ETV Bharat / city

વર્ષ 2006ના પુરમાં મળેલી જળબિલાડીની બ્રીડિંગ માટે સુરત બની રહ્યું છે રોલ મોડલ - Role model in the country

સુરતના શ્યામાપ્રસાદ મુખર્જી નેચર પાર્કને વરદાન સ્વરૂપે મળેલી જળબિલાડીના બ્રીડિંગ માટે સુરત સમગ્ર દેશમાં મોડેલ બની રહ્યું છે. ત્યારે તાજેતરમાં જ રાયપુરના ઝુમાં જળ બિલાડીની એક જોડી આપ્યા બાદ ત્રણ રાજ્યોનાં ચાર ઝુ દ્વારા જળબિલાડીની ડિમાન્ડ કરવામાં આવી છે.

જળબિલાડી
જળબિલાડી
author img

By

Published : Dec 18, 2020, 9:08 PM IST

  • જળબિલાડીના બ્રીડિંગ માટે સુરત બની રહ્યું છે સમગ્ર દેશમાં રોલ મોડેલ
  • દેશના અન્ય ઝુ સુરત ઝુ પાસે મંગાવી રહ્યાં છે જળબિલાડી
  • સુરત ઝુમાં જળબિલાડીની સંખ્યામાં થઈ રહ્યો છે વધારો
    જળબિલાડીની બ્રીડિંગ માટે સુરત બની રહ્યું છે રોલ મોડલ

સુરત: સમગ્ર દેશના આશરે 510 જેટલા પ્રાણી સંગ્રહાલયમાં સુરત એકમાત્ર એવું શહેર છે જ્યાં જળબિલાડીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. જેથી દેશના અન્ય પ્રાણી સંગ્રહાલયોમાંથી સુરત ઝુ પાસે જળબિલાડીઓ મંગાવવામાં આવી રહી છે. સુરતમાંથી હાલ રાયપુર ખાતે જળબિલાડીની એક જોડી મોકલવામાં આવી હતી અને જેની સામે સિંહણની જોડી લેવામાં આવી છે. ત્યારે રાજકોટ ઝુ, દિલ્હી ઝુ, કાનપુર ઝુ અને મૈસુર ઝુ દ્વારા ફરી જલબિલાડીની માંગણી કરવામાં આવી છે. વર્ષ 2006માં તાપી નદીમાં પૂર આવ્યું ત્યારે તણાઈને આવેલી 2 માદા જળબિલાડીને રેસ્ક્યુ કરી અહીં રાખવામાં આવી હતી. તે બાદ ફોરેસ્ટ વિભાગમાંથી લાવવામાં આવેલી એક નર જળબિલાડી રાખવામાં આવી હતી. બાદમાં અહીં જળબિલાડીઓની સંખ્યા એટલી સારી રીતે વધી રહી છે જે દેશના કોઈ બીજા પ્રાણીસંગ્રહાલયમાં જોવા મળતી નથી.

દેશમાં કેપટીવ બ્રીડિંગમાં સુરતનું નામ

સરથાણા નેચર પાર્કના વેટરનરી ઓફિસર ડો. રાજેશ પટેલે કહ્યું કે, અત્યાર સુધી કુલ 26 બચ્ચાનો જન્મ થયો છે. તે પૈકી આપણે અમદાવાદ, ચંડીગઢ, હૈદરાબાદ અને રાયપુર ઝુમાં જળબિલાડીની એક એક જોડી આપી છે. તેની સામે બીજા વાઈલ્ડ એનિમલ લીધા છે. અત્યારે સમગ્ર ભારતમાં સક્સેસફૂલ કેપટીવિટી સુરત ઝુમાં જ થઈ રહી છે. આગળના સમયમાં રાજકોટ ઝુ, દિલ્હી ઝુ, યુપીના કાનપુર ઝુ અને કર્ણાટકના મૈસુર ઝુની ફરી રિકવાયરમેન્ટ આવી છે. પોપ્યુલેશન વધ્યા બાદ ફરીથી એનિમલ્સ ફેરબદલ કરી આપવામાં આવશે. પ્રજનન સક્સેસફુલ થવાનું કારણ એ છે કે, સાઉથ ગુજરાતનું અને ઝુનું લોકેશન જળબિલાડીને માફક આવે છે. કારણ કે સાઉથ ગુજરાતમાં વાઈલ્ડ એનિમલમાં તેનું પોપ્યુલેશન ઘણું છે તેમજ તેની સાર સંભાળ સારી રીતે કરવામાં આવે છે. જેથી દેશમાં કેપટીવ બ્રિડિંગમાં સુરતનું નામ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.