સુરત: સુરત જિલ્લાના લાડવી ગામે આવેલી ગૌશાળામાં મકરસંક્રાંતિના પાવન દિવસ પર વાછરડી અને વાછરડાંના લગ્ન (Surat in Ladvi at calf and calf got married) થયા હતા.
વાછરડાની વાજતે ગાજતે જાન લાવ્યા
ગૌશાળાના સંચાલક અને તેમના મિત્ર વચ્ચે વાત થઈ હતી કે તેમના ઘરે વાછરડાનો જન્મ થયો અમે ગૌ શાળમાં સાધુની વાંછરડી સાથે લગ્ન કરાવામાં આવશે નક્કી થયા મુજબ વાછરડાના મલિક જ્યંતીભાઈ વાછરડાને વરરાજાની (Decorate calf like a bridegroom) જેમ શણગારીને જાન વાજતે ગાજતે લાવ્યા હતા.
વાંછરડીને દુલહન જેમ શણગારવામાં આવી
યોજાયેલ લગ્નમાં અનેક લોકોએ હાજરી આપી હતી અને માહોલ જોતા એવું લાગે કે જાણે કોઈ માણસના લગ્ન હશે. વાંછરડીને પણ દુલહન (Decorate calf like a bride) જેમ શણગારવામાં આવી હતી અને જે રીતે કન્યાની વિદાય થાય એ રીતે સમગ્ર વિધિથી બન્નેના લગ્ન કરવામાં આવ્યા હતા.
ગિરી મહારાજે વાંછરડીનું કન્યાદાન કરી ધન્યતા અનુભવી
સન્યાસી જીવન જીવતા પીપલાડના ગિરી મહારાજ પોતાની વાંછરડીનું કન્યાદાન કરી ધન્યતા અનુભવી હતી.
આ પણ વાંચો:
કુદરતનો કરિશ્મા : ભુજમાં માત્ર 9 મહિનાની વાછરડી દૂધ આપતા આશ્ચર્ય સર્જાયું
Calf Assistance Scheme: વાછરડી જન્મે તો પશુપાલકોને 3000 રૂપિયાની સહાય