ETV Bharat / city

Surat Hunar Hat 2021 : ઝારખંડમાં ખેતમજૂરી કરનારે પરંપરાગત કળાના કારણે સુરતમાં બે દિવસમાં 50,000ની કમાણી કરી - સુરત હુન્નર હાટ 2021

ખેતમજૂરી કરીને પ્રતિદિવસ સો રૂપિયાની કમાણી કરનાર ઝારખંડના નાનકડા ગામની અહિલ્યા દેવીએ (Jharkhand artisans) સુરતમાં આયોજિત હુન્નર હાટમાં (Surat Hunar Hat 2021) વાંસની વસ્તુઓ વેચી માત્ર બે દિવસમાં 50,000 રૂપિયાની કમાણી કરી છે. આ એક્સીબિશનમાં થયેલી આવકથી (Employment in Hunnar Hat) ઘરની લોન ચુકવવામાં મદદ કરશે.

Surat Hunar Hat 2021 : ઝારખંડમાં ખેતમજૂરી કરનારે પરંપરાગત કળાના કારણે સુરતમાં બે દિવસમાં 50,000ની કમાણી કરી

author img

By

Published : Dec 15, 2021, 7:06 PM IST

  • ઝારખંડના નાનકડા ગામની અહિલ્યા દેવીએ સુરતમાં આયોજિત હુન્નર હાટમાં વાંસની વસ્તુઓ વેચે છે
  • માત્ર બે દિવસમાં 50,000 રૂપિયાની કમાણી કરી છે
  • આ એક્સીબિશનમાં થયેલી આવકથી ઘરની લોન ચુકવવામાં મદદ કરશે

સુરત : હુનર હાટમાં 300 જેટલા હસ્તકલાના આર્ટિસ્ટો પોતાના હુનરને (Surat Hunar Hat 2021) દર્શાવી રહ્યા છે. જેમાંથી મોટેભાગે મહિલાઓ છે. ઝારખંડના એક નાનકડા ગામ પતરાતુંની અહિલ્યા દેવી (Jharkhand artisans) 100 રૂપિયાના રોજના વેતન પર ખેત મજૂર તરીકે કામ કરતી હતી. કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રાલયે તેમને હુનર હાટ ખાતે એક સ્ટોલ આપ્યો અને તેણે માત્ર 2 દિવસમાં લગભગ 50,000 રૂપિયાનું (Employment in Hunnar Hat) વેચાણ કર્યું. અપેક્ષા કરતા વધુ વેચાણને કારણે તેમનો માલ ખતમ થવા લાગ્યો. સુરતના હુનર હાટમાં અહિલ્યા દેવીનો 70 નંબરનો સ્ટોલ છે. જ્યાં તેની ભાભી સંગીતા દેવી તેને સ્ટોલ પર મદદ કરે છે. શેરડી અને વાંસમાંથી ઘરવખરીનો સામાન બનાવતી અહિલ્યા દેવીના પતિ તેમના ગામના સાપ્તાહિક બજારમાં એક દુકાન બનાવે છે. ઘરમાં વૃદ્ધ સાસુ અને બે બાળકો છે. મુશ્કેલ સંજોગોમાં જીવતી અહિલ્યા હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વારંવાર આભાર માને છે.

સારી કમાણીથી ઘરમાં મોટી મદદ થશે

દરરોજ માર્કેટ ભરાતી નથી

આ અંગે ઝારખંડ રાંચીના અહિલ્યા દેવીએ (Jharkhand artisans) કહ્યું કે, હું વાંસમાંથી સુશોભનની વસ્તુઓ બનાવું છું. જે વારસામાં મળી છે. અમે 10-12 મહિલાઓનું ગ્રુપ છીએ. સામાન્ય દિવસોમાં બીજાના ખેતરોમાં જઈને દિવસના સો રૂપિયા મજૂરી કરીએ છીએ. કારણ કે અમે રહીએ છીએ ત્યાં દરરોજ માર્કેટ ભરાતી નથી. અઠવાડિયામાં 1 દિવસ ભરાય છે જેમાં રૂ.300 થી રૂ.400 મળે છે અને તેનાથી અમે જીવન ગુજારીએ છીએ. જો કે અહીં હુન્નર હાટમાં (Surat Hunar Hat 2021) આવક ખૂબ સારી (Employment in Hunnar Hat) મળી રહી છે. અમે વિચારી રહ્યાં છીએ કે અમારા જેવા અન્ય મહિલા અને પુરુષો છે કે જેઓ ભણેલા છે છતાં તેમની પાસે રોજગાર નથી તેઓને પણ આ રીતે બહાર કાઢીને રોજગારી અપાવીએ.

માત્ર 2 જ દિવસમાં રૂ.50 હજારની આવક

અહિલ્યા દેવીએ (Jharkhand artisans) વધુમાં જણાવ્યું હતું કે અગાઉ દહેરાદૂનમાં આવા કાર્યક્રમમાં રૂ.50,000ની આવક થઈ હતી. જ્યારે અહીં (Surat Hunar Hat 2021) માત્ર 2 જ દિવસમાં રૂ.50,000ની આવક થઈ છે. અમારા ઘરમાં આગ લાગી હતી જેથી મેં લોન લીધી હતી. આ કમાણી (Employment in Hunnar Hat) લોન ભરવા માટે ખૂબ મદદ કરશે. હવે 1 વર્ષમાં લોન પૂરી થઈ જશે.

આ પણ વાંચોઃ Surat Hunar Hat 2021: મોબાઈલ, લેપટોપમાં વ્યસ્ત બાળકોને આકર્ષી રહ્યા છે લાકડાંના રમકડાં

આ પણ વાંચોઃ ભુજ હાટ ખાતે સ્વદેશી ઉત્પાદનોના મેળાનું આયોજન, કઠોળ, ઘી, કાચી ઘાણીનું તેલ ઓર્ગેનિક ચીજ વસ્તુઓનું વેંચાણ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.