE BREATH- Humanitarian Aid દ્વારા મોકલવામાં આવ્યા છે. આ પૈકીના કેટલાક ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ બારડોલીમાં આવેલી માલીબા હોસ્પિટલને આપવામાં આવ્યા છે. જે કોરોના દર્દીઓ માટે આશિર્વાદરૂપ પુરવાર થશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.