- 'યે દોસ્તી હમ નહીં તોડેગેં' નું ગીત ગાઈ પોલીસકર્મીઓને આપી શ્રદ્ધાંજલિ
- 100 કરોડ વેકસીનેશનના રેકોર્ડને બિરદાવવા માટે કાર્યક્રમ યોજાયો
- ગીત સાંભળીને ત્યાં ઉપસ્થીત લોકો ભાવુક થયા
સુરત : 'યે દોસ્તી હમ નહીં તોડેગે' નું ગીત ગાઈ સુરત શહેરના જોઈન્ટ પોલીસ કમિશ્નર પ્રવીણ મલે કોરોનામાં મૃત્યુ પામનાર પોલીસકર્મીઓને અનોખી શ્રદ્ધાજલિ આપી હતી. કોરોના કાળ દરમિયાન કોરોના વોરિયર્સ દ્વારા 100 કરોડ લોકોને વેકસીનેશન કરવાનો ઐતિહાસિક રેકોર્ડને બિરદાવવા માટે કાર્યક્રમ યોજાયો હતો. કમિશ્નર પ્રવીણ મલે કોરોનામાં મૃત્યુ પામેલા તમામ પોલીસ જવાનને પોતાના મિત્ર ગણાવીને યાદ કર્યા અને ગીત ગાઈ શ્રદ્ધાંજલિ આપી.
ગીત સાંભળીને લોકો ભાવુક થયા
કોરોના કાળમાં પોતાના જીવની ચિંતા કરવા વગર લોકોની સારવાર કરનાર સિવિલ નર્સિંગ સ્ટાફ અને ડૉકટરને કોરોના વોરિયર્સનું પોલીસ દ્વારા સન્માન સમારંભ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં 100 કરોડ લોકોને વેકસીનેશન અપાતા જોઈન્ટ પોલીસ કમિશ્નર પ્રવીણ મલે ગર્વ અનુભવ્યો હતો અને 'યે દોસ્તી હમ નહીં તોડેંગે, તોડેગે દમ મગર તેરા સાથ નહિ છોડેંગે' ગીત ગાઈને કોરોનાકાળમાં મૃત્યું પામનારને શ્રદ્ધાંજલિ આપી હતી. આ ગીત સાંભળીને ત્યાં ઉપસ્થીત લોકો ભાવુક થઈ ગયા હતા.
આ પણ વાંચો : યોગા સ્ટેટ ચેમ્પિયનશિપમાં ભાવનગરની રુચા-યજુર્વિની જોડી ઝળકી, પ્રથમ સ્થાન મેળવ્યું
આ પણ વાંચો : રાજકોટમાં Diwali માટેના ફટાકડાના સ્ટોલ માટે Fire NOC ની આટલી અરજીઓ આવી