સુરતઃ સુરત શહેર હીરા નગરી અને ડાયમંડ નગરી તરીકેની પોતાની એક ઓળખ ધરાવે છે. પરંતુ હવે સુરતને દીક્ષા નગરી તરીકે પણ લોકો ઓળખતા થયા છે. જેની પાછળનું કારણ છે કે, સુરતની પાવન ભૂમિ પર દિક્ષાનો અવિરતપણે પ્રવાહ જોવા મળી રહ્યો છે. સુરતના આંગણે બુધવારના રોજ એકસાથે આઠ જેટલા મુમુક્ષોએ સાંસારિક જીવનના તમામ સુખ અને મોહ- માયા ત્યાગી સાધુ જીવનનો માર્ગ અપનાવ્યો છે. મુંબઈ અને સુરતના ટેકસ્ટાઈલ્સ વેપારી સહિત ડાયમંડ વેપારીની બે દીકરીઓએ તમામ સુખો ત્યાગી સંયમ માર્ગ અપનાવ્યો છે. સુરતના ચાર, મુંબઈના ત્રણ સહિત અમદાવાદના એક મળી કુલ આઠ મુમુક્ષોએ વેસુના મહાવિદેહ ધામ ખાતે દીક્ષા ગ્રહણ કરી હતી. આચાર્ય ગુણરત્નસુરીસવરજી મહારાજની નિશ્રામાં યોજાયેલ દિક્ષા કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં જૈન સમાજના લોકો હાજર રહ્યા હતા. દીક્ષા સમારોહમાં મુંબઈના મલાડની રહેવાસી ભવ્યા પ્રદીપ મેગાતર જે સી.એસ.કરી ચુકી છે અને તેણીએ બુધવારના રોજ 200 ગુરુભગવંતોની ઉપસ્થિતિમાં સંયમનો માર્ગ અપનાવી હંમેશા માટે સાધુ જીવન તરફ પ્રયાણ કરી લીધો છે. ભવ્યાએ સી.એસ કર્યા બાદ તેણીનું ફિલ્મ ઓડિશન કર્યું હતું. જ્યાં તેણીને લાખોના પગારની ઓફર પણ થઈ હતી. પરંતુ લાખોના પગારની ઓફરને ફગાવી તેણીએ સંયમના માર્ગે જવાનો સંકલ્પ કર્યો હતો. લાખોના પગારની ઓફર અને ફિલ્મમાં કામ કરી તેણી સાંસારિક સુખો મેળવી શકી હોત ,પરંતુ તેણીને સંસારના સુખો કરતા વૈરાગ્ય જીવનમાં સુખ લાગતા સંયમનો માર્ગ અપનાવ્યો છે.
સુરતમાં ડાયમંડ વેપારી અને ટેકસ્ટાઈલ્સ વેપારીની 2 દીકરીઓ સહિત આઠ મુમુક્ષોએ દીક્ષા લીધી
હીરા નગરી સુરતમાં દીક્ષાના સોપાનમાં વધુ એક દિક્ષાનો ઉમેરો થયો છે. જેમાં એક સાથે આઠ જેટલા મુમુક્ષોએ દીક્ષા લઈ સંયમનો માર્ગ અપનાવ્યો છે. ડાયમંડ વેપારી અને ટેકસ્ટાઈલ્સ વેપારીની બે દીકરીઓ સહિત આઠ મુમુક્ષોએ સુરતના વેસુ સ્થિત મહાવિદેહ ધામ ખાતે બસો જેટલા ગુરુભગવંતો અને હજારોની સંખ્યામાં હાજર જૈન સમાજના લોકોની ઉપસ્થિતિમાં દીક્ષા ગ્રહણ કરી હતી.