સુરતઃ મહાશિવરાત્રીનો દિવસ હતો અને અઝાનની આવાજ વચ્ચે લોકોની નજર જૂના કુવા ઉપર હતી. કારણ કે આ કૂવામાં આઠ વર્ષીય મોહમ્દ અબ્દુલ રમતા રમતા પડી ગયો હતો. ત્યાં હાજર લોકોના જીવ અધ્ધર થઈ ગયા હતા અને નજર એક વ્યક્તિ ઉપર હતી કે જેને કોઈ ઓળખતું પણ ન હતું. લોકોને વિશ્વાસ થઈ ગયો હતો કે અબ્દુલને આ શખ્સ બચાવી લેશે. આ શખ્સ પોતાની જીવની પરવાહ કર્યા વગર અબ્દુલને બચાવવા માટે 45 ફૂટ ઊંડા કૂવામાં ઉતરી ગયો હતો. સુરતના મુસ્લિમ વિસ્તાર નાણાવટ પંડાળની પોળ ખાતે આવેલ વર્ષો જૂના કૂવો 45 ફૂટની લંબાઈ અને આશરે બે ફૂટ પહોળો છે. કહેવાય છે કે જાકો રાખે સાંઈયાં માર શકે ન કોય. મોહમ્મદ અબ્દુલ ને બચાવવા માટે ઈશ્વરે ગુલાબ સિંહ નામના શખ્સને ત્યાં મોકલી આપ્યો હતા.
ગુલાબસિંહએ કશું વિચાર્યા વગર બાળકને બચાવવા માટે કૂવામાં ઊતરી ગયો હતા, ગુલાબ સિંહ મજૂરીકામ કરે છે અને જ્યારે મોહમ્મદ અબ્દુલ પોતાના બોલ સાથે રમતા રમતા એક ડીમોલેશન થયેલા મકાન પાસે પહોંચી ગયો હતો અને બોલ લેવા માટે તે જૂના કુવામાં પડી ગયો ત્યારે ત્યાં એક બાળકે તેને જોઈ લીધો હતો અને તેને રડતા જોઇ ગુલાબસિંહ આ અંગે કારણ પૂછ્યુ અને જ્યારે ગુલાબસિંહને ખબર પડી કે કૂવામાં એક બાળક પડી ગયું છે, ત્યારે તેણે એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર કૂવામાં ઉતરી જઈ બાળકને બચાવવા માટે પ્રયત્નો શરૂ કરી દીધા હતા. દરમિયાન સ્થાનિક લોકોએ ફાયર વિભાગને પણ જાણ કરી દીધી હતી. એક અજાણ્યો શખ્સ જે પોતાના જીવની પણ પરવા કર્યા વગર કૂવામાં ઉતરે છે અને મોહમ્મદ અબ્દુલને બચાવવા માટે તેને પોતાના ખભા પર બેસાડી કુવામાંથી કાઢી ઉપર આવી રહ્યો હતો. જ્યારે 10 ફૂટની દૂરી રહી ગઈ હતી, તે દરમિયાન ફાયર વિભાગના જવાનો પણ ઘટનાસ્થળે આવી ગયા હતા અને બંનેને બહાર કાઢ્યા હતા.
આઠ વર્ષીય અબ્દુલ માટે અલ્લાહના ફરિશ્તા બન્યા ગુલાબસિંહ, ઊંડા કૂવામાં ઉતરી બચાવ્યો જીવ - ગુલાબસિંહ
દેશમાં એકબાજુ એક નેતા દેશવાસીઓને 15 કરોડ 100 કરોડ પહોંચી વળશે એવીધમકી આપી રહ્યો છે, ત્યારે સુરતની એક ઘટના ભારતના વાસ્તવિક આત્માને દર્શાવે છે. સુરતનાં નાણાવટ પંડાળની પોળ ખાતે આવેલ 45 ફુટ ઊંડા કૂવામાં જ્યારે આઠ વર્ષોય મોહમદ અબ્દુલ પડ્યો ત્યારે અલ્લાના ફરિશ્તા બની ગુલાબ સિંહ નામનો મજૂર આવી પહોંચ્યો અને માત્ર દોઢ ફૂટ કૂવામાં થઈ અબ્દુલને પોતાના ખભા ઉપર બેસાડી બહાર કાઢ્યો હતો. ગુલાબસિંહની સમય સુચકતાના કારણે આજે અબ્દુલ હેમખેમ બચી ગયો છે.