સુરતઃ શહેરમાં પ્રખરતા શોધ કસોટી પરીક્ષામાં બુરખા વિવાદ (Surat Hijab Controversy) સર્જાયો હતો. અહીં 4થી 5 જેટલી વિદ્યાર્થિનીઓ બુરખો પહેરીને પરીક્ષા (Surat Hijab Controversy) આપવા આવી હતી. ત્યારે હિન્દુ સંગઠનો પરીક્ષા સ્થળે આવી પહોંચ્યા હતાં. જોકે, વિવાદ વધતા પોલીસે 12 જેટલા સભ્યોની અટકાયત (Surat Police detained Protestors) કરી હતી.
આ પણ વાંચો- સાંસદ પ્રજ્ઞા ઠાકુરે ફરી ઓક્યું ઝેર, કહ્યું - "હિજાબ ઘરમાં પહેરવું જોઈએ, કારણ કે..."
વિવાદ સર્જાય તે પહેલા પોલીસે 12 લોકોની કરી અટકાયત
સુરતમાં પ્રખરતા શોધ કસોટીની પરીક્ષા લેવાઈ રહી હતી. ત્યારે હીરાબાગ વિસ્તારમાં આવેલા પી. પી. સવાણી શાળા સેન્ટરમાં 4થી 5 જેટલી વિદ્યાર્થીનીઓ બુરખો પહેરીને પરીક્ષા (Surat Hijab Controversy) આપવા આવી હતી. તે સમયે વિવાદ થયો હતો. સ્થાનિક લોકોએ આ અંગે જાણકારી હિન્દુ સંગઠનને માહિતી આપી હતી. ત્યારબાદ વિશ્વ હિન્દુ પરિષદ સહિતના અન્ય સંગઠનોના સભ્ય સ્કૂલની બહાર એકત્રિત થઈ ગયા હતા. તેઓ સ્કૂલની અંદર જાય તે પહેલા પોલીસ પહોંચી ગઈ હતી અને 12થી વધુ સભ્યોની અટકાયત (Surat Police detained Protestors) કરી કાપોદ્રા પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા. આ પરીક્ષા ધોરણ 9 પછી લેવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા લેવાતી આ પરીક્ષા 2 તબક્કામાં થાય છે. પરીક્ષામાં પાસ થનારા વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળે છે.
આ પણ વાંચો- Digvijay Singh on Hijab Controversy: હિસાબ આપવાને બદલે ભાજપ હિજાબ, હિંદુ-મુસ્લિમ મુદ્દો લાવ્યા
ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા
કર્ણાટકમાં હિજાબ વિવાદ (Karnataka Hijab Controversy) બાદ ગુજરાતના સુરત શહેરમાં શાળામાં પરીક્ષા આપવા આવેલી વિદ્યાર્થિનીઓએ બુરખા પહેરતા નવો વિવાદ સર્જાયો છે. આ મામલો બિચકતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને શાળાના પ્રિન્સિપાલનું નિવેદન લેવામાં આવ્યું હતું. જોકે, આ અંગે અત્યાર સુધી શાળા તરફથી કોઈ પણ નિવેદન મીડિયા સમક્ષ આપવામાં આવ્યું નથી. જોકે, બીજી બાજુ શહેરના SP સજ્જનસિંહ પરમારે જણાવ્યું હતું કે, આ અંગે મળેલી ફરિયાદ બાદ અમે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓની અટકાયત (Surat Police detained Protestors) કરી છે.
કોઈ યુનિફોર્મની જરૂર હોતી નથી
અત્રે ઉલ્લેખનીય છે કે, આ પરીક્ષા આપવા કોઈ યુનિફોર્મ કે ડ્રેસ કોર્ડ જરૂર હોતી નથી. રાજ્ય સરકાર દ્વારા પરીક્ષા લેવાય છે અને ઉત્તીર્ણ થનારા વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળે છે. આથી તેઓ આર્થિક બોજના કારણે ભણતર છોડી ન દે અને આર્થિક સહાય મળી શકે. જોકે, હજી સુધી આ વિવાદમાં (Surat Police detained Protestors) શાળા તરફથી કોઈ નિવેદન સામે આવ્યો નથી.