સુરત: શહેરના વરાછા વિસ્તારમાં આવેલા ગોપી ગોલ્ડ જ્વેલર્સમાં ઈરાની ગૅંગના ચોરએ માલિકની નજર ચૂકવી 3.80 લાખના દાગીનાની ચોરી નાસી ગયા હતા. ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. સુરતમાં અગાઉ આ ચોર અને ગેંગ દ્વારા 10 વધુ ગુન્હાને અંજામ આપી ચૂક્યા છે. જેલમાંથી છૂટી ફરીથી ચોરીની ઘટનાને અંજામ આપ્યાં હતાં. દુકાન માલિકએ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
સીસીટીવીમાંમાં સાફ જોવા મળે છે કે એક બાઈક પર બે ઈસમો આવે છે, જેમાંથી બ્લુ શર્ટના વ્યક્તિ દુકાનમાં જે દુકાનદાર સાથે સોના ખરીદવાની વાત કરે છે અને તે દરમિયાન દુકાનદારની નજર ચૂકવી ઘરેણા પોતાના પર્સમાં રાખી ચોરીની ઘટનાને અંજામ આપે છે, તે સમયે બાઈક પર સફેદ શર્ટ વાળોની દુકાનની બહાર ઉભો રહે છે અને ઘટનાને અંજામ આપી બંને બાઈક પર બેસી ચાલ્યા જાય છે. આ સીસીટીવીના આધારે વરાછા પોલીસે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે.