ETV Bharat / city

સુરત મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ : દુકાનદારોને ખબર જ નથી કે તેમની દુકાનો સંપાદિત કરાશે - સુરત મેટ્રો ટ્રેન

40.35  કિલોમીટર મેટ્રો ટ્રેન પ્રોજેક્ટનો પ્રથમ ફેઝની કામગીરી શરૂ થઈ ગઈ છે પરંતુ સંપાદન પ્રક્રિયા અત્યાર સુધી થઈ નથી. સૌથી મહત્વની વાત આજે કે લંબે હનુમાન રોડ ખાતે આવેલા ખારવા ચાલની બહાર મેઇન રોડ પર જ્યાં અંડરગ્રાઉન્ડ રેલવે પ્રોજેકટની કામગીરી ચાલી રહી છે ત્યાં સંપાદિત થનારી દુકાનોના માલિકોને ખબર જ નથી કે તેમની દુકાનો આ પ્રોજેક્ટ હેઠળ સંપાદિત કરવામાં આવશે.

સુરત મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ : દુકાનદારોને ખબર જ નથી કે તેમની દુકાનો સંપાદિત કરાશે

author img

By

Published : Aug 11, 2021, 8:10 PM IST

  • ખારવા ચાલની બહાર આશરે 30 જેટલી દુકાનો ચાલે છે
  • ખારવા ચાલની બહાર અંડરગ્રાઉન્ડ રેલવે પ્રોજેકટની કામગીરી ચાલી રહી છે
  • દુકાનદારોને ખબર જ નથી કે સંપાદન પ્રક્રિયા હાથ ધરાશે

સુરત : લંબે હનુમાન રોડ પર ખારવા ચાલની બહાર આશરે 30 જેટલી દુકાનો આવેલ છે રેલવે મેટ્રો પ્રોજેક્ટ ડીપીઆરની વાત કરવામાં આવે તો આ સંબંધિત વિસ્તારમાં પ્રોજેક્ટમાં અંડરગ્રાઉન્ડ રેલવે સ્ટેશન બનાવવામાં આવશે. સાથોસાથ ખારવા ચાલની જગ્યાએ મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટેશન હબ તૈયાર કરવામાં આવશે. અંડરગ્રાઉન્ડ મેટ્રો ટ્રેકની કામગીરી જ્યાં ચાલી રહી છે. તેનાથી માત્ર એક ફૂટ દૂર દુકાનો આવેલ છે. મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટેશન હબ અને એન્ટ્રી એક્ઝિટ માટે આ દુકાનોનું સંપાદન કરવામાં આવશે. પરંતુ સૌથી અગત્યની વાત આ છે કે અંદર ગ્રાઉન્ડ ટ્રેકની કામગીરી જે દુકાનોની બહાર ચાલી રહી છે સોઈલ ટેસ્ટીંગ થઈ ગઈ છે અને સાથોસાથ માપણી પણ કરાઈ છે ત્યાં દુકાનદારોને ખબર જ નથી કે તેમની દુકાન આ પ્રોજેક્ટ હેઠળ સંપાદિત કરવામાં આવનાર છે. 40 વર્ષ જૂની દુકાનો ધરાવતા દુકાનદારોને આ અંગે કોઈ પણ પ્રકારની માહિતી નથી. પરિવારનું ગુજરાણ જે દુકાનથી તેઓ ચલાવી રહ્યા છે તેઓ આ સમગ્ર બાબતથી અજાણ છે.

કેસ નંબર 1
25 વર્ષથી સાયકલ રીપેરીંગ સહિત અન્ય ઓટો પાર્ટસની રીપેરીંગ કરનાર રાજેશ દોલતસિંહ ખારવા ચાલુ ખાતે દુકાન ધરાવે છે. તેમની દુકાનની ઠીક બહારથી અન્ડરગ્રાઉન્ડ મેટ્રો ટ્રેન પસાર થશે. જ્યાં માટે તેમની દુકાન સંપાદિત કરવામાં આવશે પરંતુ અગત્યની વાત એ છે કે રાજેશભાઈ આ બાબતે અજાણ છે. તેઓએ જણાવ્યું હતું કે દુકાનથી પરિવારનું ગુજરાન ચાલે છે અત્યાર સુધી કોઈ અધિકારી તેમના ત્યાં આવ્યું નથી. સંપાદન અંગે કોઈ પણ વાતચીત થઈ નથી. માત્ર દુકાનની બહાર મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ હેઠળ કામગીરી ચાલી રહી છે આ અંગે તેમને જાણકારી છે.

પ્રોજેક્ટ ડીપીઆરની વાત કરવામાં આવે તો આ સંબંધિત વિસ્તારમાં પ્રોજેક્ટમાં અંડરગ્રાઉન્ડ રેલવે સ્ટેશન બનાવવામાં આવશે
કેસ નંબર 2 ખારવા ચાલની બાહર 40 વર્ષથી દુકાન ધરાવતા અબ્બાઝ દીવાન અહીં ઓટો વેલ્ડીંગનું કામ કરે છે તેઓએ જણાવ્યું હતું કે સંપાદન પ્રક્રિયા અંગે કોઈપણ જાણકારી નથી. અધિકારીઓ અહીં આવે છે અને માત્ર જણાવે છે કે કામકાજ માટે તેમની દુકાનમાં કોઈ તિરાડ છે કે નહીં. કારણકે અંડરગ્રાઉન્ડ રેલવેની કામગીરી દરમિયાન દુકાનને કોઈ હાનિ ન પહોંચે આ માટે તેઓ સર્વે કરીને જતા હોય છે અને અત્યાર સુધી કોઈ પણ જાણકારી આપવામાં આવી નથી. દુકાનની બહાર તેઓ અંડરગ્રાઉન્ડ રેલવે ટ્રેક માટેની કામગીરી શરૂ કરી દીધી છે. જેના કારણે વેપાર પર અસર થઇ રહી છે સોઈલ ટેસ્ટિંગના નામે અમારી ચાર મહિના સુધી દુકાન બંધ રાખી હતી. દુકાનની બહાર જ કામકાજ ચાલુ છે જેની અસર પડે છે. કેસ નંબર 3 વર્ષ 1995થી ઓટો સ્પેરપાર્ટની દુકાન ચલાવતા મહંમદ પટેલને પણ રાજેશભાઈ અને અબ્બાસ ભાઈની જેમ ખબર જ નથી કે તેમની દુકાન મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ હેઠળ સંપાદિત કરવામાં આવશે. તેઓએ જણાવ્યું હતું કે તેમના પરિવારમાં બે બાળકો છે અને આ ઉમરે પણ દુકાન ચલાવીને તેઓ પરિવારનો ગુજરાન ચલાવી રહ્યાં છે. કોઇપણ અધિકારી આવે છે તેઓ સંપાદન અંગે અત્યાર સુધી જાણકારી આપી નથી. દુકાનો સાથે 125 મકાન પણ આવેલા છે અત્રે ઉલ્લેખનીય છે કે દુકાનોની બહાર માત્ર 1 ફિટ બહાર માપણી કરવામાં આવી છે. તમામ પ્રક્રિયા પણ શરૂ કરી દેવાઇ છે.આ દુકાનો પાછળ 125 મકાન આવેલા છે આ આ જગ્યાએ મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ હેઠળ મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટેશન હબ બનશે પરંતુ અહીંના સ્થાનિક લોકોને આ અંગે જાણકારી પણ નથી કે તેમની સંપત્તિ સંપાદિત કરવામાં આવશે.આ પણ વાંચોઃ Exclusive: મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ જ્યાં મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટેશન હબ બનવાનું છે ત્યાં 125 મકાનની ચાલી, સંપાદન પ્રક્રિયા '0'

આ પણ વાંચોઃ સુરત રેલવે સ્ટેશનના પૂર્વ તરફના ભાગને પણ સમાંતર વિકસાવી શકાશે, રેલવે રાજ્યપ્રધાન લાવ્યાં ઉકેલ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.